• Gujarati News
  • National
  • Two Votes Even In The Supreme Court, The Only Option Is To Wait For The Final Ruling On Hijab

ભાસ્કર ઓપિનિયનહિજાબ વિવાદ:સુપ્રીમ કોર્ટમાં પણ બે મત, હિજાબના અંતિમ ચુકાદા માટે રાહ જોવી એ એકમાત્ર વિકલ્પ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિજાબ કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચે તેમના અલગ-અલગ નિર્ણય આપ્યા હતા. એક જજે કહ્યું હતું કે હિજાબ પર પ્રતિબંધનો કોઈ અર્થ નથી, કારણ કે બાળકો અથવા છોકરીઓ માટે પ્રથમ શરત શિક્ષણ છે. શું કપડાંને કારણે શિક્ષણથી વંચિત રહી શકાય?

બીજા જજે કહ્યું હતું કે હિજાબ ન પહેરવાથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે? ના. શું કોલેજ જતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમનાં કપડાં જાતે નક્કી કરી શકે છે? ચોક્કસપણે, પ્રથમ શરત શિક્ષણ છે. તો પછી હિજાબ શા માટે જરૂરી છે? બંને જજની દલીલો તેમના વિચાર પ્રમાણે યોગ્ય છે. હવે સવાલ એ થાય છે કે આગળ શું થશે? હવે આ કેસ ચીફ જસ્ટિસ પાસે જશે. તેઓ નક્કી કરશે કે આગળની સુનાવણી માટે તેમને બંધારણીય બેન્ચને અથવા અન્ય કોઈ બેન્ચને સોંપવામાં આવે.

આગળ શું થવું જોઈએ? એ સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઈરાન જેવા દેશમાં મહિલાઓ અને છોકરીઓ ફરજિયાત હિજાબ પહેરવાથી ડરી રહી છે અને તેઓ કહે છે કે અમે શું પહેરીએ એ અમારી પસંદગી હોવી જોઈએ. અમારો પહેરવેશ નક્કી કરનારા ધાર્મિક કે રાજકીય લોકો કોણ છે?

તેમનું એવું પણ કહેવું છે કે અમે શું ગુનો કર્યો છે કે મોઢું છુપાવીએ? હિજાબ ઉતારીને આપણે આપણી અંદર સ્વતંત્રતા અનુભવીએ છીએ… અને ચોક્કસપણે... આપણે છોકરી કે સ્ત્રી તરીકે આપણા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધોમાંથી મુક્ત થવા માગીએ છીએ. પછી એ સામાજિક હોય કે ધાર્મિક. બીજી તરફ, ભારતમાં હિજાબ પહેરવા માટે સંઘર્ષ થાય છે. આ બંને કેસ એકબીજાથી સંપૂર્ણ વિરુદ્ધ છે.

વાસ્તવમાં ધાર્મિક કેસોમાં જ્યારે રાજકારણ હસ્તક્ષેપ કરે છે ત્યારે સ્થિતિ વધુ વણસી જાય છે. મૂળ ભાવનાઓ તો રાજકીય દળોમાં દટાઈ ગઈ છે. આવા કેસોમાં ધાર્મિક અને રાજકીય દબાણને એક તરફ કરવામાં આવે. સત્યને તેના સાચા સ્વરૂપમાં બહાર લાવવામાં આવે. છેવટે હિજાબ કેસમાં અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટે લેવાનો છે. તે સર્વોપરિ હશે, એ જ સર્વમાન્ય છે.

અન્ય સમાચારો પણ છે...