આસામમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા-આઈ(યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ-ઈન્ડિપેન્ડેન્ટ) ફરીથી માથું ઊંચકવાના પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે ગૃહમંત્રાલયે એક અહેવાલ રજૂ કર્યો છે. તેમાં જણાવાયું છે કે સંગઠન આસામની સાથે દિલ્હી-એનસીઆર સુધી યુવાઓની ભરતી કરી તેમને ઉગ્રવાદની ટ્રેનિંગ આપી રહ્યું છે.
ગત મહિનાઓમાં આશરે 150 યુવાઓની ભરતી પણ કરી ચૂક્યું છે. અહેવાલ મુજબ ઉલ્ફા અપહરણની સાથે જવાનો અને સામાન્ય નાગરિકો પર મોટા હુમલાની તૈયારીમાં છે. ગૃહમંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ સ્વીકાર્યું કે મોટી સંખ્યામાં હાલના સમયમાં યુવા ઉલ્ફા-આઈ સાથે જોડાઈ રહ્યા છે.
એક અપુષ્ટ માહિતી અનુસાર ઉપરી આસામના ચાના બગીચાવાળા વિસ્તારોમાં 300થી વધુ યુવા ઉલ્ફા-આઈમાં જોડાયા છે. ગ્રામીણ વિભાગો અને ગુવાહાટીમાં પણ અમુક યુવાઓના ગુમ થવા અને પછી ઉલ્ફામાં જોડાયા હોવાની ચર્ચા છે.
મ્યાનમારની સરહદમાં ઉલ્ફાના કેમ્પ ચાલી રહ્યા છે
ફેસબુક પર ગ્રૂપ બનાવી ગામડાંના યુવાઓને ફસાવે છે
સૂત્રો મુજબ સરકાર સાથે સંઘર્ષવિરામ સમજૂતી અને શાંતિમંત્રણા કરવાની ઈચ્છા વ્યક્ત કરવાની સાથે 40 દાયકા જૂના ઉલ્ફાએ ફેસબુક ગ્રૂપ પણ બનાવી રાખ્યાં છે. તે તેના ફેસબુક અને તેના નેટવર્કની મદદથી યુવાઓને આકર્ષવા માગે છે. તેના માટે દૂર-દૂર સુધી ગામડાંઓમાં જાય છે. ઉલ્ફાના ગઢ મનાતા પેંગીરી અને કાકોપથાર જેવા વિસ્તારોના અંતરિયાળ ગામો વિકાસથી વંચિત છે.
ચાના બગીચાઓમાં 40 લાખ મજૂર પણ હાથ ખાલી
અંગ્રેજોના સમયથી આસામના ચાના બગીચાઓમાં 40 લાખથી વધુ મજૂરો ઉપરાંત મોટી સંખ્યામાં અન્ય લોકોની રોજી-રોટી જોડાયેલી છે. તેના લીધે ચાને લીધે આસામની વિશેષ ઓળખ છે. તેમ છતાં આઝાદીથી લઈને અત્યાર સુધી તેમની સ્થિતિ સુધારવા વિશે કંઈ કરાયું નથી. તેમની મજબૂરીનો ફાયદો તાજેતરનાં વર્ષોમાં આસામ અને પૂર્વોત્તરનાં અન્ય રાજ્યોમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનોએ ઉઠાવ્યો છે.
ઉલ્ફાએ જાસૂસ બતાવી બે સભ્યોને મારી નાખ્યા હતા
મેમાં ઉલ્ફા-આઈના પ્રમુખ પરેશ બરુઆએ પોલીસનો જાસૂસ હોવાના આરોપમાં સંગઠનના બે લોકોને મૃત્યુદંડની સજા કરી હતી. આ વાત અહીંની એક સેટેલાઈટ ચેનલે સ્વીકારી હતી. જોકે તેની પુષ્ટી થઇ નહોતી. તાજેતરના સમયમાં આસામ સરકારે મોટી સંખ્યામાં શિક્ષકો અને અન્ય સરકારી પદો પર ભરતીઓ જરૂર કરી છે પણ બાગાયત ક્ષેત્રમાં હજુ પણ અપેક્ષાકૃત અભાવ છે. એવામાં ઉગ્રવાદી સંગઠનમાં ભરતીમાં તેજી છે. ચાના બગીચાઓમાં કોઈ જાહેરમાં માનવા તૈયાર નથી કે તેમનાથી બળજબરીથી ખંડણી વસૂલાઈ રહી છે. કોલ ઈન્ડિયા, ઓએનજીસી, ઓઈ, નિપ્કો વગેરેથી લઈને મોટા કારોબારીઓથી પૈસાની વસૂલીના અહેવાલ મળતા રહે છે. ગત દિવસોમાં વિશેષ પોલીસ મહાનિર્દેશક(લૉ એન્ડ ઓર્ડર) જી.પી.સિંહ નાહર કટિયા નજીક ગેસ્ટહાઉસમાં ઓએનજીસીના અધિકારીઓને ઉલ્ફાથી વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.