તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોધપુરના શૉકિંગ CCTV:બેકાબૂ કાર હવામાં ઊલળી પાંચ ગોથા મારી ગઈ, ડિવાઈડરમાં અથડાયા બાદ ફિલ્મી દૃશ્યો સર્જાયાં

2 મહિનો પહેલા

રાજસ્થાનના જોધપુર નજીક થયેલા અકસ્માતના ભયાનક CCTV ફૂટેજ સામે આવ્યા છે. કુડી નજીક હાઈવે પર બેફામ સ્પીડમાં જઈ રહેલી બોલેરો કાર અચાનક જ ડિવાઈડરમાં અથડાઈ હતી. ડિવાઈડરમાં ટકરાયા બાદ કાર રીતસરની હવામાં ઊડીને ગોથા મારવા લાગી હતી. હવામાં જ પાંચ જેટલા ગોથા મારીને કાર રોંગ સાઈડમાં સો ફૂટ જેટલી દૂર ફંગોળાઈ ગઈ હતી. CCTV ફૂટેજ જોતાં એવું લાગે કે, આ અકસ્માતને કારણે રોડ પર જાણે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. રવિવારે સાંજના સમયે થયેલા અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...