આમ આવ્યું મોત:બે ભાઈઓ ચાલીને જઈ રહ્યા હતા ત્યાં એકાએક 11KVનો જીવંત વીજ વાયર માથે પડતાં બંને ભડથું થઇ ગયા, UPના અલીગઢની ઘટના

એક મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના અલીગઢની કમકમાટીભરી ઘટનાના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અલીગઢમાં રસ્તા પર ચાલતાં જતાં બે ભાઈ પર 11kVનો હાઇટેનશન લાઇનનો તાર તૂટીને પડ્યો હતો. બંને ભાઈ તાર સાથે ચોંટી જતાં ભડથું થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે ભાઈઓ રોડના કિનારે ચાલતાં-ચાલતાં જઈ રહ્યા છે અને કંઈ સમજે તે પહેલાં હાઇટેનશન લાઇનનો તાર તૂટીને નીચે પડે છે. તરત જ બંને પોતાનો જીવ બચાવવા ભાગવા જાય છે પણ, બંને તાર સાથે ચોંટી જતાં ભડથું થઈ જાય છે. મહત્ત્વનું છે કે, એક ભારેખમ ટ્રક પોલ સાથે અથડાઈ હતી. જેને લીધે હાઇટેનશન લાઇનનો તાર તૂટ્યો અને નીચે રોડ પરથી પસાર થતાં બે ભાઈ પર પડ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...