તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંજાબ:એક્ટિવા પર જતી બે મહિલાએ કૂતરાંને રોડ પર ઢસડ્યો, જુઓ શૉકિંગ CCTV ફૂટેજ

એક મહિનો પહેલા

પંજાબમાં બે મહિલાઓએ એક કૂતરાંને નિર્દયતાથી રોડ પર ઢસડ્યો હતો. અહીં ફુલ સ્પીડમાં એક્ટિવા પર સવાર બે મહિલાએ એક કૂતરાંને રોડ પર ઢસડ્યો હતો. મહિલાઓની આ કરતૂત શેરીમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આપ જોઈ શકો છો કે, કેવી રીતે એક્ટિવા સવાર મહિલાઓ કૂતરાંને બિદાંસ ઢસડી રહી છે. આ દૃશ્ય જોઈ કેટલાક લોકોએ પીછો કરતાં બંને મહિલાઓ કૂતરાંને રોડ પર જ છોડીને ભાગી ગઈ હતી. આ પછી લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલાં કૂતરાંની તાત્કાલિક સારવાર કરાવી હતી, જો કે થોડાં દિવસ પછી કૂતરાંનું મોત થયું હતું. પોલીસે CCTV ફૂટેજને આધારે બંને મહિલાની ધરપકડ કરી છે. આ ઘટના ગત 20 જૂનની છે, પણ તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...