તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બેન્ડ-વાજાં સાથે જાન લઈને પિંજૌરથી અમ્બાલા કેન્ટ પહોંચેલા ડેન્ટલ-સર્જનને લગ્ન પહેલાં જ વિવાદ થઈ જતાં જાન લઈને લીલા તોરણે પાછા ફરવાનો વારો આવ્યો છે. લગ્નમાં હાજર લોકોના જણાવ્યા પ્રમાણે, પહેરામણીને કારણે સમગ્ર વિવાદ થયો હતો. છોકરીવાળાઓએ પહેરામણીમાં જાનૈયાઓને જે શાલ આપી હતી એ વરરાજાના સંબંધીઓને પસંદ ના આવતાં સમગ્ર વિવાદ થયો હતો.
વરરાજાના કાકાને પહેરામણીમાં નાની શાલ મળતાં સમગ્ર વિવાદ ઊભો થયો હતો. ત્યાર પછી ફેરાની જગ્યાએ બંને પક્ષ મંગળવારે મંડપની જગ્યાએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બુધવારે સવારે સમજૂતી થઈ. છોકરાવાળાઓ કન્યાપક્ષને લગ્નની તૈયારીમાં થયેલા ખર્ચના બદલામાં 4.50 લાખ ચૂકવવા તૈયાર થયા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, દુલ્હન પક્ષ તરફથી ફરિયાદ આવી હતી અને ત્યાર પછી બંને પક્ષને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. એ બાદ બંને પક્ષ સાથે વાત કરીને સમજૂતી કરાવવામાં આવી હતી. અંતે, વરરાજા દુલ્હન લીધા વગર જ ગયા, તેથી ફરિયાદ નોંધવામાં કે કાર્યવાહી કરવામાં આવી નથી.
પરિવારજનોએ કહ્યું- પહેરામણીમાં જ આટલો વિવાદ કરી નાખ્યો તો સાસરીમાં દીકરી સાથે શું ના કરે?
શિમલામાં ડેન્ટલ-સર્જન (BDS)નો સંબંધ અમ્બાલા કેન્ટમાં રહેતી એક ગ્રેજ્યુએટ યુવતી સાથે કરવામાં આવ્યો હતો. શગુન પેલેસમાં લગ્ન રાખવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે અંદાજે 9 વાગે જાન આવી. છોકરીવાળાઓએ સ્વાગત કર્યું. જાનૈયાઓ પેલેસમાં ખાવા-પીવાની મજા માણી રહ્યા હતા ત્યારે બીજી બાજુ વર-વધૂ પક્ષ પહેરામણીનો રિવાજ પૂરો કરી રહ્યા હતા. જ્યારે વરરાજાના કાકાને પહેરામણીમાં નાની શાલ આપવામાં આવી તો તેમણે વિવાદ શરૂ કરી દીધો. વરરાજાએ કહ્યું, તેમણે પહેરામણી વિશે પહેલાં જ જાણ કરી દીધી હતી, તેમ છતાં તેમણે કહ્યું હતું એ પ્રમાણેની પહેરામણી કરવામાં આવી નહીં. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે વિવાદ થયો અને વાત બગડી ગઈ.
રાત્રે સાડા 11 વાગે હાઉસિંગ બોર્ડ ચોકીમાં વિવાદ પહોંચ્યો હતો. અહીં દુલ્હન પક્ષના લોકોએ વરરાજા પર ઘણા આરોપ લગાવ્યા હતા. રાત્રે જ જાન પિંજૌર પરત ફરી હતી, પરંતુ વરરાજા અને તેનાં પરિવારજનો અમ્બાલા રોકાયાં હતાં. બુધવારે સમાજના લોકોએ સમજૂતીનો પ્રયત્ન કર્યો હતો. પોલીસની સામે વરરાજાએ લગ્નની ના નહોતી પાડી, પરંતુ દુલ્હન પક્ષનું કહેવું હતું કે પહેરામણીમાં જ આટલો વિવાદ કરી દીધો છે તો ખબર નહીં સાસરામાં છોકરી સાથે કેવું વર્તન કરવામાં આવે, તેથી અમે હવે આ લગ્ન માટે તૈયાર નથી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.