• Gujarati News
 • National
 • TTE Does Not Need To Wear Coat tie, Face Shield And Gloves Required, Magnifying Glass To Check Tick

સ્પેશ્યલ ટ્રેનો માટે ગાઇડલાઇન:TTEને કોટ-ટાઇ પહેરવાની જરૂર નહીં, ફેસ શિલ્ડ અને ગ્લવ્ઝ જરૂરી, ટિકિટ ચેક કરવા મેગ્નિફાઇંગ ગ્લાસ અપાશે

નવી દિલ્હી3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રયાગરાજમાં એક પ્રવાસી મજૂરને જ્યારે તરસ લાગી તો NCC કેેડેટે આવી રીતે તરસ છિપાવી હતી - Divya Bhaskar
પ્રયાગરાજમાં એક પ્રવાસી મજૂરને જ્યારે તરસ લાગી તો NCC કેેડેટે આવી રીતે તરસ છિપાવી હતી
 • રેલવે એક જૂનથી 200 સ્પેશ્યલ ટ્રેન ચલાવશે, તે અંગે ટિકિટ ચેકિંગ સ્ટાફ માટે ગાઇડલાઇન જાહેર કરી
 • રેલવેએ જણાવ્યું કે અત્યારસુધી 52 લાખ લોકોને તેમના ઘરે પહોંચાડ્યા, તેમાં ઉત્તરપ્રદેશ અને બિહારના 80 ટકા પ્રવાસી શ્રમિકો

રેલવેએ એક જૂનથી ચાલનારી 200 ટ્રેનોના TTE માટે શુક્રવારે ગાઇડલાઇન જાહેર કરી છે. આ ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ સ્ટાફને કોટ અને ટાઇ પહેરવાની જરૂરિયાત નથી. પરંતુ સંક્રમણથી બચવા માટે તેમને ફેસ શિલ્ડ, માસ્ક અને હેન્ડ ગ્લવઝ, હેડ કવર પહેરીને ચાલવું પડશે. તેમની પાસે સાબુ અને સેનિટાઇઝર પણ રહેશે. ટિકિટ હાથોથી ન પકડવી પડે તેથી તેમને મેગ્નિફાઇંગ ગ્લાસ અપાશે અને તેઓ દૂરથી જ ટિકિટની જાણકારી જોશે. 

20 મે સુધી રેલવેએ 279 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવી

 • શ્રમિક સ્પેશ્યલ ટ્રેન અને પ્રવાસી શ્રમિકોની સ્થિતિ જણાવવા માટે રેલવે બોર્ડે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચેરમેન વિનોદકુમાર યાદવે જણવાયું કે 20 મે સુધી રેલવે એ 279 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવી. રેલવેએ રાજ્યોની દરેક માંગને પૂરી કરી. રોજ લગભગ 3 લાખ લોકોને તેમના ઘરે પહોંચાડવામા આવ્યા
 • યાદવે જણાવ્યું કે 24મેના અમે દરેક રાજ્ય સરકાર સાથે વાત કરી હતી જ્યારે 983 ટ્રેનની જરૂરિયાત હતી. આજે માત્ર 449 ટ્રેનોની જરૂર છે. અમે રાજ્ય સરકારોને કહ્યું કે જો તેમને વધારાની જરૂર હોય તો તે પણ પુરી કરવામા આવશે. જ્યાં પણ શ્રમિક ભાઇ બહેન છે તેઓ ધીરજ રાખે, અમે વધુ ટ્રેન ચલાવીશું.
 • રેલવેએ રાજ્યોને અપીલ કરી છે કે તેઓ મજૂરોનું રજિસ્ટ્રેશન કામ શરૂ કરે. રેલવે તેમને ઘરે પહોંચાડવા માટે તૈયાર છે. 80 ટકા શ્રમિકો ઉત્તરપ્રદેશ અને બિહારમા ગયા છે. અમે રેલવેમાં પ્રવાસ માટે જે પ્રોટોકોલ બનાવ્યા હતા તે સફળ સાબિત થયા છે. અત્યારસુધી અમે 52 લાખ લોકોને પહોંચાડી ચૂક્યા છીએ.
 • ટ્રેનના ઓરિજિનેટિંગ સ્ટેટ અને રેલવે રૂટ પર ઉપસ્થિત કર્મચારી મજૂરો માટે ભોજન-પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. તેની સાથે સ્વયંસેવી સંસ્થાઓ પણ આ કામમા જોડાયેલી છે.
 • ઘણા કિચન અને રેસ્તરાં અત્યારે બંધ છે તેમ છતા રેલવે કર્મચારી મજૂરો માટે ભોજનની સામગ્રી મેળવવનો પ્રયાસ કરી રહ્યા છે. અમુક જગ્યાએ ફરિયાદો મળી છે પણ તેના પર ધ્યાન આપીને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે શ્રમિકોને કોઇ મુશ્કેલી ન પડે.

ઘર સુધી પહોંચાડવા માટે ડીઇએમયૂ અને એમઇએમયૂ ટ્રેન પણ ચલાવી
રેલવે બોર્ડના ચેરમેને જણાવ્યું કે ઉત્તરપ્રદેશ અને બિહારમાં મજૂરોને લોકલ સ્થળો સુધી પહોંચાડવા માટે બસ અને અન્ય સાધનો મળતા ન હતા. તેથી અમે 300 ડીઇએમયૂ અને એમઇએમયૂ ટ્રેનો પણ ચલાવી
યાદવ પ્રમાણે- 1 થી 19મે વચ્ચે કોઇ પણ ટ્રેન ડાયવર્ટ થઇ નથી. 25થી 28 મે દરમિયાન પણ આવુ જ થયું. 20થી 24 મે વચ્ચે અમુક ટ્રેનોનો રૂટ ડાવયર્ટ થયો હતો. 3840 પૈકી માત્ર 71 ટ્રેન મતલબ કે 1.8 ટકા ટ્રેન જ ડાયવર્ટ થઇ છે. અમુક રૂટ બિઝી હોવાના કારણે આવું થયું હતું. 

‘‘રેલવેના 12 લાખ શ્રમિક ભાઇ-બહેન, મજૂરોને ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. માત્ર 4 ટ્રેનોએ 72 કલાકથી વધુનો સમય લીધો છે. આ ટ્રેનો પૂર્વોત્તર જઇ રહી હતી. તેની પાછળ પણ કારણ હતા. અસમમાં ભૂસ્ખલનના કારણે 12 કલાક ટ્રેન રોકવી પડી હતી. 3500 ટ્રેન સામાન્ય એક્સપ્રેસ ટ્રેનથી વધુની સ્પીડે પહોંચી. માત્ર 10 ટકા ટ્રેન એવી હતી જે ત્રણ કે ચાર કલાક મોડી પહોંચી. ’’

ટ્રેનમાં મોતનું શું કારણ રહ્યું
રેલવે બોર્ડ પ્રમાણે જે લોકોનું મૃત્યુ ટ્રેનમાં સફર દરમિયાન થયું છે તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. જે પણ મોત થાય છે, સ્થાનિક પોલીસ તેની તપાસ કરે છે. અમુક વાતો એવી સામે આવી છે જેમાં કહેવાયું છે કે અમુક પ્રવાસીઓનું મોત ભૂખના લીધે થયું છે. અમે તેની તપાસ કરી છે અને માહિતી મળી છે કે 90 ટકા લોકોને ભોજન મળ્યું હતું. અમે સ્ટેશન અને ટ્રેન પર થયેલી મોતનો આંકડો મેળવી રહ્યા છીએ. 

ઓપરેશન કોસ્ટ શું છે
ઓરિજિનેટિંગ સ્ટેટ અને સેન્ડીંગ સ્ટેટ વચ્ચે સમન્વય બનાવવામા આવ્યો છે. મજરોને કોઇ પણ ભાડું આપવું પડતુ નથી. સ્પેશ્યલ ટ્રેન એક તરફથી પેસેન્જર લઇને જાય છે અને બીજી તરફથી ખાલી આવે છે. તેના આધારે ભાડું નક્કી થાય છે. જોકે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન માટે અમે સામાન્ય ભાડું જ રાખ્યું છે. દરેક ટ્રેન પર 85 ટકા ભાડું ભારત સરકાર ભોગવે છે. શરૂઆતમાં અમુક રાજ્યોએ મજૂરો પાસે ભાડું લીધું હતું પણ હવે એવું નથી. 

સ્પેશ્યલ ટ્રેન ક્યાં સુધી ચાલશે

 • સ્પેશ્યલ ટ્રેન ત્યાં સુધી ચાલશે જેથી દરેક મજૂર તેમના નિર્ધારિત સ્થળે ન પહોંચી જાય. જે રાજ્યોની માંગ હશે તે પ્રમાણે ટ્રેન ચલાવવામા આવશે. અમે માંગ વધવા પર એક દિવસમાં 289 ટ્રેન પણ ચલાવી છે. માંગ વધવા પર અમે 50 ટકા કોવિડ કેયર કોચ કાઢ્યા હતા પણ હવે બધા આવા કોચ તેમની જગ્યાએ પહોંચી ગયા છે.
 • યાદવે જણાવ્યું- 100 ટ્રેન દેશના દરેક નેટવર્ક પર ચલાવવાનો નિર્ણય કર્યો હતો. આ ટ્રેન એ રૂટ પર ચલાવવામા આવી હતી જ્યાં સામાન્ય રીતે વધારે ચહલપહલ હોય છે. બીજા તબક્કામાં ટ્રેનની સંખ્યા વધારવા અંગે પણ વિચાર કરીશું. જો અમે ભાડું લીધા વિના ટ્રેન ચલાવત તો અમારા વહીવટમાં મુશ્કેલી થઇ જાત. અત્યારે રાજ્ય સરકારોને માત્ર 15 ટકા ભાગ આપવાનો છે.
 • તેમણે કહ્યું- લગભગ 50થી વધુ એવી ટ્રેન હતી જે રાજ્ય સરકારોએ અમારી પાસે માંગી જેમાં 1400થી 1500 લોકોને જવાનું હતું. તેમાં 500થી ઓછા લોકો ગયા. આ પરિસ્થિતિમાં જો રાજ્ય સરકારને મફતમાં ટ્રેન આપવાની મંજૂરી આપી દેત તો વહીવટ પર તેની સીધી અસર થાત.
અન્ય સમાચારો પણ છે...