રાજસ્થાનના ઉદેપુરમાં પહાડી વિસ્તારોમાં દીપડાઓનો આતંક વધી ગયો છે. શહેરથી થોડા દૂર લખાવલી ગામમાં શુક્રવારે રાત્રે ઘરની બહાર દીપડાએ કૂતરાને પોતાનો શિકાર બનાવાનો પ્રયત્ન કર્યો હતો. કૂતરાએ પણ પોતાનો જીવ બચાવવા દીપડાનો હિંમતપૂર્વક સામનો કર્યો. છેવટે દીપડાને શિકાર વગર જ જંગલમાં ભાગવુ પડ્યું. અહિં, તે બંન્નેની લડાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જે મકાન માલિક મોહન મેધવાલે પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો.
મકાન માલિક મોહન મેઘવાલે જણાવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે લખાવલી ગામમાં અચાનક એક દીપડો તેના ઘરની બહાર આવ્યો હતો. દીપડાએ ત્યાં બેઠેલા કૂતરા પર હુમલો કર્યો હતો. જ્યારે મેં બૂમો પાડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે મેં બારીમાંથી ડોકિયું કર્યું અને જોયું કે દીપડો કૂતરા પર હુમલો કરી રહ્યો હતો અને કૂતરાએ તેનો જીવ બચાવવા માટે તેનો હિંમતપૂર્વક સામનો કર્યો. મોહને કહ્યું કે બંને વચ્ચે લગભગ ૨ થી ૩ મિનિટ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો. આ દરમિયાન મેં મારા મોબાઇલમાં વીડિયો કેપ્ચર કર્યો હતો. મેં જોરજોરથી ચીસો પાડી તો દીપડો જંગલ તરફ દોડ્યો હતો.
DCF બાલાજી કરીએ જણાવ્યું કે વિભાગને દીપડાના હુમલાની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, જો જરુરત હશે તો સ્થળ પર નિરીક્ષણ પછી આ વિશે નિર્ણય લઈશું. જંગલો પાસે રખડતા પશુ દીપડાના મુખ્ય શિકાર થતા હોય છે.
પૂર્વ CCF અને વન્ય વિશેષજ્ઞ રાહુલ ભટનાગર જણાવે છે કે દીપડો શરમાળ અને ડરપોક જીવ હોય છે. પહાડોમાં દીપડો બકરી, ધેટાઓ અને કૂતરાઓને પોતાનો ખોરાક બનાવે છે. માટેભાગે દીપડાઓ માણસ પર હુમલો કરતા નથી. ભટનાગરે જણાવ્યું કે કૂતરાનો શિકાર દીપડા માટે સ્વીટ ડિશ માની શકાય છે. દીપડો કોઈકવાર રસ્તો ના મળવા પર તથા ઘભરાવા પર માણસો પર હુમલો કરે છે. દીપડો માણસોની હલનચલનથી ઘભરાઈને દૂર ભાગી જાય છે.
અહીંના ગામોમાં 6થી વધુ લોકો પર હુમલો થઈ ચૂક્યો છે
ટીટૂ સુથારે જણાવ્યું કે વસતિના ક્ષેત્રમાં દીપડાની મૂવમેન્ટ સતત વધતી રહી છે. વન વિભાગને પણ ઘણીવાર આ બાબત પર ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમણે આ વિશે કોઈ એક્શન લીધી નથી. ગામવાસીઓએ જણાવ્યું કે જ્યારે પણ ગામના જંગલ તરફ જવાનું હોય તો લાકડી લઈ જવું પડે છે. બડી, કટારા, લોયરા, વરડા સહિત ઘણા ગામોમાં દીપડાનું દેખાવું સામાન્ય બની ગયું છે. ઋષભદેવ, સરાડા અને પરસાદની આજૂબાજુ પહેલા પણ 6થી વધુ લોકોની દીપડા પર હુમલાને કારણે મોત થઈ ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.