• Gujarati News
  • National
  • Aditya Thackeray Said What Happened To Us Sharif, The World Has Become A Scoundrel; Shinde Spoke To Raj Thackeray On The Phone And Asked About His Health

મહારાષ્ટ્ર સંકટ LIVE:બળવાખોર ધારાસભ્યો 12 જુલાઈ સુધી ગુવાહાટીમાં જ રહેશે, ભાજપે પોતાના ધારાસભ્યોને 29 જૂન સુધીમાં મુંબઈ આવવાનું કહ્યું

મુંબઈ/ગુવાહાટી2 મહિનો પહેલાલેખક: ગુવાહાટીથી મનીષા ભલ્લા અને મુંબઈથી આશીષ રાય
  • EDએ સંજય રાઉતને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા
  • ઉદ્ધવે બળવાખોર મંત્રીઓ પાસેથી વિભાગ છીનવી લીધા
  • 'સામના'માં શિવસેનાએ શિંદે જૂથને નર્તક ગણાવ્યું, કહ્યું- 50-50 કરોડમાં તમામ ધારાસભ્યો વેચાયા

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને 12 જુલાઈ સુધી ગુવાહાટીમાં જ રાખવાની તૈયારી છે. ગુવાહાટીની જે હોટલમાં શિંદે જૂથના ધારાસભ્યો રોકાયા છે, તેનું બુકિંગ 12 જુલાઈ સુધી વધારી દેવાયું છે. આ તારીખ સુધી હોટલમાં અન્ય લોકો માટે એકપણ રૂમ ઉપલબ્ધ નથી. સુપ્રીમ કોર્ટ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર જવાબ આપ્યા બાદ 11 જુલાઈએ સુનાવણી કરશે.

તો આ તરફ મહારાષ્ટ્ર ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને 29 જૂન સુધમાં મુંબઈ પહોંચવાનું કહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં ભાજપની કોર ગ્રુપની બેઠક મળી હતી. જે બાદ ધારાસભ્યો માટે આ આદેશ જાહેર થયા છે. આ પહેલાં પાર્ટીના સીનિયર લીડર્સે રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો.

ગુવાહાટીમાં ઉપસ્થિત શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.
ગુવાહાટીમાં ઉપસ્થિત શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.

રાજકીય સ્થિતિ સાથે જોડાયેલાં અપડેટ્સ....

  • મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે સોમવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. તેમની સાથે કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ પણ હતા. બંને નેતાઓ વચ્ચે રાજકીય સ્થિતિને લઈને ચર્ચા થઈ.
  • પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે મહારાષ્ટ્ર ભાજપ કોર કમિટીની બેઠક મળી. જેમાં રાજ્યની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરીને હાલ વેઈટ એન્ટ વોચની રણનીતિ અપનાવવાનો નિર્ણય લેવાયો.
  • મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવાર કોરોના પોઝિટિવ થયા છે. તેમને સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી. આ પહેલા ઉદ્ધવ ઠાકરેને પણ કોરોના થયો હોવાની વાત સામે આવી હતી. જો કે બીજા દિવસે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
  • કોર્ટના નિર્દેશ પછી શિંદે સમર્થકોએ આતિશબાજી કરી. તો બળવાખોર જૂથે ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું પણ માંગ્યું.

શિવસૈનિકોના નિશાને બળવાખોર ધારાસભ્યો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પોલિટિકલ ડ્રામા વચ્ચે અનેક જગ્યાએ શિવસૈનિકોના ઉત્પાતના સમાચાર સામે આવી રહ્યાં છે. સોમવાર બપોરે શિવસૈનિકોએ ગોંદિયાના અપક્ષ ધારાસભ્ય વિનોદ અગ્રવાલની ઓફિસ પર હુમલો કર્યો હતો. તો પુણેમાં શિવસૈનિકોએ બળવાખોર ધારાસભ્યનું પૂતળું બનાવી સરઘસ કાઢ્યું અને શ્મશાન લઈને જઈને તેમના અંતિમ સંસ્કાર કર્યા.

પુણેમાં શ્મશાન ઘાટમાં શિવસૈનિકોએ બળવાખોર ધારાસભ્યોનું પૂતળું લઈને પહોંચ્યા અને તેમના અંતિમ સંસ્કાર કર્યા.

તો ગુવાહાટીમાં ઉપસ્થિત શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું માગ્યું છે. શિંદેની સાથે હાજર દીપક કેસરકરે કહ્યું કે ઉદ્ધવની સરકાર રાજ્યમાં કાયદો-વ્યવસ્થા બનાવવામાં નિષ્ફળ રહી છે. તેથી તેમને રાજીનામું આપી દેવું જોઈએ.

ઉદ્ધવે બળવાખોર મંત્રીઓના ખાતા પાછા ખેંચ્યા
મહારાષ્ટ્રમાં જોવા મળતા રાજકીય સંગ્રામ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે સહિત તમામ બળવાખોર 9 મંત્રીઓના વિભાગ પાછા ખેંચી લીધા છે. આ વિભાગોના કામ બીજા મંત્રીઓને સોંપી દેવાયા છે. શિંદેનો વિભાગ સુભાષ દેસાઈને સોંપાયો છે.

નીચે આપવામાં ટેબલમાં બળવાખોર મંત્રીઓના ખાતા અને પ્રભાર કોને સોંપાય છે, તે જુઓ

નામકયા વિભાગના મંત્રી હતાપ્રભાર કોને સોંપવામાં આવ્યો
1એકનાથ શિંદેઅર્બન ડેવલપમેન્ટ, PWD અને MSRTCસુભાષ દેસાઈ
2ગુલાબરાવ પાટિલજળ સંપદા વિભાગઅનિલ પરબ
3ઉદય સામંતઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ વિભાગઆદિત્ય ઠાકરે
4સંદીપન આસારામ ભુમરેરોજગાર ગેરંટી તથા ફળોત્પાદન મંત્રીશંકર ગડખ
5દાદા ભુસેકૃષિ મંત્રી

સંદીપન રાવ ભુમરે

CMO મુજબ રાજ્ય મંત્રી (ગ્રામીણ) શંભુરાજ દેસાઈના ગૃહ વિભાગની જવાબદારી સંજય બાંસોડેને સોંપાઈ છે. આ રીતે રાજેન્દ્ર પાટિલ, અબ્દુલ સત્તાર અને ઓમપ્રકાશ કડૂને સોંપવામાં આવેલા નાણા, નિયોજન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા, રાજ્ય ઉત્પાદક શુલ્ક, મેડિકલ શિક્ષણ, ટેક્સટાઈલ, સાંસ્કૃતિક કાર્ય અને અન્ય પછાત વર્ગ (OBC) કલ્યાણ વિભાગને રાજ્ય મંત્રી વિશ્વજીત કદમ, સતેજ પાટિલ, પ્રજક્ત તાનપુરકે, અદિતિ તટકરે અને દત્તાત્રેય ભરનેને સોંપાય છે.

થાણેમાં શિંદે સમર્થકોને સંજય રાઉતનું પૂતળું ફુંક્યું

થાણેમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતનું પૂતળું ફુંક્યું એકનાથ શિંદેના સમર્થકોએ.
થાણેમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતનું પૂતળું ફુંક્યું એકનાથ શિંદેના સમર્થકોએ.

શિવસેનામાં ચાલી રહેલા મહાસંકટ વચ્ચે સંજય રાઉત બળવાખોરને લઈને સતત તીખા નિવેદનો આપી રહ્યાં છે. રાઉતે અનેક મર્યાદાઓને સાઈડમાં કરીને એવા નિવેદનો આપ્યા કે જેનાથી બળવાખોર એકનાથ શિંદે સમર્થકો ભડકી ગયા છે. થાણેમાં સોમવારે શિંદેના સમર્થકોએ સંજય રાઉતનું પૂતળું ફુંક્યું. એટલું જ નહીં જલગાંવમાં પણ શિંદે સમર્થક ધારાસભ્ય ગુલાબરાવ પાટિલના સપોર્ટર રસ્તા પર ઉતરી આવ્યા તેમને સંજય રાઉત વિરૂદ્ધ ન માત્ર નિવેદનબાજી કરી પણ તેમનું પૂતળું પણ ફુંક્યું અને જૂતાં-ચંપલથી માર્યા.

સંજય રાઉતની ED દ્વારા આવતીકાલે કરાશે પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેનાના સાંસદ સંજય રાઉતને નોટિસ ફટકારી છે. તેમને પતરા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે 28 જૂનના રોજ બોલાવવામાં આવ્યા છે.

5 એપ્રિલના રોજ આ મામલે EDએ રાઉતની સંપત્તિ એટેચ કરી હતી. આ કેસમાં મહારાષ્ટ્રના બિઝનેસમેન અને રાઉતના નજીકના પ્રવીણ રાઉતની ફેબ્રુઆરીમાં ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી સંજય રાઉતનું નામ પણ આ કેસમાં જોડાયું છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ પાસેથી વિભાગ છીનવી લીધા છે.

કેન્દ્રીય મંત્રી દાનવેએ કહ્યું- વિપક્ષ અમને ફક્ત 2-3 દિવસ વધુ આપે

કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીની હાજરીમાં સરકાર બનાવવાના સંકેત આપ્યા.
કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીની હાજરીમાં સરકાર બનાવવાના સંકેત આપ્યા.

ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રી રાવસાહેબ દાનવેએ એક મીટિંગમાં કહ્યું- અમે માત્ર 2-3 દિવસ વિપક્ષમાં છીએ. પોતાના કાર્યકાળમાં જે કરવાનું છે, ઝડપથી કરો. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ ઉપસ્થિત હતા.

'સામના'માં શિવસેનાએ શિંદે જૂથને નર્તક ગણાવ્યું, કહ્યું- 50-50 કરોડમાં તમામ ધારાસભ્યો વેચાયા
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો આજે 7મો દિવસ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો પર હુમલો કર્યો છે. 'સામના'ના તંત્રીલેખમાં શિંદે જૂથને નર્તક કહેવાયું છે. આ તરફ શિવસેનાના ધારાસભ્ય ઉદયસિંહ રાજપૂતે દાવો કર્યો છે કે શિંદેના જૂથમાં જવા માટે તેમને 50 કરોડની ઓફર કરાઈ છે.

'સામના'માં વધુ લખાયું છે કે જે 15 ધારાસભ્યને કેન્દ્ર દ્વારા સુરક્ષા અપાઈ છે, તેઓ લોકશાહીના રખેવાળ નથી. આ લોકો 50-50 કરોડમાં વેચાયેલા 'બિગ બુલ' છે, જેઓ લોકશાહી માટે કલંકરૂપ છે. ફડણવીસ અને શિંદેની મુલાકાત પર પણ પ્રહારો કરાયા છે.

કેન્દ્રીય મંત્રી દાનવે બોલ્યા-2-3 દિવસ જ અમે વિપક્ષમાં
કેન્દ્ર સરકારમાં મંત્રી રહેલા રાવસાહેબ દાનવેએ એક બેઠકમાં કહ્યું હતું કે અમે માત્ર 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ. તમારા કાર્યકાળમાં જે કરવું છે એ ફટાફટ કરો. તેમના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનવાના સંકેતો મળ્યા છે.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે પણ હાજર હતા.

ઉદ્ધવના 8 મંત્રી ગુવાહાટીમાં
રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એકલા પડી રહ્યા છે. ધારાસભ્ય હોય કે મંત્રી, બધા ધીમે ધીમે શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે. ઉદ્ધવ જૂથમાં શિવસેનાના ત્રણ મંત્રી આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને સુભાષ દેસાઈ જ બચ્યા છે. આદિત્ય ઠાકરેના નજીકના મંત્રી ઉદય સામંત પણ રવિવારે ગુવાહાટી પહોંચી ગયા છે.

મહાવિકાસ આઘાડીની સરકારમાં શિવસેનાના કોટામાંથી મુખ્યમંત્રી ઉપરાંત 11 મંત્રી બનાવાયા હતા.
મહાવિકાસ આઘાડીની સરકારમાં શિવસેનાના કોટામાંથી મુખ્યમંત્રી ઉપરાંત 11 મંત્રી બનાવાયા હતા.

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું રાજકીય સંકટ
મહારાષ્ટ્રમાં રાજકીય ધમસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું છે. 16 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરે આપેલી નોટિસને કોર્ટમાં પડકાર્યો છે. ધારાસભ્યોએ આ મામલે સોમવારે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ આજે આ અંગે સુનાવણી કરશે. શનિવારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે 16 ધારાસભ્યને સભ્યતા રદ કરવાની નોટિસ મોકલી હતી.

તો આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે એકનાથ શિંદેને 20 મેના રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો. કહ્યું- અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ ગઈ... બાળાસાહેબ હોત તો જવાબ આપત.

તો એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી. તેમને રાજ સાથે તેમની તબિયતની વાત કરી. સાથે જ વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ વાત કરી. શિંદેએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને બાળાસાહેબની શિવસેના માટે અમારે મરવું પડે તો અમે તેને અમારું ભાગ્ય સમજીશું.

રાજકીય સંકટનાં 3 મોટાં અપડેટ્સ...
1. શિવસેનાના મંત્રી ઉદય સાવંત ગુવાહાટી પહોંચી ગયા છે. સવારથી તેમનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે. સાવંત ઉદ્ધવના નજીકના માનવામાં આવે છે.
2. શિવસેનામાં ઊઠેલા વિદ્રોહને રોકવા માટે ઉદ્ધવનાં પત્ની રશિમ ઠાકરેએ પણ મોરચો સંભાળ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રશ્મિએ બળવાખોર ધારાસભ્યોની પત્નીઓને મેસેજ મોકલ્યો છે અને કહ્યું છે કે તમારા પતિને મનાવો.
3. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના DGP, મુંબઈ પોલીસ કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખ્યો છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધારાસભ્યોને યોગ્ય સુરક્ષા આપવાની માગ કરી છે. એકનાથ શિંદે સાથે ગયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y પ્લસ સુરક્ષા આપી છે. હવે તેમને CRPFની સિક્યોરિટી આપવામાં આવશે. આ ધારાસભ્યોનાં ઘરો પર પણ CRPF તહેનાત કરી દેવાઈ છે.

રાઉતે કહ્યું- મનથી જીવતા નથી બળવાખોર ધારાસભ્યો
આ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ગુવાહાટીમાં બેઠેલા 40 ધારાસભ્ય જીવતી લાશ જેવા છે. તેઓ ત્યાં તડપી રહ્યા છે. આ 40 લોકો જ્યારે મુંબઈ આવશે તો મનથી જીવતા નહીં હોય, તેમની આત્મા ત્યાં જ રહી જશે.

શિંદેનાં પોસ્ટરમાંથી 10 દિવસમાં બાળાસાહેબ ઠાકરે ગાયબ
એકનાથ શિંદેનાં પોસ્ટરમાંથી 10 દિવસની અંદર બાળાસાહેબ ઠાકરે ગાયબ થઈ ગયા છે. 16 જૂને સોશિયલ મીડિયા પર શિંદેએ એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ અને આદિત્ય જોવા મળી રહ્યા હતા. તો રવિવારે શિંદેએ જે પોસ્ટર શેર કર્યું છે એમાં ઉદ્ધવ અને આદિત્યની સાથે બાળાસાહેબ ઠાકરે પણ ગાયબ છે.

બળવાખોર નેતા એકનાથ શિંદેએ એક વીડિટો ટ્વીટ કર્યો છે, જેમાં બળવાખોર ધારાસભ્ય ભરતશેટ ગોગાવલે કહી રહ્યા છે કે CM ઉદ્ધવ ઠાકરેએ 2.5 વર્ષમાં શિવસેના અને તેના ધારાસભ્યો સાથે કોઈ બેઠક ન કરી, જે 2019માં ચૂંટણી હારી ગયા હતા. એનાથી ઊલટું નાયબ મુખ્યમંત્રીએ તે NCP ઉમેદવારોને ફંડ આપ્યું, જેઓ 2019માં વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા.

શિંદે જૂથ ફ્લોર ટેસ્ટનો સામનો કરવા માટે તૈયાર
એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો દીપક કેસરકરનું કહેવું છે કે કોઈપણ સમયે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલા એકનાથ શિંદે જૂથને માન્યતા મળવી જોઈએ. અમે મહાવિકાસ અઘાડી સરકારની સાથે નહીં જઈએ. એકથી બે ધારાસભ્ય વધુ આવશે અને અમારી સાથે જોડાઈ જશે. તેમના સમર્થન અને અન્ય અપક્ષ ઉમેદવારોની સાથે અમારી સંખ્યા 51 થઈ જશે. અમે 3-4 દિવસમાં કોઈ નિર્ણય પર પહોંચીશું જે બાદ અમે સીધા મહારાષ્ટ્ર પરત ફરીશું.

પોસ્ટરમાંથી 10 દિવસમાં એકનાથ શિંદેના પોસ્ટરમાંથી 10 દિવસની અંદર બાળાસાહેબ ઠાકરે ગાયબ થઈ ગયા છે. 16 જૂને સોશિયલ મીડિયા પર શિંદેએ એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ અને આદિત્ય જોવા મળી રહ્યા હતા. તો રવિવારે શિંદેએ જે પોસ્ટર શેર કર્યું છે એમાં ઉદ્ધવ અને આદિત્યની સાથે બાળાસાહેબ ઠાકરે પણ ગાયબ છે.

16 જૂને શિંદેએ જે પોસ્ટર જાહેર કર્યું હતું એમાં બાળાસાહેબ ઠાકરે પણ હતા, પરંતુ 26 જૂનના પોસ્ટરમાંથી બાળાસાહેબ ઠાકરે ગાયબ જોવા મળ્યા.
16 જૂને શિંદેએ જે પોસ્ટર જાહેર કર્યું હતું એમાં બાળાસાહેબ ઠાકરે પણ હતા, પરંતુ 26 જૂનના પોસ્ટરમાંથી બાળાસાહેબ ઠાકરે ગાયબ જોવા મળ્યા.
અન્ય સમાચારો પણ છે...