MT1 સેટેલાઇટને નષ્ટ કરશે ભારત:UNIADCની ગાઈડલાઈન, વેધર સ્ટડી માટે લોન્ચ કર્યું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) મંગળવાર સાંજે 4:30-7:30 વચ્ચે સેટેલાઈટ મેઘા- ટ્રોપિક્સ-1 (MT1)ને પ્રશાંત મહાસાગરમાં પાડી નષ્ટ કરવા જઈ રહ્યું છે. તેના માટે ઓગસ્ટથી તૈયારી કરવામાં આવી રહી હતી. સંયુક્ત રાષ્ટ્રની સ્પેસ ડેબ્રિસ એજન્સી (UNIADC)ની ગાઈડલાઈનનું પાલન કરવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ સેટેલાઈટને ISROએ ફ્રાન્સની સ્પેસ એજન્સી CNES સાથે મળીને 12 ઓક્ટોબર 2011ના રોજ ટ્રોપિકલ વેધર તથા આબોહવાના અભ્યાસ માટે લો ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે, તેને 3 વર્ષ માટે સ્પેસમાં મોકલવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ તે 2021 સુધી આબોહવા અંગે મહત્ત્વપૂર્ણ ડેટા આપી રહ્યો હતો, તેથી તેની સમય મર્યાદાને વધારી દેવામાં આવી હતી.

MT1ને કેમ નષ્ટ કરવામાં આવી રહ્યો છે
ISROના UNIADC સાથે 10 વર્ષ માટે તેને અવકાશમાં રાખવાનો કરાર થયો હતો. UNIADCની ગાઇડલાઇન હેઠળ કોઈપણ સેટેલાઇટને તેની લાઈફ પૂરી થયા પછી ભ્રમણકક્ષામાંથી હટાવી તેનો નાશ કરવાનો હોય છે. સેટેલાઇટને પાડવા અથવા નષ્ટ નહીં કરવા પર વિકલ્પ એ છે કે, તેને તેની ભ્રમણકક્ષામાં આમ જ છોડી દેવામાં આવે, જેથી તે પોતાની જાતે જ ખતમ થઈ જાય.

સેટેલાઇટને પ્રશાંત મહાસાગરમાં પાંચ ડિગ્રી સાઉથથી 14 ડિગ્રી સાઉથના લેટીટ્યૂડ અને 119 ડિગ્રી વેસ્ટથી 100 ડિગ્રી વેસ્ટ વચ્ચે કોઈપણ જગ્યાએ પાડી શકાય છે.

કોઈ દુર્ઘટના ન બને તેના માટે તેને પાડવામાં આવશે
MT1નું વજન લગભગ 1000 કિલો છે. સામાન્ય રીતે રી-એન્ટ્રી દરમિયાન સેટેલાઇટના કોઈપણ મોટા ટુકડાનાં એરોથર્મલ હીટિંગથી બચવાની સંભાવના નથી. લક્ષિત સુરક્ષિત ઝોનની અંદર ઈમ્પેક્ટ સુનિશ્ચિત કરવા માટે નિયંત્રિત રી-એન્ટ્રીમાં ખૂબ જ ઓછી ઊંચાઈ પર ડીઓર્બિટિંગ કરવામાં આવે છે. પરંતુ MT1ને પૃથ્વી પર પાછું લાવવા માટે બનાવવામાં આવ્યું નહતું. જો કે, તેના કારણે કોઈ અપ્રિય ઘટના ના બને તેથી તેને નષ્ટ કરવામાં આવી રહ્યું છે.

તે ધરતીથી અંદાજે 874 કિલોમીટરની ઊંચાઈ પર 20 ડિગ્રીના એન્ગલ પર નમીને ભ્રમણ કરી રહ્યું હતું. તેમાં અંદાજે 125 કિલોગ્રામ ઈંધણ બચ્યું છે. જે તેને ધરતી પર પરત લાવવા માટે પૂરતું છે. તેને એવી રીતે નષ્ટ કરવામાં આવશે, જ્યાં કોઈ વસવાટ ન કરતો હોય. તેથી પ્રશાંત મહાસાગરમાં એક જગ્યાની પસંદગી કરાઈ છે.

સેટેલાઇટને નિશાન બનાવવું સરળ નથી હોતું
લો ઓર્બિટ અર્થમાં સેટેલાઈટને નિશાન બનાવવાનું કામ સરળ નથી હોતું. કારણ કે આ નીચલા ભ્રમણકક્ષામાં વેલોસિટી 27 હજાર કિલોમીટર પ્રતિ કલાક હોય છે. આ કારણે 'લો ઓર્બિટ'માં હાજર સેટેલાઇટ પણ ઝડપથી મૂવ કરે છે. તેથી અવકાશમાં 'લો ઓર્બિટ' સેટેલાઇટને ફક્ત ત્રણ મિનિટમાં તોડી પાડવું ભારત માટે ખરેખર મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. કારણ કે, આ પહેલા ફક્ત અમેરિકા, રશિયા અને ચીને આવું કર્યું છે.

ભારત પાસે સેટેલાઇટને તોડી પાડવાની તાકાત
ભારત પાસે કોઈપણ સેટેલાઈટને તોડી પાડવાની તાકાત છે. ભારત સિવાય અમેરિકા, રશિયા અને ચીન જ આવું કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતે વર્ષ 2012માં તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...