• Gujarati News
  • National
  • TWITTER | RAHUL GANDHI | Modi Government Is Fighting For Blue Tick, People Should Arrange Vaccine Themselves

ટ્વિટર મુદ્દે રાહુલ ગાંધી ભડક્યો:કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યું- મોદી સરકાર બ્લૂ ટિક માટે લડી રહી છે, જનતા સ્વયં વેક્સિનની વ્યવસ્થા કરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાહુલ ગાંધીએ ટ્વીટમાં હેશટેગ (#Priorities)નો ઉપયોગ કરીને સરકાર પર નિશાન સાધ્યું

નવા IT નિયમો વચ્ચે કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ વિવાદ પ્રતિદિવસ વધુ ગરમાઈ રહ્યો છે. એક બાજુ સરકાર નવા નિયમો લાગૂ કરવાની વાતનો ઉલ્લેખ કરી રહી છે, તો બીજી બાજુ ટ્વિટરે ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી બ્લૂ ટિકને હટાવી દીધા છે. આ તમામ વિવાદો વચ્ચે રાહુલ ગાંધીએ પણ જંપલાવ્યો છે. એણે અંગત ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને મોદી સરકાર વિરૂદ્ધ તંજ કસ્યો હતો. રાહુલે લખ્યું કે મોદી સરકાર બ્લૂ ટિક માટે લડત આપી રહી છે, કોવિડ વેક્સિન લેવા માટે આત્મનિર્ભર બનો.

કોરોના કાળની શરૂઆતના સમયથી જ રાહુલ ગાંધી સતત BJP પર નિશાન સાધી રહ્યા છે. તેઓએ અત્યારે સરકાર અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં પણ તંજ કસ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું જેમાં હેશટેગ (#Priorities)નો ઉપયોગ કર્યો હતો. દેશમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હોય પરંતુ, હજુ પણ સરકારે સતત મહામારી વિરૂદ્ધ પગલાં લેવા જોઈએ.

ટ્વિટરે બ્લૂ ટિક વેરિફિકેશન પ્રોસેસ શરૂ કરી
સોશિયલ મીડિયા એપ્લિકેશન ટ્વિટરે છેલ્લા કેટલાક દિવસો પહેલા બ્લૂ ટિક વેરિફિકેશન પ્રોસેસને ફરીથી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ટ્વિટરે પોતાના નિયમો અનુસાર ઘણા એકાઉન્ટ્સને ક્રોસ-ચેક કરીને બ્લૂ ટિક હટાવી દીધું હતું. બ્લૂ ટિક મેળવવા માટે તમારું એકાઉન્ટ ઓથેન્ટિક, નોટેબલ અને સક્રિય હોવું જોઈએ. બ્લૂ ટિકનો ઉદ્દેશ્ય વેરીફાઈડ કરવા માટે ટ્વિટર સાથે એક એકાઉન્ટની ઓળખાણની પુષ્ટિ કરીને પ્લેટફોર્મના માધ્યમમાં વપરાશકર્તાઓ વચ્ચે વિશ્વાસને પ્રોત્સાહન જાળવી રાખવાનો છે.

બ્લૂ ટિક હટાવવાનો મતલબ શું?
બ્લૂ ટિક હટાવવાનો મતલબ છે કે, કંપનીએ એ અકાઉન્ટને અનવેરિફાય કરી દીધું છે.

બ્લૂ ટિક હટાવવાના નિયમ શું છે?

  • જો કોઈ અકાઉન્ટ લાંબા સમયથી એક્ટિવ ન હોય તો કંપની બ્લ્યૂ ટિક હટાવી શકે છે. પોલિસી મુજબ કંપની નોટિસ વગર પણ બ્લ્યૂ ટિક હટાવી શકે છે.
  • જો કોઈ વ્યક્તિ સરકારી હોદ્દા પર હોય અને આ સમયે અકાઉન્ટ વેરિફાય કર્યું હોય અને જ્યારે તે જ વ્યક્તિ હોદ્દા પરથી જાય ત્યારે વેરિફિકેશન હટાવી શકાય છે.
  • જો કોઈ અકાઉન્ટથી વારંવાર ટ્વિટર પોલિસીનો ભંગ થતો હોય તો કંપની બ્લ્યૂ ટિક હટાવી શકે છે.
  • જો કોઈ વ્યક્તિ બાર ડિસ્પ્લે નેમ, બાયો અને પ્રોફાઈલ ફોટો બદલીને લોકોને ભ્રમિત કરતાં હોય ત્યારે પણ કંપની બ્લ્યૂ ટિક હટાવી શકે છે.
  • મહત્ત્વનું છે કે, પોલિસીના નિયમ ભંગના કિસ્સામાં બ્લ્યૂ ટિક હટાવવાની પ્રક્રિયા ઓટોમેટિક થતી નથી.
અન્ય સમાચારો પણ છે...