તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Uddhav Thackeray: Maharashtra Coronavirus Third Wave | Uddhav Thackeray Government Working On Oxygen

મહારાષ્ટ્ર 'કોવિડ 3.0' માટે તૈયાર:2300 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ વધવાની સંભાવના, 'મિશન ઓક્સિજન આત્મનિર્ભરતા' અંતર્ગત 3 હજાર મેટ્રિક ટન પ્રોડક્શનનો ટાર્ગેટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રની રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેર સામે લડત આપવા માટે 'મિશન ઓક્સિજન આત્મનિર્ભરતા' અભિયાન શરૂ કર્યું હતું. - Divya Bhaskar
મહારાષ્ટ્રની રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેર સામે લડત આપવા માટે 'મિશન ઓક્સિજન આત્મનિર્ભરતા' અભિયાન શરૂ કર્યું હતું.
  • કોરોનાની ત્રીજી લહેરમાં મહારાષ્ટ્રમાં ઓક્સિજનની ડિમાન્ડ 2300 મેટ્રિક ટન સુધી પહોંચી જવાની સંભાવના

મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ત્રીજી લહેર સામે લડત આપવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે અનુમાન લગાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યની અંદર પ્રતિદિવસ 2300 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી શકે છે. આ માંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર અત્યારથી જ પ્રતિદિવસ 3 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવાનું આયોજન કરી રહી છે.

મુખ્યમંત્રી કાર્યાલયથી પ્રાપ્ત થયેલી માહિતીનાં આધારે અત્યારે રાજ્યમાં 1300 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. રાજ્યમાં અત્યારે ઓક્સિજની ડિમાન્ડ 1800 મેટ્રિક ટન આસપાસ રહેલી છે. રાજ્ય સરકારે અવું અનુમાન લગાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યમાં ઓક્સિજનની ડિમાન્ડ 1800થી વધીને 2300 મેટ્રિક ટન સુધી પહોંચી જવાની સંભાવનાઓ રહેલી છે.

મિશન ઓક્સિજન આત્મનિર્ભર અંતર્ગત પ્રોડોક્શનમાં વધારો થશે
ઓક્સિજનની માંગને પૂરી કરવા માટે 'મિશન ઓક્સિજન આત્મનિર્ભરતા' દ્વારા ઉદ્યોગ સમૂહોને વિશેષ પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આની સાથે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ મજબૂત કરવા માટે ઓક્સિજનનું ઉત્પાદન, સ્ટોરેજ, ક્રિટિકલ ગેપ તપાસવાની કાર્યવાહી કરવી, ટ્રાન્સપોર્ટની યોજના બનાવવા સહિત અન્ય ઘણા વિભાગોમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.

દેશમાં વેક્સિનેશન અંગે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંક પર
મહારાષ્ટ્રમાં આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 18 વર્ષથી 44 સુધીનાં લોકોને જો આવરી લઈએ તો કુલ 1.88 કરોડ લોકોનું વેક્સિનેશન થયું છે. આ યાદીમાં 36.55 લાખ બીજો ડોઝ લેવા વાળા લોકોનો પણ સમાવેશ કરાયો છે. મહારાષ્ટ્ર પછી 1.45 કરોડ રાજસ્થાન, 1.44 કરોડ ગુજરાત અને 1.39 કરોડ લોકોનું UPમાં વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

અત્યારે વૈશ્વિક સ્તરે કોરોનાથી મૃત્યુદર 2.08% અને ભારતમાં આ 1.09% છે. જ્યારે મહારાષ્ટ્રમાં મૃત્યુદર 1.49%નો છે. જે ઠાકરે સરકાર માટે એક ચિંતાજનક વિષય છે. બીજી ચિંતાજનક વાત એ છે કે મહારાષ્ટ્રમાં પ્રથમ લહેરની અંદર કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 3.02 લાખની હતી, જ્યારે બીજી લહેરમાં 12 મે સુધીનાં આંકડાઓ પર નજર ફેરવીએ તો તે 5.46 લાખ છે. આમાંથી રાજ્યનાં એકલા 10 જિલ્લામાં જ 64.58% એક્ટિવ દર્દીઓ છે. આ કારણોસર જ ઠાકરે સરકારે અત્યારથી ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ આરંભી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...