• Gujarati News
  • National
  • Two Stories About The Death Of A Dalit Child In Jalore; The Students Spoke The Teacher Had Cracked

ગ્રાઉન્ડ રિપોર્ટમાતાએ કહ્યું-માટલાંને સ્પર્શ કર્યો એટલે શિક્ષકે માર્યો:જાલોરમાં દલિત બાળકનાં મૃત્યુ અંગે બે ફાંટા; સ્ટુડન્ટ્સ બોલ્યા-શિક્ષકે ફડાકા માર્યા હતા

3 મહિનો પહેલાલેખક: પૂર્ણિમા બોહરા

રાજસ્થાનના જાલોરમાં સુરાણા ગામમાં સરસ્વતી બાલ વિદ્યામંદિરના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરનારા 9 વર્ષના બાળક ઈન્દ્ર મેઘવાલનું મૃત્યુ મુદ્દો બની ગયું છે. સમગ્ર પ્રકરણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ પર જઈને દરેક પક્ષો સાથે વાતચીત કરી. વાતચીતમાં ઘટનાને લઈને બંને પક્ષની અલગ અલગ થિયરી સામે આવી છે.

એક પક્ષનું કહેવું છે કે પાણીના માટલાંને સ્પર્શ કરવા બદલ શિક્ષક છૈલ સિંહે ઈન્દ્રને એટલો માર માર્યો કે તેનું મૃત્યુ થયું. બીજો પક્ષ તર્ક આપે છે કે સ્કૂલમાં કોઈ માટલું છે જ નહીં. પાણીની એક ટાંકી છે. તેમાંથી જ બધા પાણી પીવે છે. એક તર્ક એ પણ છે કે ઈન્દ્ર અને બીજા બાળકો ચિત્રકળાની બૂકને લઈને ઝઘડો કરી રહ્યા હતા એટલે શિક્ષક છૈલ સિંહે બંનેને ફડાકા માર્યા હતા. સુરાણા ગામમાં ભાસ્કરની ટીમ બાળકોના પરિવાર, શિક્ષક, ક્લાસમેટ્સ, ગામના લોકોને મળી અને વિસ્તારથી વાતો જાણી. વાંચો રિપોર્ટ...

માતા બોલી-દીકરાએ કહ્યું હતું કે શિક્ષકે માટલાંમાંથી પાણી પીધું એટલે માર્યો
સ્કૂલથી પાંચ કિલોમીટર દૂર ઈન્દ્ર મેઘવાલનું ઘર છે. કાચા રસ્તાથી થઈને અમે અહીં પહોંચ્યા. ત્યાં સરકારી કર્મચારીઓ સાથે ગામના લોકોનું ટોળું ઊભું હતું. ખેતરમાં સ્થિત ઘરમાં ઈન્દ્રની માતા અને દાદી મળ્યાં તો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. માતા પવની સાથે ઘટના વિશે વાત કરી તો તેમણે કહ્યું કે- એ દિવસે જ્યારે ઈન્દ્ર સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, શિક્ષકના માટલાંમાંથી પાણી પીધું તો શિક્ષકે તેને માર માર્યો હતો.
માએ કહ્યું કે પોતે ક્યારેય સ્કૂલે નથી ગઈ એટલે સ્કૂલની પાણીની વ્યવસ્થા પણ નથી જોઈ. છેલ્લા ત્રણ વર્ષથી તેનો દીકરો સ્કૂલે જતો હતો, પણ ક્યારેય કોઈ ફરિયાદ કરતો નહીં. મારા પરિવારના બીજા બાળકો પણ આ સ્કૂલમાં જાય છે.
ઈન્દ્રનો મોટો ભાઈ નરેશ પાંચમા ધોરણમાં ભણે છે. નરેશ અને ઈન્દ્ર સાથે જ સ્કૂલે જતા. નરેશે કહ્યું કે, એ દિવસે તે પોતાના ક્લાસમાં હતો. લંચ પછી ઈન્દ્રે તેને કહ્યું કે, શિક્ષકે તેને માર માર્યો છે. તેણે તેના પિતાને પણ આ વાત કરી. એ દિવસથી ઈન્દ્ર બીમાર પડ્યો અને સ્કૂલે નહોતો ગયો.

આ લોકો કહે છે કે માટલાંમાંથી પાણી પીવા પર માર માર્યો તે વાત ખોટી
પાડોશી :
ઈન્દ્રના પાડોશી ગંગા સિંહે કહ્યું કે, બે વર્ષથી ઈન્દ્રનો પરિવાર અમારા પાડોશમાં રહે છે. તેના કાનમાં કોઈ સમસ્યા હતી. રસી જેવું કોઈ પ્રવાહી નીકળતું હતું. ઈલાજ ચાલી રહ્યો હતો. સ્કૂલ સામે દુકાન ચલાવતા ઈન્દ્રરાજે કહ્યું કે, કેટલાય વર્ષોથી છૈલ સિંહ સરને જોઉં છું. તેમણે ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખ્યો. પંદર વર્ષથી દુકાન ચલાવું છું. તેના સામે ક્યારેય કઈ ફરિયાદ નથી થઈ.

મિત્ર : ભાસ્કર ટીમ ઈન્દ્રની સ્કૂલે પહોંચી અને ઈન્દ્રની સાથે અભ્યાસ કરી રહેલા મિત્રો સાથે વાત કરી. ઈન્દ્રની સાથે અભ્યાસ કરનારા મિત્ર રાજેન્દ્રએ જણાવ્યું કે, બે-ત્રણ મહિના પહેલાં તેના કાનમાં રસી આવી રહ્યાં હતાં. હંમેશાં સાથે જ બેસતા હતા. મારો મિત્ર ઈન્દ્ર જ હતો. મેં તેની પાસેથી ચિત્રકળાની કોપી માગી તો તેમણે મનાઈ કરી દીધી.
રાજેન્દ્રએ કહ્યું કે, મેં જ્યારે ઈન્દ્રને કહ્યું કે હું ટીચરને કમ્પલેન કરી દઈશ તો તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો. પછી ટીચરે (છૈલ સિંહે) અમને બંનેને એક-એક ફડાકો માર્યો હતો. એ દિવસ પછી ઈન્દ્ર સ્કૂલે નથી આવ્યો.

શિક્ષકો-સ્ટુડન્ટ્સ બોલ્યા-સ્કૂલમાં કોઈ ભેદભાવ નથી
- સ્કૂલના શિક્ષક અશોક જીનગરે કહ્યું કે 2004થી આ સ્કૂલ ચાલી રહી છે. અહીંયા 60 દલિત બાળકો છે. ક્યારેય આવો બનાવ નથી બન્યો. સ્કૂલમાં બધા સાથે જ ભણે છે.
- સ્કૂલના જૂના સ્ટુડન્ટ અર્જૂને કહ્યું કે 2005થી 2013 સુધી મેં અહીંયા અભ્યાસ કર્યો. ક્યારેય કોઈ ભેદભાવ નથી જોયો. આ વાતને ખોટી રીતે ફેલાવાઈ રહી છે.
- ગામમાં રહેતા હિતેશનું કહેવું છે કે 18 વર્ષથી સ્કૂલ ચાલે છે. મારા પૌત્રો અહીંયા ભણે છે. શિક્ષકો ખૂબ સારો વ્યવહાર કરે છે. અહીંયા દલિત હોય કે કોઈપણ હોય દરેક વર્ગ પરિવારની જેમ રહે છે.
- ખંગારામ મેઘવાલે કહ્યું કે, સ્કૂલમાં દલિત શિક્ષક પણ છે. તેના બાળકો પણ અહીંયા ભણે છે. ક્યારેય કોઈ ફરિયાદ નથી આવી.

બાળકોના પેરેન્ટ્સ બોલ્યા-પાણી માટે એક ટાંકી જ છે
સ્કૂલમાં હાજર શિક્ષકે ભાસ્કરને જણાવ્યું કે પાણી માટે સ્કૂલની અંદર અને બાહર એક-એક ટાંકી બની છે. બધા આ ટાંકીમાંથી જ પાણી પીવે છે. અલગથી કોઈ માટલું રાખવામાં નથી આવ્યું.
એક પેરેન્ટ હરિ સિંહે જણાવ્યું કે, મારા ત્રણ બાળકો અહીંયા પાંચ વર્ષથી ભણી રહ્યા છે. હું બાળકોને મૂકવા આવું છું અને લેવા પણ આવું છું. મેં ક્યારેય અહીંયા નથી જોયું કે કોઈ શિક્ષકે બાળકો સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય. અમે અહીંયા આવીએ તો અને પણ આ ટાંકીમાંથી પાણી પીએ છીએ. પ્રિન્સીપાલના રૂમમાં પણ ક્યારેય અલગ માટલું નથી જોયું.

બાળકો સ્કૂલે જવાથી ડરવા લાગ્યા છે
ભાસ્કર ટીમ સરસ્વતી બાલ વિદ્યા મંદ્ર સ્કૂલ પહોંચી તો ત્યાં કેટલાક બાળકો રમતા હતા. સ્કૂલના શિક્ષકને સાયલા પોલીસ મથકે બોલાવ્યા હતા. એટલે શિક્ષક ત્યાં જવા માટે રવાના થઈ ગયા હતા.
સ્કૂલના ભીમ સિંહે જણાવ્યું કે, ઘટના પછી ઓછા બાળકો આવી રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે બાળકો ડરી ગયા છે. કારણ કે બે દિવસથી સ્કૂલમાં પોલીસના ધામા છે. ત્રીજા ધારણના બાળકો તો શાળાએ જતા જ નથી. સ્કૂલમાં 300 બાળકો છે, પણ હજુ 50 બાળકો જ આવે છે. પોલીસે સોમવારે બાળકોની પૂછપરછ કરી હતી. પરિવારના લોકો પણ બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા.

જાલોર ધારાસભ્યે પણ સવાલ ઉઠાવ્યા
જાલોરના ભાજપના ધારાસભ્ય જોગેશ્વર ગર્ગે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. તેનું કહેવું છે કે જે સ્કૂલમાં આ ઘટના બની તે ખાનગી શાળા છે. સ્કૂલમાં બે પાર્ટનર છે. એક રાજપૂત અને એક મોચી. ત્યાંના સ્ટાફમાં અડધાથી વધારે શિક્ષક SC-ST છે. મેઘવાલ, મોચી અને ભીલ પણ છે. એવામાં સ્ટાફ માટે અલગ અલગ પાણીની વ્યવસ્થા ન થઈ શકે. તેમણે કહ્યું કે, મારા મતે તપાસ રિપોર્ટની રાહ જોવી જોઈએ.

પોલીસની થિયરી શું કહે છે...
જાલોરના SP હર્ષવર્ધન અગ્રવાલે કહ્યું કે મર્ડર અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શિક્ષકની અટકાયત કરાઈ છે. સ્કૂલમાં પાણીની મોટી ટાંકી છે. તેમાથી બધા પાણી પીવે છે. માટલાંવાળી વાતની પુષ્ટિ નથી થઈ.

જેના પર આરોપ છે તે શિક્ષકે શું કહ્યું
જેના પર દલિત બાળકને માર મારવાનો આક્ષેપ છે તે શિક્ષક છૈલ સિંહે કહ્યું કે- બાળકો અંદરો અંદર ઝઘડો કરતા હતા. આના કારણે મેં તમાચો માર્યો. બાળકને કાનમાંથી રસી નીકળવાની સમસ્યા હતી. તેમણે માટલાંને સ્પર્શ કર્યો એટલે માર માર્યો તો વાતથી ઈન્કાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...