તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Two 'Choudhurys' Were Decided, Nitish Created Confusion From The Third Choudhury, JDU Is Likely To Retain Important Ministries

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારમાં ભાજપની મજબૂરી:મંત્રી બન્યા તે નાણાં વિભાગ સંભાળવા સક્ષમ નથી; આ સંજોગોમાં નીતીશ પાસે ગૃહ વિભાગ માગવામાં આવ્યું

પટના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નીતીશના 14 મંત્રી સાથે શપથ લીધા બાદ સૌથી મોટો પ્રશ્ન વિભાગોની વહેંચણીને લઈ છે. શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાએ આ મુદ્દે મોડી રાત્રિ સુધી પટનામાં બેઠક યોજી હતી. એવી પણ માહિતી મળી છે કે ભાજપે ગૃહ વિભાગ પર દાવો કર્યો છે. નીતીશને નાણાં વિભાગ પોતાની પાસે રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે.

હકીકતમાં ભાજપની મજબૂરી એ છે કે તેની પાસે અત્યારે નાણાં વિભાગ સંભાળી શકે તેવા કોઈ યોગ્યતા ધરાવતા મંત્રી જ નથી. નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવેલા ઈન્ટર પાસ તારકિશોર અને રેણુ દેવી છે. રેણુ દેવીને કલા અને સંસ્કૃતિ વિભાગ મળે એ નક્કી છે, પણ મોટા વિભાગના નામ પર તારકિશોર માટે નાણાં વિભાગ સંભાળવું મુશ્કેલ બનશે. આ સંજોગોમાં ભાજપ ગૃહ વિભાગ પોતાની પાસે રાખી એક તીરથી બે નિશાન સાધી શકે છે. પહેલું- તારકિશોર અનુભવી હોવાથી નાણાં વિભાગના મેનેજમેન્ટને સંભાળી લેશે. બીજું- બિહારમાં મોટાભાઈની ભૂમિકામાં આવી ચૂકેલા ભાજપને પણ એક વિભાગ મળી જશે.

ત્રીજા ચૌધરીથી નીતીશ ટીકાપાત્ર બન્યા

બે ચૌધરી તો નક્કી જ હતા-વિજય કુમાર ચૌધરી અને અશોક ચૌધરી. ત્રીજા મેવાલાલ ચૌધરીનું નામ મંત્રીમંડળની પહેલી યાદીમાં આપી નીતીશ કુમારે જાણે મૂંઝવણભરી સ્થિતિનું સર્જન કર્યું હોય. મેવાલાલ પર વર્ષ 2010માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. આ આરોપને લીધે તેમણે પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી. હવે નવી સરકારના શપથ ગ્રહણમાં JDU મોટા વિભાગો પોતાની પાસે રાખે એ લગભગ નક્કી છે.

શપથ બાદ નીતીશ કેબિનેટની પહેલી બેઠકમાં વિભાગોની વહેંચણી થશે. અત્યારે વિભાગોની વહેંચણી ભલે ન થઈ હોય, પણ નીતીશની બિલકુલ નજીકની બે ખુરશી પર બેસાડવામાં આવ્યા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી તમામ વિરોધ વચ્ચે નાયબ મુખ્યમંત્રી બની ગયાં.
(આ પણ વાંચોઃ બે જનાદેશનું અંતર:ચાર જમાત આગળ વધ્યું બિહારમાં ડેપ્યુટી CMનું પદ, સૌથી ઓછા ભણેલા તેજસ્વી હતા, આઠમું પાસ)

ચાર મોટા વિભાગો પર JDUની નજર
JDUએ ત્રણ ચૌધરી ઉપરાંત સૌથી અનુભવી બિજેંદ્ર યાદવને પહેલી યાદીમાં લાવી ચાર મોટા વિભાગ પર પોતાનો દાવો રજૂ કર્યો છે. આ ઉપરાંત VIPના અધ્યક્ષ મુકેશ સહની અને HAM સુપ્રીમો જીતનરામ માંઝીના દીકરા સંતોષ માંઝી પણ ઓછા મહત્ત્વના વિભાગોથી સંતોષ કરી લે તેવી શક્યતા નહીંવત્ છે.

આ સંજોગોમાં નીતીશ પછી બીજા નંબર પર શપથ લેનારા મંત્રીમંડળનો નવો ચહેરો તારકિશોર પ્રસાદને સિવાય પહેલી યાદીમાં ભાજપના ફક્ત મંગલ પાંડે અને અમરેન્દ્ર પ્રતાપ સિંહનું નામ છે. ભાજપના મંગલ પાંડેને ફરી એક વખત સ્વાસ્થ્ય વિભાગ અને JDUના વિજેન્દ્ર યાદવને ઊર્જા વિભાગ મળી શકે છે. ગેરરીતિનો વિવાદ ભલે રહ્યો હોય, પણ JDUના મેવાલાલ ચૌધરી કૃષિ મંત્રાલયનો કાર્યભાર મેળવે તો તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય.

(આ પણ વાંચોઃનીતીશના CM બનવાની કહાની:સતત 2 ચૂંટણી હાર્યા તો રાજકારણ છોડવા માગતા હતા નીતીશ; અટલજીના કહેવા પર પહેલીવાર મુખ્યમંત્રી બન્યા)

કોને કયું મંત્રાલય મળવાની શક્યતા

  • ગૃહ મંત્રાલય મુખ્યમંત્રી પોતાની પાસે જ રાખતા રહ્યા છે તો એવી આશા છે કે આ વખતે પણ તેઓ આ વિભાગ પોતાની પાસે રાખશે.
  • અશોક ચૌધરીને શિક્ષણ વિભાગ અને વિજયકુમાર ચૌધરીને નાણાં મંત્રાલય મળી શકે છે.
  • પથ નિર્માણ અને ઉત્પાદન-શરાબ પ્રતિબંધ તથા ભવન નિર્માણ વિભાગ પૈકી બે મુકેશ સહની અને સંતોષ માંઝીને આપવામાં આવી શકે છે.
  • ભાજપનાં મહિલા નાયબ મુખ્યમંત્રીને કલા-સંસ્કૃતિ વિભાગ મળી શકે છે.
  • તારકિશોર પ્રસાદને કલ્યાણ મંત્રાલય મળે તેવી શક્યતા છે. બન્ને પક્ષોના અન્ય મંત્રીઓના વિભાગોને લઈ હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો