• Gujarati News
 • National
 • The Rebel Group Is Busy Forming A Coalition; Shinde Went To Vadodara From Guwahati Via Indore Late At Night, Met Fadnavis

મહારાષ્ટ્રની લડાઈ સુપ્રીમ કોર્ટ પહોંચી LIVE:આદિત્ય ઠાકરેએ કહ્યું- અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ ગઈ; શિંદેએ રાજ ઠાકરેને ફોન કરીને તબિયત પૂછી

મુંબઈ/ગુવાહાટી3 મહિનો પહેલાલેખક: ગુવાહાટીથી મનીષા ભલ્લા અને મુંબઈથી આશીષ રાય
 • સોમવારે સાંજે 6 વાગ્યે ઉદ્ધવની રેલી
 • સંજય રાઉતે કહ્યું- ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈને રહેશો, ચૌપાટી તો આવવું જ પડશે
 • સંજય રાઉતે બળવાખોરોને કહ્યું- તમારા બાપ તો દિલ્હી, નાગપુરમાં છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. 16 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરે આપેલી નોટિસને કોર્ટમાં પડકાર્યો છે. ધારાસભ્યોએ આ મામલે સોમવારે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે. શનિવારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે 16 ધારાસભ્યોને સભ્યતા રદ કરવાની નોટિસ મોકલી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે સાંજે 6 વાગ્યે એક રેલી કાઢશે. આ દરમિયાન તેઓ સ્પીચ પણ આપશે. આ વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ સંકટ બે નિવેદનને કારણે વધુ ગરમાયું છે.

પહેલું નિવેદન સંજય રાઉતનું છે. જેમને કહ્યું કે ગુવાહાટીથી હવે 40 ધારાસભ્યોના શબ મુંબઈ આવશે, જેને પોસ્ટમોર્ટમ માટે વિધાનસભા મોકલીશું. આ નિવેદન દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના DGP અને મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધારાસભ્યોને યોગ્ય સુરક્ષા આપવામાં આવે.

બીજું નિવેદન આદિત્ય ઠાકરેનું છે. જેમને મહારાષ્ટ્ર સરકારને લઈને ખુલાસો કર્યો છે. કહ્યું કે એકનાથ શિંદેને 30 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો.

કેન્દ્રએ 15 બળવાખોર ધારાસભ્યોને CRPFની સુરક્ષા આપી
એકનાથ શિંદે સાથે ગયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y પ્લસ સુરક્ષા આપી છે. હવે તેમને CRPFની સિક્યોરિટી આપવામાં આવશે. આ ધારાસભ્યોના ઘરો પર પણ CRPF તૈનાત કરી દેવાઈ છે. ધારાસભ્યોના ઘરો અને ઓફિસ પર શિવસૈનિકોના હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકીય સંકટના 3 મોટા અપડેટ્સ...
1. શિવસેનાના મંત્રી ઉદય સાવંત ગુવાહાટી રવાના થઈ ગયા છે. સવારથી તેમનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે. સાવંત ઉદ્ધવના નજીકના માનવામાં આવે છે.
2. શિવસેનામાં ઉઠેલા વિદ્રોહને રોકવા માટે ઉદ્ધવના પત્ની રશિમ ઠાકરેએ પણ મોરચો સંભાળ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રશ્મિએ બળવાખોર ધારાસભ્યોની પત્નીઓને મેસેજ મોકલ્યો છે અને કહ્યું છે કે તમારા પતિને મનાવો.
3. દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી જઈ શકે છે, જ્યાં ભાજપમાં આગળની રણનીતિ પર ચર્ચા શક્ય છે. ફડણવીસ શુક્રવારે રાત્રે વડોદરામાં એકનાથ શિંદેને મળ્યા હતા.

શિંદેના પોસ્ટરમાંથી 10 દિવસમાં બાળાસાહેબ ઠાકરે ગાયબ
એકનાથ શિંદેના પોસ્ટરમાંથી 10 દિવસની અંદર બાળાસાહેબ ઠાકરે ગાયબ થઈ ગયા છે. 16 જૂને સોશિયલ મીડિયા પર શિંદેએ એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ અને આદિત્ય જોવા મળી રહ્યાં હતા. તો રવિવારે શિંદેએ જે પોસ્ટર શેર કર્યું છે તેમાં ઉદ્ધવ અને આદિત્યની સાથે બાળાસાહેબ ઠાકરે પણ ગાયબ છે.

રાઉતે બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું
રવિવારે મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષનો છઠ્ઠો દિવસ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે સવારે ટ્વીટ કરીને શિંદે અને બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું હતુ. રાઉતે કહ્યું- ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈને રહેશો, તમારે ચોપાટી તો આવવું જ પડશે. રાઉતે સામનામાં લખેલા એક લેખમાં કહ્યું છે કે શિંદે અને 40 ધારાસભ્યોનો બળવો કરવાનો અર્થ ભૂકંપ નથી. આવા અનેક ભૂકંપના ઝટકાઓ બાદ પણ શિવસેનાનું અસ્તિત્વ અકબંધ રહ્યું છે.

આ દરમિયાન, શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે આજે બપોરે 12 વાગ્યે સમર્થક ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બળવાખોર ધારાસભ્યો 22 જૂનથી ગુવાહાટીની હોટેલ રેડિસન બ્લૂમાં રોકાયા છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી પહોંચી શકે છે.

બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણે શરદ પવાર સાથે મુલાકાત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણે મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સાતે મુલાકાત કરવા પહોંચ્યા હતા.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આજે હોસ્પિટલમાંથી રજા અપાઈ
રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં જ તેઓ કોવિડથી સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

ઉદ્ધવની પત્નીએ મોરચો સંભાળ્યો
શિવસેનામાં બળવા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે પણ મેદાનમાં ઉતરી છે. તેઓ બળવાખોર ધારાસભ્યોની પત્નીઓનો સંપર્ક કરી રહી છે. બીજી તરફ સીએમ ઉદ્ધવ ઠાકરે પણ બળવાખોર ધારાસભ્યોને મેસેજ મોકલી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બળવાખોર ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેના સંદેશના જવાબમાં તેઓ એટલું જ કરી રહ્યા છે કે તેઓ શિવસેના સાથે છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ શાબ્દિક યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. બળવાખોર જૂથે શિવસેના (બાલાસાહેબ)ના નામે નવું નામ પર નવી પાર્ટીની જાહેરાત કરી છે. આ બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના બાલાસાહેબની છે. કોઈને પણ બાલાસાહેબના નામનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. જે બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે શિંદે પર પ્રહાર કરતા કહ્યું હતુ કે બાલાસાહેબ નહીં, તમારા બાપના નામે વોટ માંગો.

શિંદે ગુવાહાટીથી ઈન્દોર થઈને વડોદરા ગયા, ફડણવીસને મળ્યા
મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે બળવાખોર જૂથે રાજકીય ગઠબંધન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શુક્રવારે મોડી રાત્રે એકનાથ શિંદે ગુવાહાટીથી ઈન્દોર થઈ વડોદરા આવ્યા હતા, જ્યાં તેમની મુલાકાત મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ સાથે થઈ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરામાં ફડણવીસ સાથેની મુલાકાત પછી શિંદે મોડી રાત્રે જ ગુવાહાટી પરત ફર્યા હતા. તો શનિવારે સવારે શિંદે જૂથે દાવો કર્યો કે તેમની પાસે 38 ધારાસભ્યોનું સમર્થન છે, જેનાથી પક્ષપલટાનો કાયદો તેમના પર લાગુ નથી થતો.

શિંદેએ MVA ગઠબંધનને અજગર ગણાવ્યું
શનિવારે મોડી સાંજે એકનાથ શિંદેએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું- પ્રિય શિવસૈનિક, સારી રીતે સમજો, મહાવિકાસ અઘાડી (MVA)ની રમતને ઓળખો... ! હું શિવસેના અને શિવસૈનિકોને MVAના અજગરના ભરડામાંથી મુક્ત કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. આ લડાઈ શિવસૈનિકોના ફાયદા માટે છે.

ઉદ્ધવે કહ્યું- બળવાખોર ધારાસભ્યો સળગતા બોમ્બ પર બેઠા છે
શિવસેનાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉદ્ધવે શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું- શિંદે પહેલા નાથ હતા, પરંતુ હવે તેઓ દાસ બની ગયા છે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે બળવાખોર ધારાસભ્યો સળગતા બોમ્બ પર બેઠા છે. બાલાસાહેબનું નામ લઈને કોઈ રાજકારણ નહીં કરી શકે. ઉદ્ધવની બેઠકમાં 6 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા હતા. બળવાખોર જૂથે શિવસેના (બાલાસાહેબ)ના નામે એક નવી પાર્ટી બનાવ્યાની જાહેરાત કરી હતી. આ બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના બાલાસાહેબની છે. બાલાસાહેબના નામનો કોઈને પણ ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.

શિવસૈનિકોએ શિંદેના પુત્રની ઓફિસ પર હુમલો કર્યો
પોલિટિકલ ડ્રામાના પાંચમા દિવસે એટલે કે શનિવારે શિવસેનાના કાર્યકર્તાઓ હિંસા કરી. શિવસૈનિકે પહેલાં પુણેમાં બળવાખોર તાનાજી સાવંતના ઘરે તોડફોડ કરી. જે બાદ શિંદેના પુત્ર તેમજ કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેની ઓફિસ પર પથ્થરમારો કર્યો.

રાઉતે કહ્યું- બાલાસાહેબ નહીં, તમારા બાપના નામે મત માગો
સંજય રાઉતે કહ્યું- શિવસેના આગ છે, આગ સાથે રમત રમશો નહીં. અમે ચુપ છીએ, તેનો અર્થ એ નથી કે અમે નામર્દ છીએ. શિવસૈનિકો રોષે ભરાશે તો બધું સળગાવી દેશે. જનતામાં ગુસ્સો છે અને ગુવાહાટીમાં બેઠેલા લોકોને તે દેખાઈ રહ્યું નથી. બળવાખોરો દ્વારા નવી પાર્ટી સાથે બાલાસાહેબનું નામ જોડવા બાબતે પણ રાઉતે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે બાલાસાહેબ નહીં, તમારા બાપના નામે મત માગો.

મુંબઈમાં શું થઈ રહ્યું છેઃ શિવસેનાની મીટિંગમાં ઉદ્ધવને મળ્યો કાર્યવાહીનો અધિકાર
શિવસેનાની હાઈલેવલની મીટિંગમાં ઉદ્ધવે શિંદે પર જોરદાર હુમલાઓ કર્યા. તેમને કહ્યું- શિંદે પહેલા નાથ હતા હવે દાસ થઈ ગયા છે. ઉદ્ધવે આગળ કહ્યું કે સળગતા બોમ્બ પર બળવાખોર બેઠા છે. બાળાસાહેબનું નામ લઈને કોઈ પોલિટિક્સ નહીં કરી શકે. ઉદ્ધવની મીટિંગમાં 6 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે.

 • શિવસેના બાલાસાહેબની છે અને રહેશે અને કોઈને પણ બાલાસાહેબના નામનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.
 • બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે પાસેથી શિવસેના સંગઠનમાંથી નેતાનું પદ છીનવી લેવું જોઈએ.
 • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
 • મરાઠી અસ્મિતા અને હિન્દુત્વના મુદ્દે શિવસેના વધુ આક્રમક વલણ અપનાવશે
 • ઉદ્ધવ ઠાકરે દ્વારા કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કામ અને ધારાવી મોડલની પ્રશંસા બદલ આભાર માનવામાં આવ્યો હતો.
 • મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી શિવસેનાનો વિજય સંકલ્પ લેવામાં આવ્યો.

ગુવાહાટીમાં શું થઈ રહ્યું છેઃ શિંદે જૂથે બે તૃતિયાંશ બહુમતીનો દાવો રજૂ કર્યો
શિવસેનાના શિંદે જૂથે કહ્યું કે અમે ક્યારેય પાર્ટી નથી છોડી. અમારી પાસે બે તૃતિયાંશ બહુમતી છે અને જેમની પાસે બહુમતી હોય છે, તેમની પાસે જ નેતા ચૂંટવાનો અધિકારી હોય છે. વિધાનસભા ઉપાધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે. શિંદેએ શનિવારે સવારે 38 ધારાસભ્યોની એક યાદી જાહેર કરી હતી.

બળવાખોર ધારાસભ્યો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા દીપક કેસરકરે કહ્યું- અહીંનો ખર્ચ શિંદે ઉઠાવી રહ્યાં છે. કેટલાંક લોકો જાણીજોઈને અમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...