તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Twitter Vs India IT Rules; Narendra Modi Government Says Don't Teach World's Largest Democracy | Don't Teach The World's Largest Democracy What To Do, Follow The Rules Instead Of Twisting The Issue

સરકાર 'ટ્વિટર' પર ભડકી:વિશ્વના સૌથી મોટા લોકતંત્રને શું કરવું છે એ શીખવશો નહીં, ટ્વિટર મુદ્દાને ભટકાવવાની જગ્યાએ નિયમોનું પાલન કરે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નિવેદન ભારતને બદનામ કરવાની કોશિશ સમાન છે - ભારત સરકાર

સોશિયલ મીડિયા અંગે બનાવવામાં આવેલી ગાઇડલાઇન પર ટ્વિટરની પ્રતિક્રિયાથી IT મંત્રાલય નારાજ, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રને શું કરવું છે એ શીખવશો નહીં. મુદ્દાને ભટકાવવાને જગ્યાએ ટ્વિટરે નિયમોનું પાલન કરવું જોઇએ.

IT મંત્રાલયે કહ્યું કે ટ્વિટરનો જવાબ વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પર બળજબરી પૂર્વક પોતાની શરતો થોપવા બરાબર હતો. ટ્વિટરે પોતાના નિવેદનના આધારે એ તમામ ગાઇડલાઇનને પાલન કરવાની ના પાડી છે, જે ભારત સરકારે ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે તૈયાર કરીને રાખી છે.

ટ્વિટર ભારતમાં ફ્રીડમ ઓફ સ્પીચની ચોકીદારી ના કરે
મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી અને વાણી સ્વતંત્રતા સદીઓથી ચાલતી આવી છે. આનું રક્ષણ કરવાની જબાદારી ટ્વિટર જેવી સંસ્થાની નથી. વાણી સ્વતંત્રતા અંગે ટ્વિટર પર પારદર્શી નીતિઓ નથી. ઘણા લોકોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે, તો ઘણાના ડિલિટ પણ કરી દેવાય છે.

સોશિયલ મીડિયા સાઇટ પર નિશાન સાધ્યું
સોશિયલ મીડિયા સાઇટોએ દેશની નીતિઓને બનાવવામાં મધ્યસ્થી કરવાની જરૂર નથી. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કાયદો અને નીતિઓને ઘડવાનો અધિકાર કોઇપણ દેશનો વિશેષ અધિકાર છે. જ્યારે ટ્વિટર માત્ર એક સોશિયલ મીડિયા સાઇટ છે. ભારતમાં કાયદાકીય નીતિઓ કેવી હશે, એ અંગે આવી સાઇટોએ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

ટ્વિટરે ભારતને બદનાન કરવાની કોશિશ કરી- ભારત સરકાર
IT મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે ટ્વિટરે દાવો કર્યો છે કે ભારતીયો માટે એ પ્રતિબદ્ધ છે. આની વિરૂદ્ધ અત્યારના દિવસોમાં તેનું આ કમિટમેન્ટ જોવા મળી રહ્યું નથી. ટ્વિટરના નિવેદનને ભારત સરકારે સંપૂર્ણ રીતે ખોટુ અને નિરાધાર જણાવીને એનું ખંડન કર્યું હતું. એનું નિવેદન ભારતને બદનામ કરવાની કોશિશ સમાન છે.

અન્ય સમાચારો પણ છે...