UPમાં પાકિસ્તાની કહીને મુસ્લિમ યુવકોની લમધાર્યાં, VIDEO:નશામાં ધુત બે આરોપીઓએ ઈમામ અને ફેરિયા પાસે ધાર્મિક નારા લગાવ્યા, બંનેની ધરપકડ

ગાઝિયાબાદએક મહિનો પહેલા

UPના ગાઝિયાબાદમાં બે મુસ્લિમ યુવકોને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મસ્જિદના ઈમામ અને બીજો ફેરિયો છે. નશામાં ધુત બે યુવકોએ તેમને રોકીને પાકિસ્તાની અને બોમ્બ વિસ્ફોટના ષડયંત્રકારી કહીને માર્યા હતા. જેમને સ્થાનિકોએ બચાવ્યા હતા. આરોપીઓનું નામ સની અને સચિન છે. પોલીસે તેમના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ નોંધી ધરપકડ કરી છે.

ઘટના મોદીનગરના સોંદા વિસ્તારની છે. વીડિયોમાં જોવા મળતા બંને યુવક સ્કૂટી પર છે. તેઓ નશામાં ધુત છે. પહેલાં તેઓ એક મસ્જિદના ઈમામને રોકે છે. તેમને પાકિસ્તાની ગણાવીને મારે છે. થોડી વાર પછી ફેરિયો આવે છે. બંને તેના પર આરોપ લગાવે છે કે તે બોમ્બ ફોડવાના ષડયંત્રમાં સામેલ છે. જે બાદ બંને તેની સાથે મારામારી કરે છે.

ઈમામે કહ્યું- ફડાકા માર્યા અને કહ્યું મારી નાખીશું
સંજયપુરી મસ્જિદના ઈમામ અસઝદે જણાવ્યું, "1લી સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યે હું અસરની નમાઝ પઢીને બુદાના સોંદા માર્ગ પર ફરી રહ્યો હતો. દારુના નશામાં ધુત સ્કૂટ સવાર બે યુવકોએ ગૌશાળા નજીક મને રોક્યો. મને ભારત માતા કી જય અને જયશ્રી રામના નારા લગાડવાનું કહ્યું. મને થપ્પડ પણ મારવા લાગ્યા. મારી નાખવાની ધમકી પણ આપી. તે લોકોએ મને કહ્યું કે જો એવું નહીં બોલે તો મને મારીને ખેતરમાં ફેંકી દેશે. હું ડરી ગયો. જેમતેમ કરીને શેરડીના ખેતરમાં ઘુસી ગયો. મેં મસ્જિદના મુતવલ્લી ફુરકાનને ફોન કરીને સમગ્ર વાત જણાવી. યુપી-112 પર પણ જાણ કરી. મુતવલ્લી અનેક લોકોને લઈને ત્યાં આવ્યા, ત્યાર બાદ હું ખેતરમાંથી બહાર નીકળ્યો."

ફેરિયાએ કહ્યું- મને માર માર્યો અને હું હાથ જોડતો રહ્યો
તો આ તરફ ઈમામ પછી મારપીટનો શિકાર થયો ફેરિયો. કપડાં વેચનારા સદાકતે જણાવ્યું, "1 સપ્ટેમ્બરે હું કપડાં વેંચીને પાછો ફરી રહ્યો હતો. આ દરમિયાન બુદાના સોંદા માર્ગ પર ઘણી ભીડ હતી. હું રોકાય ગયો. મેં પૂછ્યું કે શું થઈ રહ્યું છે. ત્યારે બે યુવકોએ મને રોક્યો. મને પાકિસ્તાની ગણાવ્યો. મારા પર કોઈ બોમ્બ વિસ્ફોટના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. મને જયશ્રી રામ, જય ભોલે જેવાં ધાર્મિક નારાઓ લગાડવાનું કહ્યું. એવું નહીં કરતા મને માર માર્યો. હું હાથ જોડીને છોડી દેવાની આજીજી કરતો રહ્યો. જે પછી કેટલાંક લોકોએ આવીને મને છોડાવ્યો."

મુસ્લિમ સમુદાયના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, ફરિયાદ દાખલ કરવામાં આવી
ગુરુવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે મુસ્લિમ સમુદાયન લોકો મોદીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમને કહ્યું કે મારામારી કરનારા યુવકો વિરૂદ્ધ ગંભીર કલમ અંતર્ગત ફરિયાદ કરાઈ છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ યોગેન્દ્ર સિંહે હોબાળો કરી રહેલા લોકોને કાર્યવાહીનું આશ્વાસન આપી શાંત કર્યા.

આ ઘટના પછી મુસ્લિમ સમાજના લોકોએ મોદીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.
આ ઘટના પછી મુસ્લિમ સમાજના લોકોએ મોદીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

બંને યુવકો પર કેસ દાખલ, ધરપકડ પણ થઈ
મોદીનગરના સીઓ સુનિલકુમાર સિંહે જણાવ્યું, "આ મામલામાં સંજયપુરી મસ્જિદના ઈમામ સદાકતે સચિન અને સની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. બંને નજીકના ગામના જ રહેવાસી છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, મારમારી, ધમકી આપવા, ગાળાગાળી કરવા સહિતની કલમ લગાડી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને જેલ મોકલવામાં આવી રહ્યાં છે."

અન્ય સમાચારો પણ છે...