• Gujarati News
  • National
  • Two Boats Carrying 50 People Collide In River Ganga In Patna, 12 Missing, SDRF Team Rescues

ગંગામાં બે બોટનો અકસ્માત:પટણામાં 50 લોકોથી ભરેલી બે બોટ ગંગા નદીમાં અથડાઈ, 12 લોકો ગૂમ, SDRFની ટીમનું રેસ્ક્યૂ

22 દિવસ પહેલા
  • જોરદાર પ્રવાહને કારણે થયો અકસ્માત

પટનામાં ગંગા નદીમાં 50 લોકોથી ભરેલી બે બોટ ટકરાઈ હતી, જેમાં બંને બોટ પાણીમાં પલટી ગઈ હતી. બોટમાં સવાર તમામ લોકો નદીમાં ડૂબી ગયા હતા અને વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યું હતું. જોકે આમાંથી મોટા ભાગના લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 12 લોકો લાપત્તા છે. SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ચાલી રહ્યું છે અને ગૂમ થયેલાઓની શોધખોળ ચાલી રહી છે. ગંગાના જોરદાર પ્રવાહને કારણે બંને બોટનું સંતુલન બગડવાને કારણે આ અકસ્માત થયો હતો.
શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુર ઘાટ પર રવિવારે મોડી સાંજે આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ આ અંગે શાહપુર પોલીસ સ્ટેશન અને SDRF ટીમને જાણ કરી હતી. આ પછી ગંગામાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ચારો લઈને પરત ફરી રહ્યા હતા
માહિતી મળતાંની સાથે જ એસડીઆરએફની એક બોટ અને ગ્રામજનોની બે બોટ વડે મધ્ય ગંગામાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દાઉદપુરના રહેવાસીઓ લગભગ 50 લોકો હોડીમાં પશુનો ચારો લઈને પરત ફરી રહ્યા હતા. દરમિયાન શેરપુર ઘાટ પાસે ગંગામાં અચાનક પાણીના પ્રવાહને કારણે બંને બોટ અથડાઈ હતી.
હજુ સુધી એકપણ લાશ મળી નથી
ગામના લોકો શાહપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલે પોલીસની મદદ માગી, ત્યાર બાદ શાહપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે એસડીઆરએફ અને ડાઇવર્સની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું. હાલ ગૂમ થયેલી એકપણ વ્યક્તિનો મૃતદેહ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...