• Gujarati News
  • National
  • Uddhav Thackeray Will Not Attend Mamata's Meeting; Rajnath, Nadda Will Hold Talks With Fellow Opposition Leaders

રાષ્ટ્રપતિની ચૂંટણી:મમતાની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે નહીં જાય; રાજનાથ, નડ્ડા સાથી વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરશે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મમતા બેનર્જી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મમતા બેનર્જી - ફાઇલ તસવીર

રાષ્ટ્રપતિની ચૂંટણી મુદ્દે રાજકીય ગરમાગરમી વધી રહી છે. ભાજપ તરફથી તેના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને રાજનાથ સિંહ ઉમેદવાર સંદર્ભે એનડીએના સાથી પક્ષો તેમજ વિપક્ષો સાથે ચર્ચા કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઇએ થશે.

બીજી તરફ, એક દિવસ પૂર્વે જ પ. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિપક્ષી નેતાઓ તથા બિનભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખી 15 જૂને દિલ્હી બેઠકમાં હાજર રહેવા આગ્રહ કર્યો હતો. જોકે, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે મમતાના આવા ‘એકતરફી’ પ્રયાસથી વિપક્ષને નુકસાન થશે.

વિપક્ષોના વરિષ્ઠ નેતાઓ 15 જૂને બેઠકનો પહેલાં જ નિર્ણય લઇ ચૂક્યા હતા. આ ઉપરાંત શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ બેઠકમાં હાજર નહીં રહે. તે સમયે તેઓ અયોધ્યામાં હશે. શિવસેનાના કોઇ વરિષ્ઠ નેતા બેઠકમાં હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...