તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Doctors, Both Positive, Are Also Treating The Patients Of The Kovid Ward In Which They Are Admitted.

કોરોનાનો ડર નહીં, ફરજનું ઝુનૂન:આ બે ડોક્ટર્સ પોઝિટિવ, પરંતુ તેઓ જે વોર્ડમાં દાખલ થયા ત્યાં પણ દર્દીઓની સારવાર કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોક્ટરી એ એકમાત્ર વ્યવસાય નથી, પરંતુ એક ધર્મ પણ છે, જે કોઈપણ સંજોગોમાં નિભાવવો પડે છે. કોરોના સંકટમાં જ્યાં લોકો એકબીજાની નજીક આવતા ડરે છે ત્યાં ભોપાલના બે ડોક્ટર પોતે સંક્રમિત હોવા છતાં તેઓ કોરોના દર્દીની સારવાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમે બેસી જઈશું તો દર્દીઓને કોણ સંભાળશે.

ડૉ. અનુરાધા ચૌધરી ભોપાલના ગાંધી મેડિકલ કોલેજના સર્જરી ડિપાર્ટમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસર છે અને તેઓ 10 દિવસથી કોરોના સંક્રમિત છે. તેઓ હમીદિયા હોસ્પિટલના એ-બ્લોકના સેકન્ડ ફ્લોરમાં દાખલ છે. તેઓ કહે છે, ડૉ. દેવેન્દ્ર અને ડૉ. બર્ડેને સારવાર કરતા જોયા તો મારો પણ ઉત્સાહ વધી ગયો. પછી નક્કી કર્યું કે અહીં બીમાર થઈને બેસવું નથી, તેથી મારા ફ્લોર પર દાખલ 20 અને અન્ય ફ્લોર પરના દર્દીઓની સારવાર કરી રહ્યો છું. જરૂર પડશે તો મેડિસિનના તે ડોક્ટર જે હોમ આઈસોલેશનમાં છે તેમને ફોન પર દવા પૂછીને દર્દીઓને આપું છું.

દર્દી બનીને સારવાર કરવાનો આ મારો પહેલો અનુભવ છે.
દર્દી બનીને સારવાર કરવાનો આ મારો પહેલો અનુભવ છે.

ડૉ. અનુભવ અગ્રવાલનો જીએમસીથી એમડી મેડિસિનનું થર્ડ યર ચાલી રહ્યું છે. તેઓ 16 એપ્રિલે પોઝિટિવ થયા હતા. તેઓ અત્યારે હમીદિયાના એક બ્લોકના ફર્સ્ટ ફ્લોરમાં દાખલ છે. તેઓ જણાવે છે કે અહીં જ્યારે દખલ થયો ત્યારે અહીં એક દર્દીને રેમડેસિવિર ઈન્જેક્શનથી રિએક્શન થયું હતું. મેં મારી જવાબદારી સમજીને હું તેની સારવારમાં લાગી ગયો. હું ભૂલી ગયો કે હું પોતે પણ દર્દી છું. ત્યારથી નક્કી કર્યું કે જ્યાં સુધી અહીં દાખલ છું ત્યાં સુધી દર્દીઓની સેવા કરીશ. લાગે છે તેમની સારવાર કરીને હું પણ ઝડપથી સાજો થઈ રહ્યો છું.

હવે તો ફ્લોર પર કોઈ ઈમર્જન્સી આવે તો નર્સિંગ સ્ટાફ પણ મને બોલાવે છે.
હવે તો ફ્લોર પર કોઈ ઈમર્જન્સી આવે તો નર્સિંગ સ્ટાફ પણ મને બોલાવે છે.
અન્ય સમાચારો પણ છે...