તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ujjain Girls Married Brothers Of Textile Trader In Gwalior, Absconding With Rs 8 Lakh Jewelery And Rs 7 Lakh Cash

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ દુલ્હન નહીં, લુંટેરી છે:ઉજ્જૈનની યુવતીઓ ગ્વાલિયરમાં કાપડના વેપારીના ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા, 8 લાખના ઘરેણાં અને 7 લાખ રોકડ લઈને ફરાર

ગ્વાલિયર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને યુવતીઓ પહેલા ઉજ્જૈનમાં પણ છેતરપિંડી કરી ચૂકી છે. - Divya Bhaskar
બંને યુવતીઓ પહેલા ઉજ્જૈનમાં પણ છેતરપિંડી કરી ચૂકી છે.
  • સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ કે તે વૈશ્ય નથી, પરંતુ બીજી જાતિની છે, બંને પહેલા પણ લગ્ન કરી ચૂકી હતી
  • બિઓલા પોલીસ મથકે યુવતીઓ અને લગ્ન કરાવનાર સામે ફરિયાદ નોંધાઈ

ગ્વાલિયરમાં બે લુંટેરી દુલ્હન સામે આવી છે. બંને ઉજ્જૈનની રહેવાસી છે. બંનેએ 3 મહીના પહેલા કાપડના વેપારીના બે ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ઘરેથી 8 લાખ રૂપિયાના ઘરેણાં અને 7 લાખની રોકડ લઈને ફરાર થઈ ગઈ છે.

પીડિત વેપારીએ બિઓલા પોલીસ મથકે બંને વહુઓ, તેનો ભાઈ સંદીપ મિત્તલ, લગ્ન કરાવનાર સહિતના 6 લોકો સામે FIR નોંધાવી છે. લગ્નના સમયે જણાવવામાં આવ્યું હતુ કે, તેમનાં માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું છે. લગ્ન કરાવવાના નામે 7 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે, એક દુલ્હનને તો પહેલેથી જ એક પુત્ર પણ છે. ઉજ્જૈનમાં બંને સામે દગો કરવાની FIR પહેલેથી જ નોંધાવવામાં આવેલી છે.

બિલોઆ પોલીસ મથક વિસ્તારના રહેવાસી નાગેન્દ્ર જૈન કાપડના વેપારી છે. ડિસેમ્બર 2020માં તેમનાં નાના ભાઈઓ દિપક જૈન અને સુમિત જૈનના લગ્ન ઉજ્જૈનની રહેવાસી નંદની મિત્તલ અને રિંકી મિત્તલ સાથે થયા હતા. સંબંધ બંને યુવતીના ભાઈ સંદીપ મિત્તલની સામે નક્કી થયો હતો. આ સંબંધ સમાજના જ બાબુલાલ જૈને નક્કી કરાવ્યો હતો. બંનેની જાતિ વૈશ્ય વાણિયા જણાવવામાં આવી હતી. લગ્ન બાદ નંદની અને રિંકી લગભગ 15 થી 20 દિવસ સુધી સાસરીએ રહી હતી. બાદમાં પોતાને પિયર ચાલી ગઈ હતી.

સસરાના રૂમમાં ગઈ ત્યારે તેમને હાર્ટએટેક આવ્યો
આ પછી તે 9 જાન્યુઆરી 2021 ના રોજ તેના ભાઈઓ સંદીપ મિત્તલ અને આકાશ મિત્તલ સાથે આવી હતી. થોડો સમય રૂમમાં સસરાના સાથે વાત કરી. આ પછી સસરાને હાર્ટએટેક આવ્યો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. સસરાના તેરમાં પછી બંનેએ તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને ઘર છોડીને ચાલી ગઈ હતી.

8 લાખના દાગીના અને 7 લાખની રોકડ લઈને ફરાર
ઘટનાની જાણ ત્યારે થઈ, જ્યારે કેટલાક દિવસ બાડ ટે પરત આવી નહીં. દર વખતે આવવા માટેની માત્ર વાતો જ કરતી રહી. જ્યારે ઘરવાળાને શંકા ગઈ તો રૂમમાં તપાસ કરવામાં આવી. ત્યારે જાણ થઈ કે બંને બહેનો ઘરના તમામ ઘરેણાં અને 7 લાખની રોકડ સમેટીને ફરાર થઈ છે. ઘરેણાંની કિંમત લગભગ 8 લાખ જેટલી છે.

ફેસબુક દ્વારા જાણ થઈ કે લગ્ન કરી ચૂકી હતી નંદની અને રિંકી
અનેકવાર બોલાવવા છતાં જ્યારે બંને ન આવી, ત્યારે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું. ત્યારે જાણ થઈ કે બંનેએ પહેલેથી જ લગ્ન કરેલા છે. નંદનીને તો એક બાળક પણ છે અને તેની ફેસબુક આઈડી નંદની પ્રજાપતિ અને ટીના યાદવના નામે છે, જ્યારે રિંકી મિત્તલનું ફેસબુક આઈડી રિંકી પ્રજાપતિના નામે છે. સંદીપ મિત્તલનું આઈડી સંદીપ શર્મા અને ભાભી રીના મિત્તલનું આઈડી રીના ચંદેલ અને બીજા ભાઈ આકાશ મિત્તલનું આઈડી આકાશ મરાઠીના નામેથી મળ્યા છે. સાથે જ ટે પણ જાણ થીય છે કે ઉજ્જૈનમાં બંને દુલ્હનની સાથે તેમનાં સાથી પર લગ્નના નામે દગો દેવાની ફરિયાદ દાખલ છે.

પોતાને ગરીબ જણાવીને પડાવી ચૂક્યા હતા 7 લાખ રૂપિયા
પીડિત વેપારીએ જણાવ્યુ હતુ કે લગ્ન ઈન્દોર રહેવાસી બાબુલાલ જૈને કરાવ્યા હતા અને તેમણે જણાવ્યુ કે 2012માં પૂર આવવાથી નંદની અને રિંકીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને પરિવાર ગરીબ છે. એટલા માટે બંને તરફના લગ્નનો ખર્ચો ઉપાડતાં અમે તેમને 7 લાખ રૂપિયા રોકડ આપ્યા હતા. પોલીસે રિંકી, નંદની, આકાશ, સંદીપ, રીના અને બાબુલાલ જૈન સને ફરિયાદ દાખલ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો