તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Women Smoked And Said, "Drinking Prasadi Water Will Not Cure Corona", A Rumor Spread In The Temple.

મધ્યપ્રદેશ:બે મહિલાએ ધૂણીને કહ્યું, ‘‘પ્રસાદીનું પાણી પીવાથી કોરોના નહીં થાય’’, અફવા ફેલાતાં મંદિરમાં ભીડ ઉમટી

20 દિવસ પહેલા

દેશમાં કોરોનાની બીજી લહેરમાં માંડ-માંડ નવા કેસમાં ઘટાડો થયો છે. દેશના કેટલાક રાજ્યોમાં હજુ પણ આંશિક લોકડાઉન લાગૂ છે, છતાં લોકો તેનું પાલન કરતાં નથી અને એક સાથે ભેગા થઈ કોરોનાને આમંત્રિત કરી રહ્યા છે. આવી જ એક ઘટનાનો વીડિયો મધ્યપ્રદેશના રાજગઢથી સામે આવ્યો છે. અહીં ચાટુખેડા ગામમાં એવી અફવા ફેલાઇ કે, બે મહિલાને માતાજી આવ્યા છે અને તેમની પ્રસાદીનું પાણી પીવાથી કોરોના મટી જશે. આ પછી હજારો લોકોની ભીડ મંદિરમાં ઉમટી હતી. આ દરમિયાન ભેગા થયેલાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ તો ઠીક પણ માસ્ક પણ પહેર્યું નહોતું અને હાથ સાફ કર્યા વગર પાણી પી રહ્યા હતાં. આ વીડિયો સામે આવ્યા પછી રાજગઢના કલેક્ટર નીરજ કુમાર અને એસપી પ્રદીપ શર્માએ તાત્કાલિક એક્શન લઈ લોકોની ભીડ દૂર કરી હતી. આ ઉપરાંત પોલીસે અંધવિશ્વાસ ફેલાવનારી બે મહિલા અને બે પુરુષ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...