તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Trump's Popularity Continues To Rise, With Biden Preferred By 43% To Trump By 40%, A Gap Of More Than 7% In July.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:ટ્રમ્પની લોકપ્રિયતા વધી રહી, બાઇડેન 43% લોકોને પસંદ તો ટ્રમ્પને 40% લોકોનો સાથ, જુલાઈમાં આ અંતર 7%થી વધુ હતું

વોશિંગટનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2017માં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ અને બાઇડેન. અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે. - ફાઈલ ફોટો - Divya Bhaskar
વર્ષ 2017માં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ અને બાઇડેન. અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે. - ફાઈલ ફોટો
  • ઘણા સર્વેમાં સામે આવ્યું છે કે બાઇડેનનો ટ્રમ્પ પર સરેરાશ 5% નો વધારો છે
  • ટ્રમ્પની લોકપ્રિયતામાં પહેલા કરતા વધારો થયો

જેમજેમ અમેરિકાની ચૂંટણી નજીક આવી રહી છે, તે બાબતે ટ્રમ્પ અને બાઇડેનની લોકપ્રિયતા પર દરેક પ્રકારના સર્વે થઇ રહ્યા છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે બાઇડેનની લોકપ્રિયતા ટ્રમ્પની સરખામણીએ ફક્ત 3% જ વધુ છે. જુલાઈમાં એક સર્વેમાં આ અંતર 7% થી વધુ હતું. નવા સર્વે પ્રમાણે ટ્રમ્પની લોકપ્રિયતામાં પહેલા કરતા વધારો થયો છે.

43% લોકોને પસંદ બાઇડેન, 40% ને ટ્રમ્પ

આ સર્વે ધ હિલ એન્ડ હેરિસે કર્યો છે. સર્વે પ્રમાણે બાઇડેન 43% લોકોને પસંદ છે, જ્યારે 40% લોકો ટ્રમ્પને પસંદ કરે છે. આ પહેલા જુલાઈમાં થયેલ સર્વેમાં બાઇડેન ટ્રમ્પથી 7 પોઇન્ટ આગળ હતા. બુધવારે Realclearpolitics.com (આરસીપી) પર પોસ્ટ કરવામાં આવેલ 3 નેશનલ સર્વે પ્રમાણે બાઇડેને ટ્રમ્પ પર સરેરાશ 5% નો વધારો મેળવ્યો છે.

ટ્રમ્પ બાઇડેન સાથે રાષ્ટ્રપતિ માટેની 4 ડિબેટ કરવા ઈચ્છે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનની સાથે રાષ્ટ્રપતિ માટેની 4 ડિબેટ કરવા ઈચ્છે છે. હજી સુધી રાષ્ટ્રપતિ ડિબેટ કમિશને ફક્ત 3 ડિબેટ જ નક્કી કરેલ છે, જે 29 સપ્ટેમ્બર, 15 ઓક્ટોબર અને 22 ઓક્ટોબરના રોજ યોજાશે. ટ્રમ્પ અભિયાનના પ્રતિનિધિ રુડોલ્ફ ડબલ્યૂ ગુઇલિયાનિમેં રાષ્ટ્રપતિ ડિબેટ કમિશનને આ બાબતે એક પત્ર પણ લખ્યો છે. તેમણે કહ્યું હતું કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં એક ડિબેટ થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...