તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Two Minors Were Married In A Village In Rajasthan, One Was Groomed And The Other Was Made More.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશીઓ માટે વિચિત્ર રિવાજ:રાજસ્થાનના ગામમાં બે સગીર યુવકના લગ્ન કરાવવામાં આવ્યા, એકને વરરાજા અને બીજાને વધૂ બનાવીને કાઢી શોભાયાત્રા

બાંસવાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુલ્હા-દુલ્હન બનેલા યુવકોને ચોકલેટ, આઈસ્ક્રિમ અને રૂપિયા ઉપરાંત કોરોનાથી બચવા માટે માસ્ક પણ ભેટરૂપ આપવામાં આવ્યા
  • 90 વર્ષ પહેલાં આ પરંપરાનું પાલન ન થતાં દુધાળુ જાનવરોનાં મોત નિપજ્યા ત્યારથી અવિરતપણે આ પરંપરાનું પાલન થાય છે

રાજસ્થાનના બાંસવાડાના એક ગામમાં બુધવારે એક લગ્ન થયા. રસપ્રદ વાત એ હતી કે લગ્ન છોકરા-છોકરી વચ્ચે નહીં, પરંતુ બે સગીર વયના છોકરાઓ વચ્ચે જ થયા. એકને વરરાજા અને બીજાને વધૂની જેમ તૈયાર કરીને શોભાયાત્રા કાઢવામાં આવી. આ લગ્ન ગામની એક પરંપરાને પૂરા કરવા માટે કરવામાં આવ્યા. બાંસવાડાના આદિવાસી માને છે કે છોકરાઓના લગ્નથી ખુશાલી આવે છે અને આ ખુશાલી માટે આદિવાસી વિસ્તાર બડોદિયા ગામમાં આ લગ્ન કરાવવામાં આવ્યા.

ગામનું વાતાવરણ એક લગ્ન સમારંભ જેવું હતું. દુલ્હન બનેલા યુવકને સાડી પહેરાવવામાં આવી, શ્રૃંગાર પણ કરવામાં આવ્યો. મંડપ સજાવવામાં આવ્યો, ઢોલ વાગ્યા, પંડિતે વિધિ-વિધાનથી લગ્ન કરાવ્યા. દુલ્હન બનેલા યુવકને મંગલસૂત્ર પહેરાવાની સેથો પણ પુરવામાં આવ્યો જે બાદ સાત ફેરા પણ ફેરવવામાં આવ્યા હતા. અંતે કન્યાદાનની વિધિ પણ કરવામાં આવી. આ લગ્ન અડધી રાત્રે થયા. દુલ્હન બનેલા રાજ અને દુલ્હા બનેલા માનસે આ પરંપરાને રાજીખુશીથી માની અને તેને અનુસરી પણ હતી.

દુલ્હા-દુલ્હન બનેલા યુવકોએ માસ્ક પહેરીને એક બીજાના વરમાળા પહેરાવી, જ્યારે અન્ય લોકો સમારંભમાં માસ્ક વગર જ નજરે પડ્યા.
દુલ્હા-દુલ્હન બનેલા યુવકોએ માસ્ક પહેરીને એક બીજાના વરમાળા પહેરાવી, જ્યારે અન્ય લોકો સમારંભમાં માસ્ક વગર જ નજરે પડ્યા.

ઢોલ વાગવાનો અર્થ કપલ મળી ગયું, લગ્ન પછી ઘરે પરત ફર્યા તો લગ્ન ફોક
રાતના સન્નાટા વચ્ચે યુવકોની ટોળી સગીર વયના યુવકોને શોધવા માટે નીકળ્યા. જ્યારે બંને યુવક મળી ગયા તો તમામ અન્ય યુવકો ગીત ગાતા, નાચીને ખુશી મનાવવા લાગ્યા. ઢોલ વગાડીને સંદેશો આપ્યો કે દંપતિ મળી ગયું છે. જે બાદ ગામના લોકો લગ્નમાં સામેલ થવા માટે પહોંચ્વા લાગ્યા. બંને યુવકોને ગામના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં લાવવામાં આવ્યા. જ્યાં ગામના સરપંચે લગ્નના આદેશ આપ્યા અને વિધિ શરૂ થઈ.

લગ્ન પછી રાત્રે જ પતિ-પત્નીની શોભાયાત્રા કાઢવામાં આવી. યુવકોએ ફાગણ ગીત ગાયા. દુલ્હા-દુલ્હન બનેલા યુવકોને ચોકલેટ, આઈસ્ક્રિમ અને રૂપિયા ઉપરાંત કોરોનાથી બચવા માટે માસ્ક પણ ભેટરૂપ આપવામાં આવ્યા. શોભાયાત્રા ખતમ થયા બાદ દુલ્હા-દુલ્હન પોતપોતાના ઘરે જતા રહે છે. જે બાદ લગ્નને ફોક ગણવામાં આવે છે.

90 વર્ષ પહેલાં ઢોર-ઢાંખરના અકાળે મૃત્યુ થતા પરંપરા શરૂ થઈ
ગામના સરપંચ જણાવે છે કે પહેલાં ગામમાં ખેડુવા જાતિના લોકો રહેતા હતા. આ ગામમાં ઠીક વચ્ચે એક નાળું વહેતું હતું, જે ગામના બે ભાગ કરતા હતા. પહેલાં બંને ભાગમાંથી છોકરાની પસંદગી કરી લગ્ન કરાવવામાં આવતા હતા. લગભગ 90 વર્ષ પહેલાં હોળીના એક દિવસ પહેલાં જ્યારે આ વિધિને પૂરી કરવાની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે જોરદાર વરસાદ પડ્યો. આ કારણે લગ્ન ન થઈ શક્યા. તેના થોડાં દિવસ બાદ ગામમાં 200થી વધુ દુધાળુ પશુઓના મોત નિપજ્યા. ગ્રામીઓએ આ પરંપરાનું પાલન ન થયું તે શ્રાપ લાગ્યો તેવું માનવા લાગ્યા. જે બાદથી આ પરંપરા ચાલી રહી છે.

ક્યારેક ક્યારેક યુવકને ઘરમાંથી ઉઠાવાને લાવવામાં આવે છે, જો કે પરિવારના લોકો તેનો વિરોધ નથી કરતા. ગામના મુખિયા કહે છે કે આ પરંપરામાં છોકરા અને તેના પરિવારના લોકોની સહમતી હોય છે. કોઈ પણ પ્રકારનું દબાણ નથી કરવામાં આવતું. કાલિંજરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મહિપાલ સિંહનું કહેવું છે કે સગીરના લગ્ન એક ગુનો છે. પરંતુ કોઈ પ્રતિકાત્મક પરંપરાને યોગ્ય રીતે પૂરી કરવામાં આવે છે અને તેનાથી કોઈને વાંધો નથી ત્યારે વાત કંઈક જુદી જ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો