માઓવાદી લિન્ક:8 વર્ષની જેલ બાદ DUના પ્રોફેસર વિરુદ્ધનો UAPA કેસ ખોટો ઠર્યો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોમ્બે હાઈકોર્ટે સાઈબાબાને મુક્ત કરવા આદેશ આપ્યો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી.એન.સાઈબાબા અને 5 અન્યોને માઓવાદીઓ સાથે સંબંધ રાખવા મામલે મુક્ત કરી દીધા છે. હાઈકોર્ટે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદે પ્રવૃત્તિ એક્ટ(યુએપીએ)ની કડક જોગવાઈઓ હેઠળ કેસ ચલાવવાની મંજૂરીનો આદેશ કાયદાકીય રીતે ખોટો અને અમાન્ય હતો એટલા માટે નીચલી કોર્ટનો આદેશ અવગણના કરવા અને રદ કરવા લાયક છે.

જસ્ટિસ રોહિત દેવ અને અનિલ પાનસરેએ સાઈબાબાને દોષિત ઠેરવવા અને આજીવન કારાવાસની સજા સંભળાવવાના નીચલી કોર્ટના 2017ના આદેશને પડકારતી અરજી સ્વીકારતા આ વાત કહી હતી. બેન્ચે 101 પાનાનો ચુકાદો સંભળાવતા સાઈબાબાને તાત્કાલિક મુક્ત કરવા આદેશ કર્યો. એનઆઈએએ આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો.

સાઈબાબાની પત્નીએ કહ્યું - વિશ્વાસ હતો કે મુક્ત થશે| સાઈબાબાનાં પત્ની એ.એસ.વસંતકુમારીએ કહ્યું કે વિશ્વાસ હતો કે તેમને મુક્ત કરાશે. કોઈ ગુનો નહોતો અને કોઈ પુરાવા નહોતા. તેમણે કોર્ટનો આભાર માન્યો હતો.

યુએપીએ અંગે હાઈકોર્ટથી લઈને ઈન્ટરપોલ પણ ટિપ્પણી કરી ચૂક્યું છે

  • દિલ્હી હાઈકોર્ટે દિલ્હી રમખાણોને લઈને યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલા 3 કાર્યકરોને જામીન આપતા કહ્યું હતું કે આ આરોપીઓ કોઈ કેસ વિના જ એક વર્ષથી જેલમાં છે.
  • અગાઉ ઇન્ટરપોલે યુએપીએનો દુરુપયોગ થતો હોવાનું જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...