શું ફરી નજીક આવી રહ્યા છે ભાજપ-શિવસેના:ઔરંગાબાદમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ગણાવ્યું ભાવી સહયોગી, ફડણવીસ બોલ્યા- રાજનીતિમાં કંઈ પણ શક્ય છે

ઓરંગાબાદએક મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ફરીથી ઘનિષ્ઠતા વધી રહી છે. ઓરંગાબાદમાં એક કાર્યક્રમમાં સામેલ થયેલા CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપના વરિષ્ઠ નેતા અને રેલવે રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવ તરફ જોઈ કહ્યું કે તેઓ મારા અગાઉના અને ભવિષ્યના સહયોગી છે.

તેમના જવાબમાં મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું કે શિવસેના તથા ભાજપ સાથે આવવાથી મતદાતા ખુશ થશે. બન્ને નેતાઓના આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય મોરચે ચર્ચાએ વેગ પકડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 30 વર્ષ સુધી એકબીજાના સાથી રહ્યા બાદ શિવસેના અને ભાજપ વર્ષ 2019માં એક-બીજાથી અલગ થઈ ગયા હતા. CM ઠાકરેના આ નિવેદન બાદ શિવસેના નેતા અને નાણાંમંત્રી અબ્દુલ સત્તારે કહ્યું કે જો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આગામી ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે તો અમે ગઠબંધન કરવા માટે તૈયાર છીએ. જો બન્ને રાજકીય પક્ષ એક સાથે આવે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સારું સંકલન થઈ શકે છે. બન્ને પક્ષ હિંદુત્વની વિચારધારા ધરાવે છે.

રાજકારણમાં કંઈ પણ થઈ શકે છેઃ ફડણવીસ
CM ઠાકરેના આ નિવેદન અગં ભૂતપુર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમની શુભકામના....આ સારી વાત છે. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જોકે ભાજપની ભૂમિકા બિલકુલ સ્પષ્ટ છે. અમે સત્તા તરફ જોઈ રહ્યા નથી. અમે એક સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ.

સંજય રાઉતે પણ મોદીની પ્રશંસા કરી છે
CMના આ નિવેદન બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે અભિનંદન આપ્યા છે. રાઉતે શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવડું વિશાળ કદ ધરાવતા અન્ય કોઈ નેતા ભારતમાં નથી. અટલ બિહારી વાજપેયી બાદ ભાજપને શિખર પર લઈ જવાનું કામ PM મોદીએ કર્યું છે. અગાઉ ભાજપ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવતી હતી, પણ PM મોદીના કાર્યકાળમાં ભાજપને સંપૂર્ણ બહુમતિ મળી છે.