• Gujarati News
  • National
  • Two Friends Stranded In Flood Waters, Onlookers Screamed, Horrific Scenes Of Assam Captured On Camera

સેલ્ફી લેતાં લેતાં મોત આવ્યું:પૂરનાં પાણીમાં બે મિત્રો તણાયા, નજરે જોનારા લોકો ચીસો પાડી ગયા, આસામનાં ભયાનક દૃશ્યો કેમેરામાં કેદ

12 દિવસ પહેલા

આસામમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. આ દરમિયાન રવિવારે રાજ્યના કામરૂપ જિલ્લાના રંગિયામાં એક અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સેલ્ફી લેતી વખતે શાળાના બે બાળકો પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, પાણીથી ભરાયેલા રસ્તા ઉપર ચાર લોકો સેલ્ફી લઈ રહ્યાં હતા, ત્યારે પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો જેના કારણે તેમાંથી બે પાણીમાં વહી ગયા. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે તણાયેલા બાળકો શોધખોળ કરી જેમાં તણાયેલા બાળકોની જુમાન દાસ અને હિમાંશુ દાસ તરીકે ઓળખ થઈ હતી. આ બંન્ને 10માં ધોરણમાં ભણતા હતા.

અન્ય સમાચારો પણ છે...