તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Young Men Stripped Naked And Beaten To Death In A Marketing Yard, People Made A Video Of The Spectacle

રાજસ્થાન:માર્કેટિંગ યાર્ડમાં ચોરીના આરોપમાં બે યુવકને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો, લોકોએ તમાશાનો વીડિયો બનાવ્યો

4 દિવસ પહેલા

રાજસ્થાનના કોટાથી માનવતાને લજાવતી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં ચોરીના આરોપમાં ટોળાંએ બે યુવકોને નગ્ન કરીને જાહેરમાં ઢોરમાર માર્યો હતો. અહીં માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત લસણ અને રાઈનો પાક વેચવા આવ્યો હતો. આ દરમિયાન બે યુવક રાઇનું કટ્ટુ ઉઠાવીને જતાં હતાં. આ દરમિયાન ખેડૂત અને હાજર લોકોએ બન્નેને ઘેરી લીધા હતાં. આ પછી બંને યુવકને પહેલાં નિર્વસ્ત્ર કર્યા અને પછી દોડાવી દોડાવીને માર્યા હતાં. એક તરફ બંને યુવક માફી માગતાં રહ્યા તો સામે ટોળું બેફામ માર મારતું રહ્યું. આ દરમિયાન કેટલાક લોકો મૂકદર્શક બનીને તમાશો જોતાં રહ્યા અને વીડિયો બનાવતાં રહ્યા. મહત્ત્વનું છે કે, આ ઘટના અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...