મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ હવે હિંસક બની રહ્યો છે. શુક્રવારે કુર્લા વિસ્તારમાં શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુંડાલકરની ઓફિસમાં કેટલાંક લોકો હુમલો કર્યો. ઓફિસના મેન ગેટ પર તોડફોડ કરી. તેમના પોસ્ટર અને નેમ પ્લેટ તોડી નાખી.
તો અહમદનગરમાં પણ બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેની તસવીર પર કાળો પીંછડો ફેરવવામાં આવ્યો.અહીં ઉદ્ધવના સમર્થકોએ શિંદે વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચારો કર્યા સાથે જ તેમને ગદ્દાર ગણાવ્યા.
સાકીનાકા વિસ્તારમાં બળવાખોર ધારાસભ્ય દિલીપ લાંડેના પોસ્ટર ફાડવામાં આવ્યા છે. લાંડે ગુરુવારે જ ગુવાહાટી પહોંચી ગયા હતા અને શિંદેને પોતાનું સમર્થન આપ્યું હતું. બળવાખોર ધારાસભ્યોના સમર્થકોનો આરોપ છે કે તોડફોડ કરનારા આ લોકો ઉદ્ધવ ઠાકરેના લોકો છે. તોડફોડની ઘટના પછી મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.
ઉદ્ધવ-પવાર વચ્ચે 2 કલાક ચાલેલી મીટિંગ ખતમ
આ તરફ માતોશ્રીમાં મહાવિકાસ અઘાડી ગઠબંધના પ્રમુખ સાથી NCP અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 2 કલાક ચાલેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જેમાં NCP ચીફ શરદ પવાર, ડેપ્યુટી CM અજીત પવાર, કેબિનેટ મિનિસ્ટર જયંત પાટિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ અને સંજય રાઉત સામેલ હતા.
મીડિયા રિપોટ્સ મુજબ મીટિંગમાં પવારે ઉદ્ધવને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 40થી વધુ છે. એવામાં ફ્લોર ટેસ્ટ કરાવવાથી ગઠબંધનની મજાક ઉડશે. રિપોટ્સ મુજબ શરદે ઉદ્ધવને રાજીનામું આપી દેવાની સલાહી આપી છે. તો ઉદ્ધવ ઠાકરેએ શનિવારે બપોરે 1 વાગ્યે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. જેમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે.
ઉદ્ધવે મીટિંગ પછી કહ્યું કે કોંગ્રેસ-NCP આજે અમારું સમર્થન કરી રહ્યાં છે. શરદ પવાર અને સોનિયા ગાંધીએ અમારું સમર્થન કર્યું છે, પરંતુ અમારા લોકો જ અમારી પીઠમાં ખંજર ખોંપી રહ્યાં છે. અમે એવા લોકોને ટિકિટ આપી જેઓ જીતી નહોતા શકતા અને અમે તેમને વિજયી બનાવ્યા. તે લોકોએ અમારી પીઠમાં છરો માર્યો છે.
ઉદ્ધવે કહ્યું- CM હાઉસ છોડ્યું છે, મુખ્યમંત્રીનું પદ નહીં
મહારાષ્ટ્ર રાજકીય સંકટનો ચોથા દિવસે લડાઈ આરપારના મૂડમાં આવી ગઈ છે. માતોશ્રીમાં એક મીટિંગ દરમિયાન શિવસેના ચીફ ઉદ્ધવે કહ્યું કે, ઠાકરેનું નામ લીધા વગર આ લોકો રહી નથી શકતા. એક સમયે શિવસેના માટે મરવાની વાતો કરતા હતા હવે પાર્ટી તોડવાની વાતો કરે છે. મેં સીએમ હાઉસ છોડ્યું, મુખ્યમંત્રી પદ નહીં. જ્યારે બીજી બાજુ ગુવાહાટીથી મુંબઈ માટે નીકળેલા બળવાખોર નેતા એકનાથ શિંદે શહેરમાં 3 કલાક ફરીને પાછા હોટલ આવી ગયા છે.
શિંદે જૂથના 2 અપક્ષ ધારાસભ્ય મહેશ બદલી અને વિનોદ અગ્રવાલે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલાને હટાવવા માટેની નોટિસ મોકલી છે. નરહરિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે સલાહ લીધા વગર અજય ચૌધરીને શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા બનાવી દીધા છે.
5 મોટા અપડેટ્સ...
આજના 4 મોટા નિવેદનો...
1. સંજય રાઉતે કહ્યું- વાતચીતનો સમય પૂરો થઈ ગયો છે. હવે બળવાખોરોને બતાવીશું કે શિવસેના શું છે? હવે અમે હાર નહીં માનીએ. ફ્લોર ટેસ્ટ થયા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે. મુંબઈ આવીને લડો, પછી પરિણામ દેખાશે.
2. આદિત્ય ઠાકરેએ કહ્યું- કોંગ્રેસે દગો આપ્યો હોત તો આટલું ખરાબ ન લાગત; અમારા લોકોએ જ સાથ છોડ્યો છે. ઉદ્ધવજીએ કહ્યું જે જઈ રહ્યાં છે તેમને જવા દો.
3. એકનાથ શિંદેએ કહ્યું- ઉદ્ધવ સરકાર જોખમમાં આવી ગઈ છે. અમારા ધારાસભ્યોને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમને કોઈ ડરાવી શકશે નહીં અમારી પાસે શિવસેનાના 39 અને અપક્ષનાં 14 ધારાસભ્યો છે.
4. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું- ધારાસભ્યો રજા મનાવવા આવ્યા છે. અમે ઉદ્ધવ ઠાકરે જીને પણ કહીશું કે તમે પણ ફરવા માટે આસામ આવો. જો ધારાસભ્યો હોટલ બુક કરાવે તો હું તેમને રોકી ન શકું.
ઉદ્ધવ ઠાકરેની બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના ચોથા દિવસે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદે સાથે બળવો કરનારા લગભગ 40 ધારાસભ્યોના PSO (ખાનગી સચિવ અધિકારીઓ, કમાન્ડો અને કોન્સ્ટેબલ) વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરશે. આ તમામ PSOએ રાજ્ય છોડતી વખતે વહીવટીતંત્ર અને ગુપ્તચર વિભાગને જાણ કરી ન હતી. તેથી તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, CMOએ તમામ જિલ્લા કલેક્ટરોને સંબંધિત જિલ્લાના ધારાસભ્યોના આ અધિકારીઓને કારણ જણાવો નોટિસ ફટકારવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ તરફ શરદ પવાર અને સંજય રાઉતની મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠક પહેલા રાઉતે કહ્યું હતું કે, ભલે કોઈ કાગળ પર મજબૂત હોવાનો દાવો કરે, પરંતુ આગળની પ્રક્રિયા કાયદેસર રીતે જ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર રાજકીય સંકટનો આજે ચોથો દિવસ છે. શિવસેનાના ધારાસભ્યોનો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને છોડીને એકનાથ શિંદે સાથે આવવાનો સિલસિલો ચાલુ છે. શુક્રવાર સવારે શિવસેનાના વધુ બે ધારાસભ્યો મુંબઈથી ગુવાહાટી રવાના થયા છે. જેમા ચાંદીવલીના ધારાસભ્ય દિલીપ લાંડે અને ગુહાગરના ધારાસભ્ય ભાસ્કર જાધવ છે. વધુ 5 અપક્ષ ધારાસભ્યો સાંજ સુધીમાં એકનાથ શિંદે સાથે જોડાય શકે છે.
આમ શિંદે પાસે શિવસેનાના 39 ધારાસભ્યો અને અપક્ષના 14ધારાસભ્યો મળીને કુલ 53 ધારાસભ્યો છે. આ સંખ્યા વધી શકે છે.
મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બંડખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ખુદને ધારાસભ્ય દળના નેતા ઘોષિત કરી દીધા છે. તેમણે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમના સમર્થનમાં 37 ધારાસભ્યોના હસ્તાક્ષર છે. શિંદેએ આ પત્રની એક-એક કોપી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને વિધાન પરિષદના સચિવ રાજેન્દ્ર ભાગવતને પણ મોકલી છે.
મહારાષ્ટ્ર રાજકીય સંકટમાં આજે શું થશે?
લાઈવ અપડેટ્સ....
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શિંદે તમામ ધારાસભ્યોની સાથે વાતચીત કરી રહ્યાં છે. અહીં શિંદેએ ધારાસભ્યોને કહ્યું કે આપણાં દરેક નિર્ણયની સાથે એક મહાશક્તિ, રાષ્ટ્રીય દળ ઊભો છે. શિંદેએ ભાજપનું નામ લીધા વગર કહ્યું કે આપણાં દરેક નિર્ણયની સાથે એક મહાશક્તિ રાષ્ટ્રીય દળ ઊભો છે. તેમને (ભાજપનું નામ લીધા વગર) કહ્યું કે આપણાં દરેક નિર્ણયમાં આપણી સાથે રહેશે. કંઈ પણ ઘટવા નહીં દે.
રાત્રે લગભગ સાડા 9 વાગ્યે ગુવાહાટીની રેડિસ હોટલમાં વધુ 7 લોકો પહોંચ્યા છે. જેમાં બે MLA અને 1 MLC છે. બાકી સ્ટાફ છે. મળતી માહિતી મુજબ બળવાખોર ધારાસભ્યોની સંખ્યા હજુ વધી શકે છે.
તો શિવસેનાના નવનિયુક્ત ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને તે ધારાસભ્ય વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે જે બુધવારે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થયા ન હતા.
ઉદ્ધવે પાર્ટીના મુંબઈ વિભાગના પ્રમુખો સાથે મીટિંગ કરી
એક દિવસ પહેલા સરકારી નિવાસસ્થાન વર્ષા છોડીને માતોશ્રી પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મોડી સાંજે શિવસેનાના મુંબઈ વિભાગના પ્રમુખો સાથે બેઠક કરી છે. ઠાકરેએ પદાધિકારીઓને કહ્યું કે તેઓ BMC ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે. તમામ ફોકસ BMC ચૂંટણી પર જ હોવું જોઈએ. આ સાથે તેમને પાર્ટી સંગઠનને પણ મજબૂત કરવા પર ભાર આપ્યો.
3 મોટા નિવેદન...
1. એકનાથ શિંદેએ બાગી ધારાસભ્યોને કહ્યું- જે કંઈ પણ સુખ-દુઃખ છે, તે આપણાં બધાંનું એક જ છે. તે પછી ગમે તે થઈ જાય, આપણે બધાં એકજૂથ છીએ અને તે પણ આપણાં પોતાના જ છે. તે નેશનલ પાર્ટી છે. તેઓ મહાશક્તિ છે. જેમને આખા પાકિસ્તાન એટલે તમે સમજી રહ્યાં છે, ત્યાં કોણ છે. તેમને મને કહ્યું છે કે તમે જે આ નિર્ણય લીધો છે, તે ઘણો જ ઐતિહાસિક છે. તમારી પાછળ અમારી આખી શક્તિ છે. જો કયાંય કોઈ કચાશ રહી ગઈ તો અમે અનુભવા નહીં દઈએ. આ વાતનું આશ્વાસન તેમને મને આપ્યું છે.
2. શરદ પવારે કહ્યું- સરકાર બચાવવા માટે સંભવિત દરેક પ્રયાસ કરીશું. બળવાખોરોએ મોટી કિંમત ચુકવવી પડશે. સરકાર બહુમતીમાં છે, આ વાત તો વિધાનસભામાં નક્કી થઈ જશે. ઉદ્ધવ ઠાકરેજીએ કહ્યું છે કે મુંબઈ આવીને બળવાખોર વાત કરે. તેઓ મુંબઈ આવશે તો બધુ જ સ્પષ્ટ થઈ જશે. અમે સરકાર બચાવવા માટે સંભવિત દરેક પ્રયાસ કરીશું. જો તેઓ અમને પણ કહેશે કે ગઠબંધનથી અલગ થવું છે તો અમે અલગ પણ થઈ શકીએ છીએ.
3. સંજય રાઉતે કહ્યું- વિચાર વિમર્શથી રસ્તો નીકળી શકે છે. ચર્ચા થઈ શકે છે. ઘરના દરવાજા ખુલા છે. જંગલમાં કેમ ભટકો છો? આવો ગુલામીને બદલે સ્વાભિમાનથી નિર્ણય કરો.
ભાજપ પણ સરકાર બનાવવાની તૈયારીમાં
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર બનાવવા અને આગળની પ્રક્રિયાને લઈને મહારાષ્ટ્ર ભાજપમાં પણ બેઠક શરૂ થઈ ગઈ છે. ભાજપે શિંદેને મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્ય મંત્રી રેન્કની ઓફર આપી છે. સાથે જ કેન્દ્રમાં પણ 2 મંત્રી પદ આપવાની રજૂઆત કરી છે.
ઉદ્ધવની પાસે હવે શું વિકલ્પ છે?
ઉદ્ધવની પાસે હવે 2 વિકલ્પ છે. પહેલો શરદ પવારની વાત માનીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરે. જો કે શિંદે મહાવિકાસ અઘાડીની સાથે સરકારમાં રહેવાનો ઈનકાર કરી ચુક્યા છે. બીજો ફ્લોર ટેસ્ટનો છે. સંજય રાઉત ફ્લોર ટેસ્ટની વાત કરી ચુક્યા છે.
રાજકીય સંકટના પહેલા દિવસે શું-શું થયું?
શિવસેનાના લગભગ 14 ધારાસભ્ય એકનાથ શિંદેની સાથે સૂરત પહોંચ્યા. અહીં તમામ ધારાસભ્ય હોટલ લી મેરેડિયનમાં રોકાયા. ધારાસભ્યોના બળવાને જોતા ઉદ્ધવ ઠાકરેએ બે દૂતને સમજૂતી માટે મોકલ્યા. તો શરદ પવારે કહ્યું શિવસેનાનો આ ઈન્ટરનલ મામલો છે. એક ધારાસભ્ય નીતિન દેશમુખના પત્નીએ અકોલા પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયાં હોવાની રિપોર્ટ નોંધાવી.
રાજકીય સંકટના બીજા દિવસે શું-શું થયું?
રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવે મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડ્યું. ઉદ્ધવે ફેસબુક લાઈવ કરીને કહ્યું- શિંદે મારી સાથે વાત કરે, હું ખુરશીની સાથે જ શિવસેનાના અધ્યક્ષનું પદ પણ છોડી દઈશ. તો શરદ પવારે ઉદ્ધવને સલાહ આપી કે મુખ્યમંત્રી એકનાથ શિંદેને જ બનાવી દો, પાર્ટી તૂટવાથી બચી જશે. આ બાજુ ગુવાહાટીમાં બેઠેલા શિંદેએ શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુને હટાવ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.