તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 3 Years Ago Uddhav Used Insulting Words Against Yogi, People Said Why He Was Not Prosecuted

રાણે કન્ટ્રોવર્સી વચ્ચે ઉદ્ધવનું નિવેદન વાઈરલ:3 વર્ષ પહેલા ઉદ્ધવે યોગી વિશે કહ્યું હતું- 'તેમને તો ચપ્પલથી મારવાની જરૂર છે', લોકોએ કહ્યું- તેમના પર કાર્યવાહી શાં માટે નહીં?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2018નો આ વીડિયો શિવસેનાની દશેરાની રેલીનો છે
  • CM યોગી આદિત્યનાથે ખડાઉં પહેરીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ CM ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કહેતા જ સમગ્ર મહારાષ્ટ્રમાં બબાલ શરૂ થઈ ગઈ. ચાર શહેરોમાં તેમની વિરુદ્ધ કેસ નોંધાયો છે. પછીથી નાસિક પોલીસે રાણેની ધરપકડ કરી હતી. આ વાતથી નારાજ શિવસૈનિકોએ મહારાષ્ટ્રના 17થી વધુ શહેરોમાં દેખાવો અને તોડફોડ કરી. આ દરમિયાન શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો એક જૂનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે, જેમાં યોગી આદિત્યનાથને લઈને તે વાંધાજનક વાત કહેતા દેખાઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા ઉદ્ધવે યોગીને કહ્યું હતું કે તેમને તો ચપ્પલથી મારવાની જરૂર છે. લોકોએ આ અંગે કહ્યું હતું કે તે સમયે તેમની પર શાં માટે કાર્યવાહી ન થઈ.

વર્ષ 2018નો આ વીડિયો શિવસેનાની દશેરાની રેલીનો છે. વર્ષ 2018માં સીએમ યોગી આદિત્યનાથે ખડાઉં પહેરીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. તે પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેની પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે યોગી આદિત્યનાથ પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ વીડિયો બહાર આવ્યા પછી હવે સોશિયલ મીડિયામાં તેમના દ્વારા રાણે પર કરવામાં આવેલી કાર્યવાહી પર સવાલ કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં કેટલાક કેટલાક લોકો શિવસેનાને પાખંડ કહી રહ્યાં છે. લોકોએ સવાલ કર્યો કે તેમની પર કાર્યવાહી શાં માટે કરવામાં આવી નથી.

ઉદ્ધવે ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો
ઉદ્ધવે તેમના નિવેદનમાં કહ્યું હતું કે શિવાજી મહારાજની પ્રતિમાની સામે જતા પહેલા ખડાઉં ઉતારવું તે તેમની પ્રત્યે સન્માન જાહેર કરવા સમાન છે અને આ સામાન્ય પ્રક્રિયા છે. સીએમ યોગી આદિત્યનાથે આવું ન કર્યું, તેમની પાસે બીજી શું આશા રાખી શકાય.

ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે આ મુખ્યમંત્રી કેવા કહેવાય? તે એક યોગી છે, આ કારણે તેમણે બધુ છોડી દેવું જોઈએ અને ગુફામાં બેસી જવું જોઈએ. તે મુખ્યમંત્રીની ખુરશી પર છે અને પોતાને યોગી કહે છે. તેણે યુપી અને મહારાષ્ટ્રની વચ્ચેના સંબંધોને સમજવા પડશે. આ યોગી તો ગેસના ગુબ્બારા જેવા છે, જે માત્ર હવામાં ઉડતો રહે છે. આવ્યા અને સીધા જ ચપ્પલ પહેરીને મહારાજની પાસે ગયા. તેમણે ચપ્પલ પહેરી રાખ્યા હતા. મને લાગે છે કે તેમને ચપ્પલથી મારવામાં આવે.

નિવેદન પછી થયો હતો હોબાળો
તેમના આ નિવેદન પછી ઘણો હોબાળો થયો હતો અને ઉત્તરપ્રદેશની હિન્દુ યુવા વાહિની નામના સંગઠને ઉદ્ધવ ઠાકરેને ચંપલ મારનારને 51 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. યોગી આદિત્યનાથે પણ આ અંગે કહ્યું હતું કે મારી અંદર તેમના કરતા વધુ શિષ્ટાચાર છે અને હું જાણુ છું કે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય. મારે તેમની પાસેથી કઈ પણ શીખવાની જરૂર નથી.