• Gujarati News
  • National
  • Ujjain Mahakal || Karanatak Youth Arrested In Fraud Case With Mumbai Latest News And Updates

મહાકાલ મંદિરમાં ઘૂસ્યો મુસ્લિમ યુવક:ભસ્મ આરતીમાં મંત્ર વાંચી ન શકતાં કર્મચારીને શંકા ગઈ અને ઝડપી પાડ્યો, ગર્લફ્રેન્ડે પોતાના ભાઈના આધારકાર્ડ વડે પ્રવેશ અપાવ્યો હતો

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ઉજ્જૈનસ્થિત આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં મુસ્લિમ યુવક હિન્દુ વ્યક્તિના આધારકાર્ડ સાથે મંદિરમાં ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી છે. ભસ્મ આરતીમાં હિન્દુ બનીને પ્રવેશેલા તે મુસ્લિમ યુવકને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કર્ણાટકનો મોહમ્મદ યુનુસ મુલ્લા તેની ગર્લફ્રેન્ડ ખુશ્બૂ યાદવ સાથે ઉજ્જૈન ગયો હતો. તેની પાસે અભિષેક દુબેનું આધારકાર્ડ હતું. એ આધારકાર્ડ વડે તેણે મંદિરમાં એન્ટ્રી લીધી હતી. આરતીમાં હિન્દુ રીતરિવાજોનું યોગ્ય રીતે પાલન ન કરી શકતાં મંદિરના કર્મચારીઓએ તેને પકડી તેની પૂછપરછ કરી હતી. આધારકાર્ડ સાથે ચહેરો ન મળતાં પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને પોલીસની પૂછપરછ બાદ સામે આવ્યું કે તે વ્યક્તિ મુસ્લિમ છે અને ગર્લફ્રેન્ડના ભાઈના આધારકાર્ડ લઈને મંદિરની અંદર પ્રવેશ્યો હતો.

પોલીસે તેની પ્રેમિકાનાં માતા-પિતાને ઉજ્જૈન બોલાવ્યાં છે. ખુશ્બૂ પોતાને મુંબઈમાં ફેશન-ડિઝાઈનર ગણાવે છે. તેનું કહેવું છે કે યુનુસ તેનો વર્કર છે. બુધવારે સવારની ભસ્મ આરતીમાં યુનુસે અભિષેક દુબેના નામથી બુકિંગ કરાવ્યું હતું. ખુશ્બૂએ યુનુસને તેના ભાઈ તરીકે ઓળખાવ્યો હતો. કર્મચારીઓ દ્વારા પૂછવા છતાં યુવતી તેને પોતાનો ભાઈ કહેતી રહી. જ્યારે યુનુસનું અસલી આધારકાર્ડ બહાર આવ્યું ત્યારે વાસ્તવિકતા સામે આવી. પોલીસે આરોપી સામે કલમ 420 હેઠળ ગુનો નોંધ્યો છે. તેને અને તેની ગર્લફ્રેન્ડને કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે.

યુવકનું અસલી આધારકાર્ડ.
યુવકનું અસલી આધારકાર્ડ.
આ આધારકાર્ડ વડે મંદિરમાં પ્રવેશ્યો હતો.
આ આધારકાર્ડ વડે મંદિરમાં પ્રવેશ્યો હતો.

હોટલમાલિકે રૂમ નહોતો આપ્યો
યુનુસ ખુશ્બૂ સાથે મહાકાલ મંદિર પાસેની હોટલમાં રોકાયો હતો. ત્યાં તેણે પોતાનું અસલી આધારકાર્ડ બતાવ્યું હતું. જ્યારે હોટલ સ્ટાફને લવ-જેહાદની શંકા ગઈ તો તેમણે પોલીસને જાણ કરી. આ પછી હોટલમાલિકે બંનેને રૂમ આપવાની ના પાડી દીધી હતી. જોકે ત્યાર બાદ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

યુવકની હરકતો પર શંકા ગઈ હતી
યુનુસ સૌથી આગળની હરોળમાં બેઠો હતો, પરંતુ તેની હરકતો પર કર્મચારિઓને શંકા ગઈ. તે હિન્દુ રીતરિવાજોનું યોગ્ય રીતે પાલન નહોતો કરી રહ્યો. મંત્ર વાંચવામાં અટકાઈ રહ્યો હતો. ત્યાર બાદ યુવકને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી. જ્યારે તેનું આધારકાર્ડ માગવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે તે બીજાનું આધારકાર્ડ લઈને મંદિરમાં ઘૂસ્યો છે અને પોતે મુસ્લિમ છે. આ જાણ થતાંની સાથે જ કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...