તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Two Panelists Did Not Attend The Last Meeting Of Delhi's Oxygen Audit Committee, One Panelist Said This Report Was Based On Bias

ભાસ્કર એક્સક્લૂઝિવ:દિલ્હીના ઓક્સિજન ઑડિટ કમિટીની અંતિમ બેઠકમાં 2 પેનલિસ્ટ ગેરહાજર રહ્યા, જેમાંથી એકે કહ્યું- રિપોર્ટ પૂર્વગ્રહથી પ્રેરિત

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
 • કૉપી લિંક
 • 700 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન રાખવા માટે દિલ્હી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહતું

સુપ્રીમ કોર્ટની ઓક્સિજન ઑડિટ પેનલના વચગાળાના રિપોર્ટ અંગે દિલ્હી સરકાર અને કેન્દ્ર ફરી સામ-સામે આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ વાસ્તવિક જરૂરિયાત કરતા 4 ગણા વધારે ઓક્સિજનના જથ્થાની માગ કરી હતી. દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાએ આ રિપોર્ટના અસ્તિત્વને નકારી કાઢ્યો છે.

ભાસ્કરે આ રિપોર્ટ અંગે દિલ્હીની ઓક્સિજન ઑડિટ કમિટીના સભ્ય સંજય સિંહ સાથે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે બે સભ્યો આ કમિટીની અંતિમ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જેમાંથી એક દિલ્હી સરકારના પ્રિંસિપલ હોમ સેક્રેટરી ભુપેન્દ્ર ભલ્લાએ તો બેઠકમાં જ કહ્યું હતું કે આ રિપોર્ટ પૂર્વગ્રહથી પ્રેરિત છે.

ભાસ્કરને કમિટી મેમ્બર પેટ્રોલિયમ એન્ડ ઓક્સિજન સેફ્ટી ઑર્ગેનાઇઝેશન (PESO)ના સંજય કુમાર સિંહે કહ્યું કે રિપોર્ટ રિયલ ટાઇમ ઓક્સિજન ડિમાંડ પર તૈયાર કરાયો છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા તમામ ફેક્ટ્સનું ઉંડાણ પૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પેનલે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટ તપાસ પછી તેને અંતિમ ઓપ આપશે.

પ્રિન્સિપલ હોમ સેક્રેટરી ભલ્લા અને મેક્સ હેલ્થ કેરના ડૉ. બુદ્ધિરાજાએ છેલ્લી બેઠકમાં ભાગ લીધો નહતો
સંજય સિંહે કહ્યું, 'અમે તમામ પ્રારંભિક બેઠકો સાથે મળીને કરી હતી. જોકે છેલ્લી બેઠકમાં 2 પેનલિસ્ટ્સ, ભૂપેન્દ્ર ભલ્લા અને મેક્સ હેલ્થ કેરના ડાયરેક્ટર ડૉ. સંદીપ બુદ્ધિરાજા 18 મે 2021ના ​​રોજ બેઠકમાં ગેરહાજર હતા. અહેવાલમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયો છે. ભલ્લાજીને લાગ્યું કે આ અહેવાલ બનાવવામાં કેટલાક પૂર્વગ્રહ સામેલ છે.

ભુપેન્દ્ર ભલ્લાએ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા અને હેતુ સામે સવાલ ઉઠાવ્યો
સંજય સિંહે કહ્યું કે પ્રિંસિપલ હોમ સેક્રેટરી ભુપેન્દ્ર ભલ્લાએ કહ્યું હતું કે જેવી રીતે આ રિપોર્ટને તૈયાર કરાયો છે, એ પૂર્વાગ્રહ આધારિત છે. NCTDએ દિલ્હી હાઈકોર્ટ અને દેશની સુપ્રીમ કોર્ટ સામે રાજ્યમાં જરૂરિયાત કરતા ઓછો ઓક્સિજન હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો, એ તાર્કિક નહતો. રિપોર્ટમાં ઓક્સિજન ડિમાંડની જરૂરિયાત અંગે ચર્ચા ના કરી, એ વાતનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કરાયો હતો કે દિલ્હી સરકારના ઓક્સિજનની માગ જરૂર કરતા વધારે હતી.

ભલ્લાએ એમ પણ કહ્યું હતું કે ઓક્સિજન ઑડિટ માટે બનાવવામાં આવેલું પેટા જૂથ તેના હેતુથી ભટકી ગયું છે. આ અહેવાલનો ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે મેડિકલ ઓક્સિજનના સપ્લાઇમાં શા માટે મુશ્કેલીઓ આવી. ઓક્સિજનના ઉપયોગ માટેના સૂત્રની સમીક્ષા કરવી તે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું કાર્ય હતું. પરંતુ તેમના વાસ્તવિક હેતુને ભૂલીને આ બધા જૂથે એ ફોર્મ્યૂલા નક્કી કરવાનું શરૂ કર્યું હતું.

કોણ કોણ પેનલ સામેલ હતા
AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા આ પેનલના વડા હતા. આ સિવાય 4 સભ્યો હતા. દિલ્હી સરકારના પ્રિંસિપલ હોમ સેક્રેટરી ભુપેન્દ્ર ભલ્લા, મેક્સ હેલ્થ કેર ડાયરેક્ટર ડૉ. સંદીપ બુદ્ધિરાજા, યૂનિયન જળ શક્તિ મિનિસ્ટ્રીમાં જોઈન્ટ સેક્રેટરી સુબોધ યાદવ, પેટ્રોલિયમ એન્ડ ઓક્સિજન સપ્લાઈ સેફ્ટી ઓર્ગનાઈઝેશન (PESO)ના સંજય સિંહ.

વચગાળાના અહેવાલમાં શું છે?
પેનલિસ્ટે 14 મેના રોજ ચોથી બેઠક યોજી હતી. આ બેઠકમાં જે તારણો બહાર આવ્યા એના આધારે વાસ્તવિક ઓક્સિજન વપરાશ અને દાવા આધારિત કરાયેલા વપરાશમાં ભારે અંતર જોવા મળ્યું હતું. આ અંતર લગભગ 4 ગણું હતું. એટલે કે, દિલ્હી સરકાર દ્વારા વારંવાર માગમાં સુધારો કર્યા પછી અંતે 1140 મેટ્રિક ટન ઓક્સિજનની માગ વાસ્તવિક જરૂરિયાત (289 મેટ્રિક ટન) કરતા ચાર ગણી વધારે હતી. નેશનલ કેપિટલ પ્રદેશ ઓફ દિલ્હીની હોસ્પિટલો અને રિફિલર્સ કંપની પાસે લિક્વિડ મેડિકલ ઓક્સિજન પર્યાપ્ત જથ્થામાં હતો.

 • 10 મેના રોજ દિલ્હીમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક્સ પોતાની કુલ ક્ષમતાના 71 ટકા સુધી ભરાયા હતા. દિલ્હી સરકારે જે 700 મેટ્રિક ટન વધારે ઓક્સિજનના જથ્થાની માગ કરી હતી, તે જથ્થાને આ ટેન્કર્સમાં ભરવું શક્ય નહતું.
 • દિલ્હીમાં ઓક્સિજનનો એવરેજ વપરાશ 284થી 372 મેટ્રિક ટન વચ્ચે હતો.
 • 700 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સંગ્રહ કરવા માટે દિલ્હી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહતું.
 • મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે ઓક્સિજનની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહતી, પરંતુ તેને ટેન્કરોમાં ભરીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં હતી.
 • દિલ્હી પાસે જરૂરિયાત કરતા વધારે ઓક્સિજન હતો. આનો ઉપયોગ બીજા રાજ્યોમાં કરાઈ શક્યો હોત.
 • 13 મેના રોજ મોટાભાગનો લિક્વિડ ઓક્સિજન પોતાની ક્ષમતાના 75 ટકા ભરાઈ ગયો હતો. કેટલાક ટેન્ક સંપૂર્ણ ભરાઈ ગયા હતા. સવારે 11 વાગ્યે દિલ્હીએ પાણીપતમાં એર લિક્વિડ પ્લાન્ટમાંથી 11 મેટ્રિક ટન ઓક્સિજન ઉપાડ્યું હતું. દિલ્હી સરકારના તમામ ટેન્કરો ભરાઈ ગયા હતા, તેથી સરકારે તેના સપ્લાયર્સને ઓક્સિજનનો પુરવઠો હોલ્ડ પર રાખવા જણાવ્યું હતું.
 • રિપોર્ટમાં જણાવાયું હતું કે LNJP હોસ્પિટલમાં ઘણા કલાકો સુધી ઓક્સિજનના ટેન્કરો ઊભા રહ્યા હતા. આનું મુખ્ય કારણ દિલ્હીમાં સ્ટોરેજ કેપેસિટી કરતા વધુ ઓક્સિજન પહોંચાડવાનું હતું. જેની ફરિયાદ સપ્લાયર કંપનીએ પણ કરી હતી. આવા ઘણા કેસ સામે આવ્યા જેમા ટેન્કર્સને રોકી રખાયા હતા.
 • રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલમાં ઓક્સિજન માપવાના યૂનિટ KL અને MLના તફાવત અંગે મૂંઝવણ હતી. આ કારણોસર પણ ઓક્સિજનની વાસ્તવિક જરૂરિયાત અંગે મૂંઝવણ થઈ શકે છે.

ઓક્સિજન વપરાશની ફોર્મ્યૂલા સામે સવાલો ઉઠ્યા
રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હી સરકારે ભારત સરકારના ઓક્સિજન વપરાશની ફોર્મ્યૂલાને બાયપાસ કર્યો. આ ફોર્મ્યૂલા પ્રમાણે માત્ર 50 ટકા નોન ICU બેડના દર્દીઓ માટે ઓક્સિજનના વપરાશનું અનુમાન લગાવાયું હતું. જ્યારે દિલ્હી સરકારે ઓક્સિજનની ડિમાન્ડ માટે તમામ નોન ICU બેડ્સમાં ઓક્સિજનના વપરાશની ફોર્મ્યૂલા અપનાવી.

અન્ય સમાચારો પણ છે...