તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Girls Were Electrocuted As They Went Down The Tinshed To Escape The Rain, And Three More Died Trying To Escape.

ગાઝિયાબાદ... વીજ કરંટથી 5ના મોતના CCTV:વરસાદથી બચવા માટે ટીનશેડ નીચે જતાં જ બે બાળકીઓને લાગ્યો વીજ કરંટ, તેને બચાવવા જતાં વધુ ત્રણના મોત

ગાઝિયાબાદ19 દિવસ પહેલા
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે સૌથી પહેલા બાળકીઓ ટીનશેડની તરફ જાય છે. બાદમાં તેને બચાવવા માટે લોકો દોડે છે.
  • વીજ કરંટ લાગવાના કારણે એક પછી એક કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા
  • તમામ મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે

ગાઝિયાબાદમાં વીજ કરંટ લાગવાથી થયેલા 5 લોકોના મોતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ટીનશેડનો પાઇપ પકડીને બે બાળકીઓને અને પછી તેમને બચાવવાના પ્રયાસમાં વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. દરેક વ્યક્તિ તડપી રહી હતી અને ઘરના બાકીના લોકો કંઇ જ કરી શકયા ન હતા.

શું છે સમગ્ર ઘટના
બુધવારે એક સપ્ટેમ્બરે સવારે 9.49 વાગ્યાની ઘટના છે. એક બાળક રાકેશ માર્ગ પર શેરી નંબર-9ની સામે રમેશ કિરાણા સ્ટોર્સ પર સમાન ખરીદી રહ્યું હતું. આ દરમિયાન એક નાની બાળકી પોતાની નાની બહેનને તેડીને છત્રી લઈને રસ્તા પર જઈ રહી હતી. રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી અને ભારે વરસાદના કારણે તે થોડીવાર ઊભા રહેવા માટે દુકાનના ટીનશેડની નીચે જાય છે. જેવી જ તે ટીનશેડની નીચે જવા માટે ત્યાં લગાવાયેલા લોખંડના પાઈપને પકડે છે એવો જ બંનેને વીજ કરંટ લાગે છે અને બંને બાળકીઓ નીચે પડી જાય છે.

આ જોઈને, દુકાન પર માલ ખરીદતો છોકરો ડરીને ભાગી જાય છે. લગભગ 50 મીટરના અંતરે ઉભેલો એક માણસ આ બધું જોઈ રહ્યો હતો. તે તરત જ દોડીને છોકરીઓ પાસે પહોંચે છે. જેવો જ તે ટીનશેડના પાઇપને સ્પર્શ કરે છે, તે તરત જ ઝટકા સાથે નીચે પડી જાય છે. આ જોઈને તેના ઘરની બીજી એક મહિલા દોડે છે અને તે પણ ટીનશેડ પાઈપને પકડાતાંની સાથે જ પડી જાય છે. એવી રીતે વીજ કરંટ લાગવાના કારણે એક પછી એક કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વીજ કરંટથી મૃત્યુ પામેલાઓમાં માતા-પુત્રી, અન્ય બે બાળકીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે.

વીજ કરંટથી મૃત્યુ પામેલાઓમાં માતા પુત્રી, અન્ય બે બાળકીઓ અને એક યુવક સામેલ છે.
વીજ કરંટથી મૃત્યુ પામેલાઓમાં માતા પુત્રી, અન્ય બે બાળકીઓ અને એક યુવક સામેલ છે.

જીવ બચાવવા માટે ખભા પર લઈને દોડ્યા લોકો
આ ઘટના બાદ તરત જ બીજો વીડિયો સામે આવ્યો છે. આમાં, વીજ પુરવઠો બંધ કર્યા પછી, કેવી રીતે લોકો બાળકો અને મહિલાઓને ખભા પર લઈને સારવાર માટે દોડતા જોવા મળે છે. તેઓ આવી રહ્યા છે, કેવી રીતે બૂમો પાડી રહ્યા છે, લોકો વરસાદના પાણીમાં કોઈક રીતે ઘાયલોનો જીવ બચાવવા દોડી રહ્યા છે - આ બધું વીડિયોમાં કેદ થઈ ગયું છે.

આ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

નામ

વય

પિતા/પતિ

લક્ષ્મી

24

બદ્રીનારાયણ

જાનકી ઉર્ફે સીતા

35

રાજકુમાર (પતિ)

ખુશી

10

અખિલેશ

સુરભી

04

રાજકુમાર

સિમરન

10

વિનોદ

મૃતકોના પરિવારજનોને વળતર, તપાસ સમિતિની રચના
ગાઝિયાબાદના ડીએમ રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે તમામ મૃતકો મૂળ બિહારના મધુબનીના રહેવાસી છે. તે અહીં ભાડે રહેતો હતો અને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બધા મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ સમગ્ર મામલામાં તપાસ રિપોર્ટ માંગ્યો છે. આથી ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. વહેલી તકે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.