દલિત વિદ્યાર્થીનીઓએ દાળ પીરસી તો કુકે ખાવાનું ફેંકી દીધું:સ્ટુડન્ટ્સે કહ્યું- કુકે અમને કહ્યું કે આ નીચી જાતિના છે, જમવાનું શા માટે ખાઈ રહ્યાં છો?

ઉદયપુર21 દિવસ પહેલા

રાજસ્થાનના ઉદયપુરમાં દલિત વિદ્યાર્થીનીઓએ મિડ ડે મીલ પીરસ્યું તો કુકે જમવાનું ફેંકાવી દીધું હતું. શરમજનક એવો આ મામલો ઉદયપુરની સરકારી સ્કુલનો છે. બંનેએ કુકની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપીને કાર્યવાહીની માંગ કરી છે. આ આરોપી કુકની ધરપકડ કરવામાં આવી છે.

ભારોડી ગામની રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં શુક્રવારે વિદ્યાર્થી ડિમ્પલ મેઘવાલ(13) અને નીમા મેઘવાલ(14)એ સ્કુલમાં મિડ ડે મીલ દરમિયાન દાળ અને રોટલી પીરસી હતી. ડિમ્પલ સાતમા અને નીમા આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે.

આરોપી કુક લાલૂરામ ગુર્જરે ભેદભાવ કરતા વિદ્યાર્થિનીઓને કહ્યું- આ નીતી જાતિની છે, જમવાનું શા માટે ખાઈ રહ્યાં છો? કુકે ઘણાં બાળકો પાસેથી જમવાનું પણ ફેંકાવી દીધું. SC-ST સાથે જોડાયેલા આ મામલાની તપાસ ડેપ્યુટી એસપી ભુપેન્દ્ર સિંહ કરી રહ્યાં છે. આરોપી કુક 55 વર્ષીય લાલૂરામ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે.

ડેપ્યુટી એસપીએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં આરોપી સાચો લાગી રહ્યો છે. લાલૂરામ ગુર્જર અહીં ઘણા વર્ષોથી કામ કરી રહ્યાં હતા. અત્યાર સુધી તે પોતાના પસંદ કરાયેલા બાળકો પાસે જ જમવાનું સર્વ કરાવતો હતો. જોકે શુક્રવારે આ બે બાળકીઓએ દાળ પીરસતા તેણે વાંધો વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થિનીઓએ કહ્યું- દાળ પીરસતા કુકુ નારાજ
બીજી તરફ ડિમ્પલ અને નીમા મેઘવાલે કહ્યું કે સ્કુલ પછી ભોજનના સમયે બાળકો જમવા જઈ રહ્યાં હતા. અમે દાળ પીરસતા કુક લાલૂરામ ગુર્જર નારાજ થઈ ગયો હતો. અમારી સાથે ગાળા-ગાળી પણ કરી હતી. વિદ્યાર્થિનીઓને કહ્યું કે તે નીચી જાતિની છે. તેઓ અડક્યા હોય તે જમવાનું શા માટે ખાઈ રહ્યાં છો? ફેંકી દો. આટલું કહેતા જ બાળકોએ જમવાનું ફેંકી દીધું હતું. લાલૂરામે બાંધેલા લોટ અને બચેલી દાળને ફેંકી દીધી.

અન્ય સમાચારો પણ છે...