તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • On Terrorism: Taliban Should Not Support Terrorists Based In Other Countries, Latest Report Does Not Mention Taliban

તાલિબાન અંગે સંયુક્ત રાષ્ટ્રએ નિવદેન બદલ્યું:આતંકવાદ પર કહ્યું હતું- તાલિબાને બીજા દેશમાં બેઠેલા આતંકીઓનો સાથ ન આપવો જોઈએ, તાજેતરના રિપોર્ટમાં તાલિબાનનો ઉલ્લેખ નથી

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા પછી સુરક્ષા પરિષદે નવું નિવેદન જાહેર કર્યું
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા વિશે પોતાનું નિવેદન આપ્યું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC) એ કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા વિશે પોતાનું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાંથી પરિષદે તાલિબાનનું નામ હટાવી દીધું છે. આ પહેલા જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો હતો, ત્યારના નિવેદન અને આ નિવેદનમાં તાલિબાનને લઈને UNનું વલણ બદલાયેલું દેખાઈ રહ્યું છે.

16 ઓગસ્ટે આપવામાં આવેલા નિવેદનમાં સુરક્ષા પરિષદે ચેતવણી આપતા કહ્યું હતું કે તાલિબાનને કોઈ અફઘાન સમુહે સહયોગ કરવો જોઈએ નહિ. આ સિવાય કોઈ વ્યક્તિએ બીજા દેશમાં રહેલા આતંકીઓને પણ સહયોગ ન કરવો જોઈએ.

હવે નવા નિવેદનમાંથી પરિષદે તાલિબાનનું નામ હટાવી દીધુ છે. કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા પછી સુરક્ષા પરિષદે નવું નિવેદન જાહેર કરીને કહ્યું કે કોઈ અફઘાની સમુહે કોઈ દેશમાં આતંક ફેલાવી રહેલા આતંકીઓને સહયોગ ન કરવો જોઈએ.

ભારતે પકડી UNની ભૂલ
આ નિવેદન પર ભારતે સાઈન કરીને તેને જાહેર કર્યું છે. ભારત 1 ઓગસ્ટે એક મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું હતું. ગત વર્ષે એપ્રિલ સુધી UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રહેલા સયૈદ અકબરુદ્દીને સુરક્ષા પરિષદના નિવેદનમાં આવેલો ફરકને રજૂ કર્યો છે.

તાલિબાનને લઈને ભારતે તેની રણનીતી નક્કી કરી નથી
19 ઓગસ્ટે જ્યારે ભારતીય વિદેશ મંત્રી ડો.એસ જયશંકરને પુછવામાં આવ્યું કે તાલિબાની શાસનને કઈ રીતે જુવો છો અને તેની સાથે કઈ રીતે ડિલ કરશો તો તેમણે કહ્યું કે તાલિબાની સરકાર હાલ શરૂઆતના તબક્કામાં છે અને અમારું લક્ષ્ય અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે.

ભારતે કાબુલમાંથી પોતાના મિશન સ્ટાફને નીકાળી લીધો છે. ગત સપ્તાહે તાલિબાન અફઘાનિસ્તાનમાં આવેલા ભારતના બે ફાઈનાન્શિયલ દૂતાવાસમાં ઘુસી ગયા હતા. તેમણે દસ્તાવેજને શોધ્યા અને પાર્કિંગમાં લાગેલી કારને લઈ ગયા. તેને લઈને ભારત સરકારના સૂત્રોએ ચિંતા જાહેર કરી હતી કે તાલિબાનની આવી ગતિવિધિઓનો મતલબ છે કે તે વિશ્વને જે ભરોસો અપાવતા આવ્યા છે, તે પ્રમાણે તે કામ કરતા નથી.