• Gujarati News
  • National
  • Tutu Mein Mein Happened About TV; The Woman Also Slapped Her Husband Who Was In The Middle

નારાજ પુત્રવધૂએ સાસુની આંગળીઓ પર બટકાં ભર્યાં:ટીવીને લઈને તૂતૂ-મેૈંમેૈં થઈ; મહિલાએ વચ્ચે પડેલા પતિને પણ ફડાકા માર્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના થાણેમાં ટીવીને લઈને સાસુ-પુત્રવધૂ વચ્ચે ઝઘડો થઈ ગયો. મામલો એટલો વધી ગયો કે પુત્રવધૂએ સાસુની આંગળીઓ પર બટકાં ભરી લીધાં. એટલું જ નહીં, વચ્ચે પડેલા પતિને પણ ફડાકા માર્યા. પોલીસનું કહેવું છે કે સાસુની આંગળીઓને વધુ નુકસાન નથી થયું. હાલ કેસ નોંધવામાં આવ્યો છે.

ઘટના થાણે જિલ્લાના અંબરનાથ શહેરની એક સોસાયટીની છે. ગત સોમવારે સવારે 32 વર્ષની વિજયા કુલકર્ણી (પુત્રવધૂ) પોતાના ઘરમાં ટીવી જોઈ રહી હતી. ત્યારે 60 વર્ષનાં વૃષાલી કુલકર્ણી (સાસુ) ભજન ગાઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેમને પુત્રવધૂને ટીવીનું વોલ્યુમ ધીમું કરવાનું કહ્યું, પરંતુ પુત્રવધૂએ તેમની વાત અવગણી અને અવાજ ઘટાડવાને બદલે વધારી દીધો.

મહિલાએ પતિને પણ માર્યા ફડાકા
પુત્રવધૂની હરકતથી નારાજ વૃષાલી ઊભાં થઈને ટીવી બંધ કરી દીધું. એ બાદ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને રોષે ભરાયેલી પુત્રવધૂએ સાસુનો હાથ પકડી લીધો અને દાંતથી ત્રણ આંગળી પર બટકું ભરી લીધું. એ બાદ મહિલાના હાથમાંથી લોહી વહેવા લાગ્યું. એટલામાં વિજયાનો પતિ ઝઘડામાં વચ્ચે પડ્યો અને બંનેને શાંત પાડવાના પ્રયાસ કરવા લાગ્યો, તો મહિલાએ પતિને પણ થપ્પડ મારી દીધી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિતાની આંગળીઓને વધુ ઈજા નથી થઈ .

પુત્રવધૂ વિરુદ્ધ FIR દાખલ
જાણકારી મુજબ, સાસુ વૃષાલીએ આ મામલે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. પોલીસ અધિકારીનું કહેવું છે કે સાસુની ફરિયાદના આધારે તેમના પુત્રવધૂ વિરુદ્ધ કેસ નોંધાયો અને તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...