• Gujarati News
  • National
  • Two Young Women Crossing The Road Were Hit By A Police Inspector's Car, One Died On The Spot

હાઈવે પર કારે યુવતીનો ભોગ લીધો:રોડ ક્રોસ કરતી બે યુવતીને પોલીસ ઈન્સ્પેક્ટરે કારથી ટક્કર મારી હવામાં ઉછાળી, એકનું ઘટના સ્થળે મોત

એક મહિનો પહેલા

પંજાબમાં જાલંધર-ફગવાડા હાઈવે પર સોમવારે પોલીસ ઈન્સ્પેક્ટરની કારે બે યુવતિઓને ટક્કર મારી દીધી. આ ઘટના સવારે 8:30 વાગે બની હતી. દુર્ઘટના સમયે બન્ને યુવતિઓ રોડ ક્રોસ કરી રહી હતી. આ ઘટનામાં નવજોત કૌરનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતી ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ હતી.

નવજોત કૌરની તસ્વીર, જેનું આ ઘટનામાં મોત થયું છે
નવજોત કૌરની તસ્વીર, જેનું આ ઘટનામાં મોત થયું છે

આ ટક્કર મારનારી કાર હોશિયારપુરની હતી. તેને પંજાબ પોલીસના ઈન્સ્પેક્ટર અમૃત પાલ સિંહ ચલાવી રહ્યા હતા. તેઓ હરિકે પત્તનમાં ફરજ બનાવે છે. પોલીસે તેમની ધરપકડ કરી કાર કબ્જે કરી લીધી છે.

યુવતીઓને ટક્કર મારનારી કારને પોલીસે જપ્ત કરી લીધી છે
યુવતીઓને ટક્કર મારનારી કારને પોલીસે જપ્ત કરી લીધી છે

આ ટક્કરના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમા એક સફેદ રંગની કાર બે યુવતીને ટક્કર મારતી દેખાય છે. ખૂબ જ ઝડપથી કાર આવી રહી હોવાનું જોઈ યુવતી એકદમ પાછળ હટી જાય છે, તેમ છતાં કાર તેમને ટક્કર મારી દે છે.

કામ માટે ઓટો શોરૂમ જઈ રહી હતી યુવતીઓ
બન્ને યુવતીઓ જાલંધરના એક ઓટો શોરૂમમાં કામ કરતી હતી. તેઓ ઘરેથી શોરૂમ જઈ રહી હતી ત્યારે હાઈવે ક્રોસ કરતી વખતે કારે તેમને ટક્કર મારી હતી.

ઘટના બાદ મૃતક યુવતીના પરિવારજનોએ હાઈવે જામ કરી દીધો હતો. તેમની સાથે અન્ય લોકોએ પણ ધરણા કર્યાં હતા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તેમને સમજાવ્યા હતા. તે સમયે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિકમાં સેનાની એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી.