રાજસ્થાનના ઉદયપુરમાં જિલ્લા પરિષદ સભ્ય અને કોંગ્રેસના નેતા કામિની ગુર્જરના 21 વર્ષના પુત્ર પ્રથમ ગુર્જરે સુસાઈડ કરી લીધું છે. પ્રાથમિક તપાસમાં સુસાઈડનું કારણ PUBG હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે ગેમમાં કોઈ પણ ચેલેન્જને પુરી કરી શક્યો ન હતો. પોલીસ આ એન્ગલ પર તપાસ કરી રહી છે. પ્રથમનો મોબાઈલ લોક છે. લોક ખુલ્યા પછી થોડી માહિતી મળવાની શક્યતા છે.
પોલીસનું કહેવું છે કે પ્રથમનો પરિવાર કોઈ પણ રીતે તણાવ કે ટેન્શનથી ઈન્કાર કરી રહ્યો છે. પરિવારના સભ્યો એટલું જરૂર કહી રહ્યાં છે કે તે મોબાઈલ પર ગેમ વધુ રમતો હતો. કદાચ આ ગેમ PUBG હતી.
સવારે 4 વાગ્યે દાદીએ વોશરૂમમાંથી આવતો જોયો હતો
હિરણમગરીના સેક્ટર-4ના રહેવાસી પ્રથમના પિતાના રિપોર્ટને લઈને હિરણમગરી પોલીસ સ્ટેશનના સબ ઈન્સેક્ટર લક્ષ્મણ સિંહે કહ્યું- પરિવારે કહ્યું છે કે રાતે જમીને તે તેના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો. સવારે 4 વાગ્યે તેની દાદીએ પ્રથમને વોશરૂમ જતો જોયો હતો. શનિવારે સવારે 8 વાગ્યે ગાર્ડનમાં છોડને પાણી પીવડાવતા-પીવડાવતા પિતાની નજર જ્યારે રૂમમાં ગઈ તો તેમના હોશ ઉડી ગયા. પ્રથમની બોડી લટકેલી પડી હતી.
ભાડુઆતની મદદથી ગેટ તોડ્યો
પિતાએ એક ભાડુઆતની મદદથી પુત્રના રૂમનો ગેટ તોડ્યો હતો. પ્રથમની બોડી ગેટ પર લાગેલા હેંગરના દોરડા સાથે લટકેલી પડી હતી. પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સુસાઈડ કરનાર છોકરાનો ફોન હાલ લોક છે. ઘરના સભ્યોએ હાલ કોઈના પર પણ શંક જાહેર કર્યો નથી. ગેમવાળા એન્ગલને એક્સપ્લોર કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.