તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Two More Bodies Recovered From Tapovan Tunnel Today, Rescue Team Says Still Hope To Rescue Trapped People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચમોલીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો 8મો દિવસ:તપોવનની ટનલમાંથી આજે 12 મૃતદેહ મળ્યા ,આ પૈકી 5 ટનલમાંથી કાઢવામાં આવ્યા; રેસ્ક્યૂ ટીમને સુરંગમાં ફસાયેલા લોકો સુરક્ષિત હોવાની આશા

ચમોલી22 દિવસ પહેલા

રવિવારે ચમોલીના તપોવનમાં રેસ્ક્યૂ ઓપરેશનનો આઠમોં દિવસ છે. આજે અહીં NTPC સ્થિત ટનલમાંથી વધુ 5 મૃતદેહ મળી આવ્યા છે.રૈણી ગામમાંથી પણ 6 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક મૃતદેહ (માનવ અંગ) રુદ્રપ્રયાગથી મળ્યો છે. અત્યાર સુધી મળી આવેલા મૃતદેહોની સંખ્યા 50 પર પહોંચી ગઈ છે. સાંજના સમયે સુરંગની અંદરથી વધુ એક બોડી મળી આવી છે,જેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સવારે બે મૃતદેહો બહાર કાઢ્યા બાદ ટનલમાં બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમે જણાવ્યું હતુ કે અમે હજી પણ ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાની આશા રાખીએ છીએ. ભલે મુશ્કેલીઓ કેટલી પણ હોય. લગભગ 32 જેટલા કામદારો આ ટનલમાં ફસાયા હોવાની આશંકા છે.

આશા એટલા માટે કાયમ
NDRFના કમાન્ડર પી.કે. તિવારીના હવાલથી કેટલાક અહેવાલોમાં કહેવામા આવ્યું છે કે કેટલાક લોકો ટનલની અંદર હજી પણ જીવિત છે. તિવારીએ કહ્યું કે અમે હજી પણ અમારા અનુભવના આધારે નિરાશ નથી થયા. અમને લાગે છે કે ટનલમાં હજી પણ ઓક્સિજન છે અને એવા ગાબડાં પણ જેમાં લોકો જીવતા રહી શકે છે. અમારા 100 થી વધુ વૈજ્ઞાનિકો સતત માર્ગો શોધી રહ્યા છે અને તેના પર તાત્કાલિક અમલ કરવામાં આવી રહ્યો છે.

મુશ્કેલીઓમાં રાહતના સમાચાર
તે એક મોટી રાહતના સમાચાર છે. ગ્લેશિયર તૂટી જવાને કારણે રચાયેલા તળાવથી કોઈ જોખમ નથી. SDRF કમાન્ડન્ટ નવનીત ભુલ્લરે 14 હજાર ફૂટની ઉંચાઇ પર ઋષિગંગામાં બનેલા આ તળાવની સમીક્ષા કરી. આ તળાવની રચના આપત્તિ પછી ગ્લેશિયર તૂટી પડતાં થઈ છે. હવાઈ દ્રશ્ય અને ઉપગ્રહની તસવીર સામે આવ્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવૈ રહી હતી કે તળાવમાથી અચાનક પાણી વહી શકે છે અને ફરીથી પૂર જેવી પરિસ્થિતિ સરજાઈ શકે છે. નવનીતે તળાવની નજીકથી જ એક વીડિયો બનાવીને જાહેર કર્યો છે. તેમને જણાવ્યુ હતું કે તળાવમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં રહ્યું છે,એવામાં કોઈ જોખમ નથી.

હજી પણ 166 લોકો ગુમ છે, સર્ચ ઓપરેશન ઝડપી
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બાદ કુલ 206 લોકો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. 166 લોકોની શોધ હજી ચાલુ છે. ઋષિગંગા, ધૌલીગાંગા અને આસપાસની નદીઓમાં લોકોની શોધખોળ કામગીરી ઝડપી બનાવાઇ છે.

ડ્રોન અને રિમોટ સેન્સરની પણ મદદ લેવામાં આવી રહી
બચાવ ટીમ આ ટનલની અંદરની જગ્યા જાણવા ડ્રોન અને રિમોટ સેન્સિંગ ડિવાઇસીસની મદદ લઈ રહી છે. આ ટનલની લંબાઈ લગભગ અઢી કિલોમીટર છે. તેનો મોટો ભાગ દુર્ઘટનાના કારણે કાટમાળથી ભરેલો પડેલો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો