કોશ્યારીને હવે ઉદ્ધવે આપ્યો જવાબ:કહ્યું- રાજ્યપાલે મહારાષ્ટ્રની દરેક વસ્તુનો આનંદ લીધો, હવે કોલ્હાપુરી ચંપલ પણ દેખાડો

મુંબઈ8 દિવસ પહેલા

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ગુજરાતીઓ અને રાજસ્થાનીઓવાળા નિવેદન પર જવાબ આપ્યો છે. ઉદ્ધવે કહ્યું કે રાજ્યપાલે મહારાષ્ટ્રમાં દરેક વસ્તુનો આનંદ લીધો છે. હવે સમય આવી ગયો છે કે તેઓ કોલ્હાપુરી ચંપલ પર જુએ.

તેમને એમ પણ કહ્યું કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગવર્નરના જે નિવેદન છે, તેને જોઈને એવું લાગે છે કે મહારાષ્ટ્રના નસીબમાં આવા લોકો કેમ આવે છે? કોશ્યારીએ શુક્રવારે કહ્યું હતું કે મુંબઈથી રાજસ્થાનીઓ અને ગુજરાતીઓને કાઢી મૂકવામાં આવે તો અહીં પૈસા વધશે જ નહીં. જે બાદ પક્ષ અને વિપક્ષ બંને દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

ઉદ્ધવે કોશ્યારીના નિવેદન પર જે કહ્યું, તે વાંચો વર્ડ ટૂ વર્ડ...
ઉદ્ધવે કહ્યું, 'તમને ખબર જ હશે કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ લોકડાઉન જેવી સ્થિતિ હતી, લોકોના જીવ જઈ રહ્યાં હતા ત્યારે તેમને સર્વધર્મીય પ્રાર્થના સ્થળ ખોલાવવાની ઉતાવળ કરી હતી. મેં ત્યારે તે વિષયને વધુ ખેંચ્યો નહીં, તેમને જે પત્ર મને મોકલ્યો હતો તેનો જવાબ મેં આપી દીધો. એક મુખ્યમંત્રી તરીકે મેં મારી જવાબદારી પુરી કરી.

આ વચ્ચે સાવિત્રીબાઈ ફુલે પર પણ તેમને ઘણી જ હીન પ્રકારની અને વિચિત્ર ટિપ્પણી કરી હતી અને આજે મહારાષ્ટ્રમાં રહે છે છતાં પણ, એટલે કે મહારાષ્ટ્રમાં તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી છે. બધું જ પુરું કરી દીધું છે, માન મર્યાદા પહેલાં જ તોડી ચુક્યા છે. હવે મહારાષ્ટ્રમાં જ મરાઠી માણસનું અપમાન કરી રહ્યાં છે.

મને લાગે છે મહારાષ્ટ્રના સંસ્કાર છે, પરંપરા છે, મહારાષ્ટ્રમાં ઘણી વસ્તુઓ છે. મહારાષ્ટ્રમાં સુંદર ગુફાઓ છે, પહાડ છે, શિવરાય (છત્રપતી શિવાજી મહારાજ)ગઢ કિલ્લા છે, મહારાષ્ટ્રના પૈઠણી (પૈઠણી સાડી) છે, મહારાષ્ટ્રના કેટલાંક પકવાન છે, આ બધું જ તેમને છેલ્લાં બે-અઢી વર્ષમાં જોઈ જ હશે. બધી સારી જ વસ્તુ જોઈ હશે, પરંતુ કોલ્હાપુરના ચંપલ નહીં જોયા હોય. કોલ્હાપુરનું 'વાહન' પણ તેમને કોઈએ દેખાડવું જોઈએ. કેમકે કોલ્હાપુરનું વાહન પણ મહારાષ્ટ્રનું વૈભવ છે.

હવે તેનો અર્થ કોણ કઈ રીતે કાઢે છે તે જે-તે વ્યક્તિ પર નિર્ભર છે, પરંતુ કોલ્હાપુરી વાહન, કોલ્હાપુર જૂતાં દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેથી એ પણ તેમને દેખાડવાનો સમય આવી ગયો છે. મહારાષ્ટ્રમાં લોકો કયા સંઘર્ષથી બહાર આવ્યા છે, તે જોવા માટે મેં કોલ્હાપુરી ચંપલનો ઉલ્લેખ કર્યો છે.'

રાજ્યપાલ કોશ્યારીએ શું નિવેદન આપ્યું હતું?
રાજ્યપાલે શુક્રવારે મુંબઈના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મારવાડી-ગુજરાતી જ્યાં પણ જાય છે, હોસ્પિટલ, સ્કૂલ સહિતની વસ્તુઓ બનડાવીને વિકાસમાં યોગદાન આપે છે. જો મહારાષ્ટ્રથી ખાસકરીને મુંબઈને થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢવામાં આવે તો અહીં એકપણ રૂપિયો વધશે નહીં અને મુંબઈ આર્થિક રાજધાની તરીકે પણ નહીં ઓળખાય.