તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંયુક્ત રાષ્ટ્રએ કોવિડ વેક્સીનના 2 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવવા બદલ ભારતની ભરપેટ પ્રશંસા કરતા તેને કોરોના સામેની લડાઈમાં ગ્લોબલ લીડર તરીકે ગણાવ્યું છે. UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટારેસે કોરોનાવાઈરસ મહામારી સામે વૈશ્વિક લડાઈમાં ભારતીય નૈતૃત્વ દ્વારા વિશ્વ બજારમાં કોવિડ-19 વેક્સીનનો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો તેની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રએ કોવિડ વેક્સીનના 2 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવવા બદલ ભારતનો આભાર માન્યો છે.
ભારતે UN પીસકીપર્સ માટે કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવી છે. UN ખાતેના ભારતના સ્થાયી સચિવ ટીએસ તિરુમૂર્તિએ ગુટારેસના એ નિવેદન અંગે જાણકારી આપતા કહ્યું કે કોરોનાનો સામનો કરવામાં ભારત ગ્લોબલ લીડર તરીકે કામ કરી રહ્યું છે. ગુટારેસે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરને પણ કોવિડ વેક્સીન ઉપલબ્ધ કરાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે કુલ 229.7 લાખ કોવિડ વેક્સીન ગત સપ્તાહ સુધી સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ કરી હતી. એટલું જ નહીં ભારતે એવા હજારો લોકોને વેક્સીન આપી છે કે જે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી માટે કામ કરી રહ્યા છે અથવા તેમની સાથે જોડાયેલા છે. કેન્દ્ર સરકારે પણ કોવિન નામથી એક એપ લોંચ કરી છે. તેમનો ઉદ્દેશ વેક્સીનેશનની પ્રક્રિયાનું મોનિટરિંગ અને ડેટા કલેક્શન કરવાનું છે. ભારતે ગત બુધવારે જાહેરાત કરી હતી કે તે UNના પીસકિપર્સ માટે 2,00,000 કોવિડ-10 ડોઝની ભેટ આપશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.