તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Two Sisters Of PoK Were Sent Back Home, The Girls Said Indian Army Behaved Very Well, Provided Food

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય સેનાની દરિયાદિલી:PoKની બે બહેનોને ઘરે પરત મોકલવામાં આવી, છોકરીઓએ કહ્યું- ભારતીય સેનાએ ખૂબ સારું વર્તન કર્યું, ભોજન આપ્યુ

જમ્મુ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુંછ સેક્ટરમાં LoC પર માર્ગ ભૂલી કાશ્મીર પહોંચેલી બે બહેનોને સોમવારે ચકન દા બાગ ક્રોસિંગ પોઇન્ટથી તેમના ઘરે પરત મોકલવામાં આવી હતી - Divya Bhaskar
પુંછ સેક્ટરમાં LoC પર માર્ગ ભૂલી કાશ્મીર પહોંચેલી બે બહેનોને સોમવારે ચકન દા બાગ ક્રોસિંગ પોઇન્ટથી તેમના ઘરે પરત મોકલવામાં આવી હતી

પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીર (PoK) માંથી ભૂલથી કાશ્મીરમાં પ્રવેશ કરનારી બે સગી બહેનોને ભારતીય સેનાએ સોમવારે તેમના ઘરે પરત મોકલી હતી. ભારતીય સેનાએ આ બન્ને છોકરીને રવિવારે લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પરથી અટકાયતમાં લીધી હતી. બન્ને છોકરીની ઓળખ 17 વર્ષની લાયબા જબૈર અને 13 વર્ષની સના જબૈર તરીકે કરવામાં આવી હતી.

ઘરે પરત ફરતા પહેલા એક વીડિયોમાં લાયબાએ કહ્યું કે જ્યારે તે ભૂલથી સીમા પર અહીં પહોંચી તો તે ખૂબ જ ડરી ગઈ હતી. તેને લાગ્યુ કે સેના તેને મારી નાંખશે, પણ એવું કંઈ જ ન થયું. સેનાએ તેમની સાથે સારો વ્યવહાર કર્યો છે. પૂછપરછ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરી આપી અને હવે તેને પરત મોકલી રહ્યા છે.

પુંછ સેક્ટરમાં સેનાની નજર પડી હતી
પુંછ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર રહેલા સૈનિકોએ આ બન્ને બહેનને જોઈ હતી અને તેમને આશ્ચર્ય થયું હતું.સૈનિકોએ પહેલા તો બન્ને બહેનોને અટકાયતમાં લીધી હતી.

છોકરીઓને સીમા અંગે જાણકારી ન હતી
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બન્ને બહેનો ફરવા નિકળી હતી. તેમને સીમા વિશે કોઈ માહિતી ન હતી અને અહીં આવી પહોંચી હતી. બન્ને બહેનો PoKના કહુટા તાલુકાના અબ્બાસપુર ગામની રહેવાસી છે.સેનાના PROએ કહ્યું હતું કે બન્ને બહેનો ભૂલથી કાશ્મીરમાં આવી ગઈ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો