• Gujarati News
  • National
  • Two Friends From Pune Started A Ready to cook Food Startup In The Last Lockdown, Now Have A Business Of Rs 1.5 Lakh Per Month.

આજની પોઝિટિવ સ્ટોરી:પુણેની બે મિત્રોએ ગત લોકડાઉનમાં રેડી ટુ કૂક ફૂડનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, હવે દર મહિને 1.5 લાખનો બિઝનેસ થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્કિંગ પ્રોફેશનલ્સ અથવા બેચલર્સ અવારનવાર લંચ અને ડિનર સંબંધિત સમસ્યાનો સામનો કરે છે. ઘણા લોકો નોકરી-ધંધાને કારણે રસોઈ બનાવવામાં અસમર્થ હોય છે તો તેવા લોકોને હોટલમાં જમવા જવું પડે છે. ઘરથી દૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોરોના દરમિયાન આ મુશ્કેલી વધી ગઈ હતી, કારણ કે ત્યારે તો હોટલ પણ બંધ હતી.

આ મુશ્કેલીનો ઉપાય લાવવા માટે પુણેસ્થિત અકાંક્ષા અને ખુશ્બૂએ એક વર્ષ પહેલાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જેમાં રેડી ટુ કૂક મોડલ પર તેઓ એવાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરી રહી છે, જે ખૂબ ટૂંકા સમયમાં તૈયાર થઈ શકે છે. એક પછી એક લોકડાઉન આવ્યું હોવા છતાં તેઓ દર મહિને દોઢ લાખનો બિઝનેસ કરે છે.

30 વર્ષની ખુશ્બૂ પ્રોફેશનલ CA છે, જ્યારે 27 વર્ષની આકાંક્ષાએ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. બંને પાડોશી છે.

ઓફિસ જવાની જલદીમાં રસોઈ બનાવવી મુશ્કેલ

30 વર્ષની ખુશ્બૂ પ્રોફેશનલ CA છે અને આકાંક્ષાએ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે.
30 વર્ષની ખુશ્બૂ પ્રોફેશનલ CA છે અને આકાંક્ષાએ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે.

આકાંક્ષાએ કહ્યું હતું કે અમે બંને નોકરી કરીએ છીએ. અમારે રોજ સવારે ઓફિસ જતાં પહેલાં અને આવ્યા પછી રસોઈ બનાવવાનું ટેન્શન રહેતું હતું. ઘણીવાર સમય ના મળે તો અમે કેન્ટીનમાં કે હોટલમાં જમી લેતા હતા.

ખુશ્બૂએ કહ્યું હતું, એક દિવસ અમે નોર્મલ વાતો કરતા હતા, ત્યારે રસોઈ બનાવવાનો ટોપિક બહાર આવ્યો હતો. અમારે બંનેને રસોઈ બનાવવામાં મુશ્કેલીઓ સામે આવતી હતી. અમને લાગ્યું કે અમારી જેમ ઘણા લોકોને આવી મુશ્કેલી થતી હશે, જેથી અમે ફૂડ બિઝનેસને પ્રોફેશનલ લેવલ પર શરૂ કરવા વિચાર કર્યો હતો.

ઈડલી-ઢોંસાનું બેટર બનાવવાથી બિઝનેસની શરૂઆત કરી
ત્યાર પછી બંનેએ થોડા દિવસો સાથે મળીને સંશોધન કર્યું, તેમણે કેટલાક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર ઓછા સમયમાં તૈયાર થઈ શકે એવી પદ્ધતિ શોધી કાઢી હતી. જુદાં જુદાં ઉત્પાદનોના નમૂના લેવા અને લેબના પરીક્ષણ કર્યા પછી બંનેએ તેમની નોકરી છોડીને જસ્ટ કૂક નામનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેમણે ઇડલી-ઢોંસાના બેટર રૂપે બિઝનેસની શરૂઆત કરી.

આ સમયે કોરોના મહામારી પીક પર હતી. તેમને પણ ઘણીવાર રિસોર્સીઝ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ લોકડાઉન અને મહામારીમાં તેમના બિઝનેસને વેગ મળ્યો હતો. જે લોકો રસોઈ બનાવી શકવા માટે સક્ષમ નહોતા તેવા લોકોએ આ પ્રોડક્ટની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. અમારી પ્રોડક્ટમાં કોઇપણ પ્રકારનું કેમિકલ હોતું નથી.

આકાંક્ષાને માર્કેટમાંથી સારો રિસ્પોન્સ મળે છે.
આકાંક્ષાને માર્કેટમાંથી સારો રિસ્પોન્સ મળે છે.

પાંચ લાખના બજેટથી શરૂઆત
ખુશ્બૂએ કહ્યું હતું કે અમે આ બિઝનેસ ઘેરબેઠાં જ શરૂ કર્યો હતો. જ્યારે અમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધી ગઈ હતી ત્યારથી અમે પુણેમાં એક વેરહાઉસ ભાડે રાખ્યું હતું. અમે અહીં લોકોને નોકરી પર પણ રાખ્યા અને કંપની રજિસ્ટર કર્યાની સાથે લાઇસન્સ પણ લઈ લીધું હતું. આ તમામ પ્રોસેસમાં અમારા 5 લાખ રૂપિયા વપરાયા હતા.

જોકે અમે આ રકમ ટૂંકા સમયગાળામાં રિકવર કરી લીધી હતી. અમને હવે 20 લાખ રૂપિયાનું ફંડ પણ મળ્યું છે. ધીરે-ધીરે અમારા ગ્રાહકો અને આવક વધી રહ્યાં છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમે 10 હજારથી વધુ ગ્રાહકો સુધી પહોંચ્યા છીએ. હમણાં અમારી પાસે 5 ઉત્પાદન છે, જેમ કે ઢોકળા, ઇડલી ઢોંસા બેટર, હેલ્દી નાસ્તાઓ, ચટણી. 7 લોકોની ટીમ અમારી સાથે કામ કરી રહી છે.

આકાંક્ષા અને ખુશ્બૂ સંયુક્તપણે દેશમાં પાંચ ઉત્પાદનનું માર્કેટિંગ કરી રહી છે.
આકાંક્ષા અને ખુશ્બૂ સંયુક્તપણે દેશમાં પાંચ ઉત્પાદનનું માર્કેટિંગ કરી રહી છે.

સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કર્યું
અમે અમારા મિત્રવર્તુળમાં પ્રોડક્ટ શેર કરી અને ત્યાર પછી તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા પણ કહ્યું હતું. આમ, સમય જતાં લોકો પણ અમારી સાથે જોડાતા ગયા અને અમારો બિઝનેસ શરૂ થઈ ગયો હતો. આ બિઝનેસની પબ્લિસિટીમાં માઉથ ટુ માઉથ પબ્લિશિંગે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ત્યાર પછી અમે ઓનાલાઇન માર્કેટિંગ શરૂ કર્યું હતું. એમેઝોન, ફ્લિપકાર્ટ અને વ્હોટ્સએપથી પણ ગ્રાહકો અમારી પ્રોડક્ટને ખરીદી શકે છે. તાજેતરમાં જ અમે ઘણા લોકોને રિટેલરશિપ આપી છે. 15થી વધુ સુપર માર્કેટ પણ અમારી પ્રોડક્ટનું વેચાણ કરે છે. બીજા ઘણા વેપારીઓ પણ અમારા કોન્ટેક્ટમાં છે.

15થી વધુ સુપર મોલમાં આ પ્રોડક્ટ વેચાય છે.
15થી વધુ સુપર મોલમાં આ પ્રોડક્ટ વેચાય છે.

આ રેડી ટુ કૂક ફૂડ કેવું હોય, કેમ આની માગ વધી?
રેડી ટુ કૂક, એટલે કે જેને બનાવવામાં બહુ સમય ના ખર્ચ થાય, જેમ કે આપણે ઇડલી બનાવવી છે, તો સૌથી પહેલા એનું બેટર બનાવવું પડે છે. આ બેટર બનાવવામાં જ કલાકોનો સમય લાગી જાય છે, પરંતુ જો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હશો તો ગણતરીની મિનિટમાં બેટર અને ઇડલી બની જશે. આવી જ રીતે ચટણી જેવી પ્રોડક્ટો પણ ઝડપથી વેચાય છે.

કોરોનાકાળમાં રેડી ટુ કૂક ફૂડની માગમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે ગત વર્ષે રેડી ટુ કૂક કબાબ, મેરિનેટેડ મીટ અને સીફૂડ બિઝનેસમાં બમણો ગ્રોથ જોવા મળ્યો છે. RedSeer Consulting and Researchના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીમાં લોકો બહાર જમવા નહોતા જઈ શક્યા, જેથી આવી ફૂડ આઇટેમ્સમાં લોકો વધુ ખર્ચો કરવા લાગ્યા. રેડી ટુ કૂક ફૂડના વેચાણમાં 61%નો વધારો જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં ઈડલીના બેટર અને પનીરનું વેચાણ વધારે થયું છે.

અન્ય સમાચારો પણ છે...