રાહદારીને અડફેટે લીધો:શિમલામાં બેફામ કારચાલકે વ્યક્તિને ટક્કર મારી, રાહદારી હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો

5 મહિનો પહેલા

હિમાચલ પ્રદેશના શિમલા શહેરના સંજોલી વિસ્પાતારમાં પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં આવેલી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સંજોલીમાં જૂની પોલીસ ચોકીની સામે બનેલી ઘટનામાં રાહદારી આરામથી રસ્તો ક્રોસ કરતો જોવા મળે છે. રોડ ક્રોસ કરતી વખતે રોંગ સાઈડમાંથી બેફામ કારચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારે છે. જેથી રાહદારી હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.