તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૈદરાબાદ:બાઈકચાલકને બચાવવા જતાં બે ટ્રક સામસામે અથડાઈ, ભયાનક અકસ્માત CCTVમાં કેદ

15 દિવસ પહેલા

હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં ભયાનક અકસ્માત થયો છે. અહીં એક બાઈકચાલકની ભૂલને કારણે બે ટ્રક સામસામે અથડાઈ છે. આ અકસ્માત હિમાયત સાગર ટોલ બૂથ નજીક થયો છે. બેદરકાર બાઈકચાલક અચાનક રોડ પર આવતાં સ્પીડમાં આવતી ટ્રક તેને બચાવવા જાય છે. જો કે, બાઈકચાલકને બચાવવા જતાં સામેથી આવતી ટ્રક પહોંચી જાય છે અને બન્ને વચ્ચે ભયાનક ટક્કર થાય છે. આ ટક્કર એટલી ભયાનક હોય છે કે, અકસ્માત થતાની સાથે જ એક ટ્રક પલટી જાય છે અને બીજી ટ્રક સાવ ફરી જાય છે. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે બાઈકચાલકનો બચાવ થયો છે. સાયબરાબાદ પોલીસે આ અકસ્માતના CCTV ફૂટેજ શૅર કરીને વાહન ચલાવતી વખતે સતર્ક રહેવાની અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો