• Gujarati News
  • National
  • Two Years Ago, Shraddha Had Told The Police In A Letter That 'If Action Is Not Taken, Aftab Will Cut Me Into Pieces'.

ભાસ્કર એક્સક્લૂસિવમેમાં મર્ડર અને સપ્ટેમ્બરમાં આફતાબનો ડ્રામા:ઇન્સ્ટા ચેટ પર શ્રદ્ધાના મિત્રને કહ્યું- તેને કહો કે મને ફોન કરે, આફતાબ સાઇકોલોજિકલી બધાનું ધ્યાન ડાઇવર્ટ કરતો

10 દિવસ પહેલા

હવે શ્રદ્ધા મર્ડર કેસમાં વધુ એક ચેટ સામે આવી છે. શ્રદ્ધા અને આફતાબના કોમન ફ્રેન્ડે આ ચેટ મુંબઈ પોલીસને આપી છે. પોલીસ અનુસાર, આફતાબે કબૂલ્યું છે કે તેણે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી. લગભગ 4 મહિના પછી આફતાબે શ્રદ્ધાના મિત્રને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ કર્યો અને કહ્યું, 'શ્રદ્ધાને કહો કે મને ફોન કરે.'

એવું માનવામાં આવે છે કે આફતાબ બતાવવા માંગતો હતો કે શ્રદ્ધાએ તેને છોડી દીધો છે અને તે તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પછી આફતાબે શ્રદ્ધાના મિત્ર સાથે લગભગ 17 મિનિટ સુધી વાત કરી. તેને કહેતો રહ્યો કે શ્રદ્ધાને કહે કે મને બોલાવે. તે કોમન ફ્રેન્ડ આફતાબના પ્રોફેશનલ એકાઉન્ટને ફોલો કરતો હતો.

મિત્રને પૂછ્યું - કેમ છો, આ દિવસોમાં ક્યાં છો
15 સપ્ટેમ્બરના રોજ, આફતાબે શ્રદ્ધાના આ જ મિત્રને Instagram પર thehungrychokro નામના અંગત એકાઉન્ટથી મેસેજ કર્યો - Bro, Whatsup, where ul been. અર્થ- ભાઈ, કેમ છો, ક્યાં છો આ દિવસોમાં.

આફતાબ તેના અંગત ખાતામાંથી તેના ફૂડ ફોટોગ્રાફી પ્રોફેશનલ એકાઉન્ટ hungrychokro_escapades ને ફોલો કરતો હતો. આ એકાઉન્ટ પર લગભગ 29 હજાર ફોલોઅર્સ હતા. બીજી તરફ, જે કોમન ફ્રેન્ડ દ્વારા આ ચેટ્સ બહાર આવી છે તે પણ આફતાબના પ્રોફેશનલ એકાઉન્ટને ફોલો કરતો હતો.

આફતાબ અને કોમન ફ્રેન્ડ વચ્ચે 17 મિનિટ 33 સેકન્ડની વાતચીત
આફતાબે પહેલા મેસેજ કર્યો અને પછી ઈન્સ્ટાગ્રામ પર જ ઓડિયો કોલ કર્યો. આ કોલ વોટ્સએપ પર જેવો છે તેવો જ છે. આ કોલ કોઈપણ એપ દ્વારા રેકોર્ડ કરી શકાતો નથી.

શક્ય છે કે આફતાબે પ્લાનિંગ સાથે ઈન્સ્ટાગ્રામ પર કોલ કર્યો હોય જેથી કોલ રેકોર્ડ ન થઈ શકે. લગભગ 17 મિનિટ 33 સેકન્ડની વાતચીતમાં આફતાબ કોમન ફ્રેન્ડને સમજાવતો રહ્યો કે જો તે શ્રદ્ધા સાથે વાત કરી રહ્યો હોય તો તેને મને ફોન કરવા કહે.

પાલઘર પોલીસને શ્રદ્ધાએ પત્ર લખ્યો હતો

બુધવારે શ્રદ્ધા હત્યા કેસમાં સૌથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલાં મુંબઈ પોલીસમાં આફતાબના હિંસક વર્તન અંગે ફરિયાદ કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધાએ 23 નવેમ્બર 2020ના રોજ મુંબઈની પાલઘર પોલીસને એક પત્ર લખ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનો લિવ-ઈન પાર્ટનર આફતાબ તેને મારતો હતો. જો સમયસર એક્શન લેવામાં નહીં આવે તો તે તેના ટુકડા કરી દેશે.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધાએ આફતાબની વર્તણૂક તેના પરિવારને પણ જણાવી હતી, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં.

હવે વાંચો શ્રદ્ધાનો આખો પત્ર જે મીડિયામાં સામે આવ્યો...

"મારું નામ શ્રદ્ધા વાલકર છે અને હું 25 વર્ષની છું. હું 26 વર્ષીય આફતાબ અમીન પૂનાવાલાની ફરિયાદ કરવા માગું છું. તે વિજયનગર કોમ્પ્લેક્સના રીગલ એપાર્ટમેન્ટમાં રહે છે. તે મારી સાથે મારઝૂડ કરી અપશબ્દો બોલે છે. આજે તેણે મારું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મને ધમકી આપી હતી અને બ્લેકમેઈલ કરીને કહ્યું, તે મારી નાખશે અને મારા ટુકડા કરી દેશે. તે 6 મહિનાથી મને મારતો હતો, પરંતુ મારી પાસે પોલીસ ફરિયાદ કરાવવાની કોઈ હિંમત ન હતી, કારણ કે તે મને મારી નાખવાની ધમકી આપતો હતો.

આફતાબના પરિવારમાં જાણે છે કે તે મને મારઝૂડ કરતો હતો અને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેના પરિવારને ખબર છે કે અમે સાથે રહીએ છીએ અને તેઓ પણ વીકએન્ડમાં મળવા આવે છે. હું આજ સુધી તેની સાથે રહું છું, કારણ કે અમે ટૂંક સમયમાં લગ્ન કરવાનાં છીએ અને તેનાં પરિવારજનો પણ સંમત થયાં છે. હું હવે તેની સાથે રહેવા માગતી નથી."

શ્રદ્ધા હત્યા કેસમાં લેટેસ્ટ અપડેટ

  • દિલ્હી પોલીસે બુધવારે મુંબઈ જઈને શ્રદ્ધાનાં પરિવારજનોનાં નિવેદનો નોંધ્યાં હતાં. શ્રદ્ધા અને આફતાબના સંબંધોને લઈને સવાલો પૂછવામાં આવ્યા છે.
  • મંગળવારથી રોહિણી ફોરેન્સિક લેબમાં આફતાબનો પોલિગ્રાફી ટેસ્ટ શરૂ થયો છે. આ પ્રક્રિયા લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે.
  • દિલ્હી પોલીસે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની વસઈ ક્રાઈમ બ્રાન્ચમાં આફતાબના ત્રણ મિત્રનાં નિવેદન નોંધ્યાં છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 17 લોકોનાં નિવેદન નોંધ્યાં છે.

અન્ય એક પુરાવોઃ દિલ્હી પોલીસને આફતાબના બાથરૂમની ટાઈલ્સમાંથી મહત્ત્વના પુરાવા મળ્યા છે. ફોરેન્સિક એક્સપર્ટને આ પુરાવાઓ મળ્યા છે. પુરાવા શું છે એ હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી. આ પહેલાં આફતાબના બાથરૂમની ટાઈલ્સ પર પણ લોહીનાં નિશાન જોવા મળ્યાં હતાં. નિષ્ણાતનો રિપોર્ટ આવતાં 2 અઠવાડિયા લાગશે.

અન્ય એક ખુલાસોઃ પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા અને આફતાબનો એક કોમન ફ્રેન્ડ પણ સામે આવ્યો છે, જે ડ્રગ્સ વેચતો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઘણી વખત બ્રેક-અપ થયાં હતાં, જોકે બંનેએ પછીથી સમાધાન કર્યું અને સાથે રહેવાનું શરૂ કર્યું હતું.

શ્રદ્ધાની હત્યા પૂર્વયોજિત કાવતરું: એક્સપર્ટ
અપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડો.સંદીપ વોહરાએ આફતાબના નિવેદનને જુઠ્ઠું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે શ્રદ્ધાની હત્યા ગુસ્સામાં થઈ નથી, પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હતું. શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબે મંગળવારે કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે ગુસ્સામાં તેની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી નાખી. ડો.સંદીપ વોહરાએ કહ્યું, 'હું આફતાબના નિવેદન સાથે સહમત નથી. જ્યારે કોઈ ગુસ્સામાં ગુનો કરે છે તો થોડા સમય પછી તેને પણ પોતાની ભૂલ સમજાય છે. ઘણી વખત એવા અહેવાલો છે કે એક વ્યક્તિએ બીજાને ગોળી મારી અને પછી પોલીસ સ્ટેશન જઈને સરેન્ડર કર્યું. બીજી તરફ, આફતાબ હત્યાના મહિનાઓ સુધી પુરાવાને ખતમ કરતો રહ્યો. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેણે પહેલાંથી જ શ્રદ્ધાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે હત્યા બાદ આફતાબ જે પ્રકારનું કામ કરે છે એ માત્ર માનસિક-રોગી જ કરી શકે છે, સામાન્ય વ્યક્તિ નહીં. એવું લાગે છે કે આફતાબને તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી.