તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Typhoid Spreads On Maharashtra Gujarat Border; Treatment Of Patients In The Tent, If The Stand Was Not Found, Tied To A Stick And Placed In A Bottle

કોરોના વચ્ચે નવી મુશ્કેલી:મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર ટાઇફોઇડ ફેલાયો; તંબુમાં દર્દીઓની સારવાર, સ્ટેન્ડ ન મળ્યું તો લાકડી પર બાંધીને બાટલો ચઢાવ્યો

નંદુરબાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર આવેલાં 10-12 ગામોને ટાઇફોઇડે ઝપેટમાં લીધા
  • દર્દીઓની સારવાર ખુલ્લામાં અને તંબુમાં કરવી પડી રહી છે

મહારાષ્ટ્રના નંદુરબારથી 15 કિમી દૂર આવેલું છે શિવપુર ગામ. ગામમાં પ્રવેશતાં જ રિક્ષાઓ, જીપો અને કારની ભીડ દેખાય છે. આગળ વધતાં ચારેબાજુ દર્દીઓ પડેલા જોવા મળે છે. ક્યાંક તંબુમાં, ક્યાંક વૃક્ષ નીચે. ઝાડ સાથે બોટલ લટકેલી છે. કેટલાક ડોકટરો અને નર્સ પણ દર્દીઓની આજુબાજુ દેખાય છે. આ દર્દી કોરોનાથી સંક્રમિત નથી. અહીં ટાઈફોઈડને કારણે જીવન ખરાબ થઈ ગયું છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ આવેલાં 10-12 ગામોને આ બીમારીએ ઝપેટમાં લઈ લીધા છે. કોરોના વચ્ચે આ રોગ ફાટી નીકળતાં લોકોને પરેશાન કર્યા છે, તેઓ ખૂબ જ ડરી ગયા છે.

આ સમગ્ર પરિવારને ટાઇફોઇડ થઈ ગયો છે. દરેક વ્યક્તિને બાટલો ચઢી રહ્યો છે. ત્યાં કોઈ બાટલો રાખવાનું સ્ટેન્ડ નથી, તો લાકડી પર બાંધીને બાટલો લટકાવવામાં આવ્યો છે.
આ સમગ્ર પરિવારને ટાઇફોઇડ થઈ ગયો છે. દરેક વ્યક્તિને બાટલો ચઢી રહ્યો છે. ત્યાં કોઈ બાટલો રાખવાનું સ્ટેન્ડ નથી, તો લાકડી પર બાંધીને બાટલો લટકાવવામાં આવ્યો છે.

હોસ્પિટલોમાં બેડ કોરોનાના દર્દીઓથી ભરેલાં છે. આવી સ્થિતિમાં, ધનોરા જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓની સારવાર ખુલ્લામાં અને તંબુમાં કરવી પડે છે. ડો.નિલેશ વલવીએ જણાવ્યું હતું કે 15 દિવસમાં ટાઇફોઇડના 900થી વધુ દર્દીઓ આવી ચૂક્યા છે.

ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય ગામોના સેંકડો દર્દીઓ આવવાનો સિલસિલો ચાલુ છે.

મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે આવેલાં ડઝનેક ગામોમાં ટાઇફોઇડ ફેલાયેલો છે. સેંકડો લોકોની સારવાર ચાલી રહી છે અને હજી પણ દર્દીઓ આવવાના અટકી રહ્યા નથી.
મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે આવેલાં ડઝનેક ગામોમાં ટાઇફોઇડ ફેલાયેલો છે. સેંકડો લોકોની સારવાર ચાલી રહી છે અને હજી પણ દર્દીઓ આવવાના અટકી રહ્યા નથી.

જો વાહન ન હોય તો ખાટલા પર સુવડાવીને દર્દીઓને લઈને આવી રહ્યા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે 800 રૂપિયા ચૂકવવા પડે છે. ઘણા એવા પરિવાર છે, જેમાંના 4-5 સભ્યોને ટાઇફાઇડ થઈ ગયો છે. કેટલાક દર્દી વાહનોથી આવી રહ્યા છે, જેમની પાસે કોઈ વ્યવસ્થા નથી, તેમને ખાટલા પર સુવડાઈને પરિવારજનો સારવાર માટે લઈને આવી રહ્યાં છે. હોસ્પિટલ સવારે 11 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. કેટલાક કર્મચારી સભ્યોએ ઇમર્જન્સી માટે રાત પણ રોકાવું પડે છે.

જો દર્દીને બેડ મળ્યો નહીં તો તેઓ જમીન પર જ સારવાર લઈ રહ્યા છે.
જો દર્દીને બેડ મળ્યો નહીં તો તેઓ જમીન પર જ સારવાર લઈ રહ્યા છે.

સામાજિક કાર્યકર્તા રોહિદાસ વલવીએ જણાવ્યું હતું કે 'હું લોય ગામનો છું. મારા સબંધીને ટાઇફોઇડ થઈ ગયો. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ ન કરવામાં આવ્યા, માટે અહીં લાવવામાં આવ્યા છે. સારવાર મળી તો તેમની તબિયતમાં પણ સુધારો થયો છે. શહેરમાં ડોકટરોએ તેમના દરવાજા બંધ કરી દીધા છે. ડો.વલવીએ તંબુમાં એક હોસ્પિટલ શરૂ કરી દીધી છે. જોકે જમીન પર ખુલ્લામાં સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ સારવાર મળી તો રહી છે. આ હોસ્પિટલ દર્દીઓ માટે વરદાન બની છે.