તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Trump Will Re engage In Election Campaign; What Is Monoclonal Antibody Therapy To Regenerate In Just 9 Days?

ભાસ્કર એક્સપ્લેનર:74 વર્ષની ઉંમર, અન્ય બિમારીઓ છતાં ટ્રમ્પે માત્ર 9 દિવસમાં કોરોનાને કઈ રીતે હરાવ્યો? જાણો એ થેરાપી વિશે જેણે ટ્રમ્પને ફરી ચૂંટણી મેદાનમાં દોડતાં કરી દીધા

10 મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • આજે કેલિફોર્નિયાની રેલીને સંબોધન કરી શકે છે ટ્રમ્પ
  • કોવિડ-19 પોઝિટિવ થયા પછી પહેલી રેલી હશે ટ્રમ્પની

કોવિડ-19 મહામારીને વિશ્વભરમાં 9 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ વાઇરસે કોઈને નથી છોડ્યા. વિશ્વનો સૌથી શક્તિશાળી શખસ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ નહીં. કોરોનાને પગલે વિશ્વભરમાં દશ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

આટલું થયા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર નવ દિવસની ટ્રીટમેન્ટમાં સ્વસ્થ થઈ ગયા. હવે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શનિવારે કેલિફોર્નિયામાં ચૂંટણી રેલીને સંબોધી કરી શકે છે. જે ટ્રમ્પ શરૂઆતથી કોવિડ-19ને ગણકારતા જ ન હતા, તેમણે જ સૌથી ઓછા સમયમાં કોરોનાને માત આપી છે. 74 વર્ષના ટ્રમ્પને તેમની ઉંમર જ નહીં, પરંતુ બ્લડપ્રેશર, મોટાપો અને અન્ય બીમારીઓ પણ હતી, જે કોવિડ-19ને ગંભીર બનાવી શકવા માટે પૂરતી હતી.

ગત સોમવારે પ્રેસિડેન્ટનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું, જેમાં પ્રોટેક્ટિવ એન્ટિબોડી મળ્યા. ફાર્મા કંપનીના જણાવ્યા મુજબ. તે રિજેનરનની એન્ટિબોડી થેરપીની અસર હતી. ટ્રમ્પે પણ બુધવારે વિડિયોમાં દાવો કર્યો કે તેઓ રિજેનરન ફાર્માની એક્સપેરિમેન્ટલ થેરપીથી સારા થયા છે. હવે દવા કંપનીએ ફેડરલ રેગ્યુલેટર્સના ઈમર્જન્સી ઉપયોગ માટે એન્ટિબોડી ટ્રીટમેન્ટને મંજૂરી આપવાની અપીલ કરી છે.

શું છે રિજેનરન અને એની દવા?

  • તમામ લોકો જાણે છે કે કોવિડ-19 દર્દીઓને સારા કરવા માટે નવા-નવા એક્સપરિમેન્ટ્સ ચાલી રહ્યા છે. શરીરમાં વાઇરસ કાઉન્ટ અને રિકવરી ટાઈમ ઓછા કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકી દવા કંપની રિજેનરનની ટ્રીટમેન્ટ પણ હાલના સમયે એક્સપરિમેન્ટ્સના તબક્કામાં છે.
  • રિજેનરનને બે મોનોક્લોનલ એન્ટિબોડીનું કોમ્બિનેશન REGN-COV2 દ્વારા બનાવવામાં આવી છે, જેથી SARS-CoV-2 (વાઇરસ જેને કારણે કોવિડ-19 થાય છે)ની ઈમ્ફેક્ટ કરવાની ક્ષમતાને એ બ્લોક કરી શકે.
  • REGN-COV2ને વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ હજારો હ્યુમન એન્ટિબોડીનું ઈવેલ્યુશન કર્યું છે. કંપનીએ એક ઉંદરને મનુષ્ય જેવા ઇમ્યુન સિસ્ટમ વિકસિત કરવા માટે જિનેટિકલી મોડિફાઈ કરાયું છે. જે બાદ એમાંથી એન્ટિબોડી લેવામાં આવી. જે લોકો કોવિડ-19થી સ્વસ્થ થયા છે, તેમના શરીરમાંથી પણ એન્ટિબોડી લેવામાં આવ્યા છે.

કઈ રીતે કામ કરે છે આ દવા?

  • આ થેરપીમાં બે મોનોક્લોનલ એન્ટિબોડી REGN10933 અને REGN10987નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે SARS-COV-2 વાઇરસને ઈનએક્ટિવ કરે છે, જેનાથી તેના શરીરમાં ફેલાવવાની ક્ષમતા અટકી જતી હતી અને રિએકશન ટાઈમ ઘટી જાય છે.
  • હાલ આ દવા પ્રાથમિક ટ્રાયલના ફેઝમાં છે, જેને તે ઈન્ફેક્ટેડ વ્યક્તિઓમાં વાઇરલ લોડ ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ઘરમાં ઈલાજ કરાવી રહ્યા છે. અમેરિકામાં 275 દર્દી પર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી સપ્તાહ અને 1,300 દર્દી પર એનો ઉપયોગ કરવામાં આવશે. યુકેમાં પણ મિડલથી મિડ-સ્કેલ ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે.
  • મોનોક્લોનલ એન્ટિબોડી શરીરમાં કોઈ પર્ટિક્યુલર સેલથી જોડાય છે. આ શરીરમાં ઈન્ફેક્શનને ફેલાવવાથી રોકે છે. એક્સપર્ટ્સને લાગે છે કે જિનેટિકલી વિકસિત એન્ટિબોડી કોવિડ-19 ઈન્ફેક્શનને શરીર સાથે લડીને ભગાડવામાં મદદગાર છે.

શું આ પહેલાં પણ મોનોક્લોનલ એન્ટિબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

  • હા, મોનોક્લોનલ એન્ટિબોડીનો ઉપયોગ પહેલી વખત નથી થઈ રહ્યો. આ પહેલાં પણ કેટલાક કેન્સરના દર્દીઓ સામે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોનોક્લોનલ એન્ટિબોડીને બોનમેરોકા પ્લાઝમા સેલ્સથી કાઢવામાં આવે છે.
  • એમાં ખાસ કરીને વાઇરસને ટાર્ગેટ કરવા અને શરીરની નેચરલ એન્ટિબોડીને કોપી કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. એન્ટિબોડી ટ્રીટમેન્ટ્સ આ પહેલાં રેબીઝ, હેપેટાઈટિસ બીમાં પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર પરિણામો જોવા નથી મળ્યાં.

વેક્સિન આવે એ પહેલાં શું એન્ટિબોડી ટ્રીટમેન્ટ સફળ છે?

  • વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ રીતે એન્ટિબોડી ટ્રીટમેન્ટ વેક્સિનની ઉપલબ્ધતા અને સેફ્ટીના અંતરને દૂર કરી શકાય છે. એને બનાવવું સહેલું છે. એની ઈફેક્ટિવનેસ પણ સારી છે. આ તે ગ્રુપ્સમાં પણ સારાં પરિણામ આપી શકે છે જેના પર વેક્સિન કારગર નથી હોતી. આ મોર્ટેલિટી રેટને ઉપર જવાથી પણ રોકી શકે છે.
  • આ પહેલાં જોન હોપકિંસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ કોન્વલેસેન્ટ પ્લાઝમા (એન્ટિબીડ-રીચ ટ્રીટમેન્ટ) પર કામ કર્યું છે કે જેથી કોવિડ-19 ઈન્ફેકશનને રોકી શકાય અને રિકવરી ટાઈમને ઘટાડી શકાય.

શું એનાથી કોઈપણ પ્રકારનું જોખમ છે?
એન્ટિબોડી ટ્રીટમેન્ટની દવાઓ અને થેરપી શરીરના ઈમ્યુન રિસ્પોન્સને મજબૂત કરે છે, પરંતુ એ વાતના કોઈ પુરાવા નથી કે એન્ટિબોડી ટ્રીટમેન્ટથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતું. પ્લાઝમા થેરપીની જેમ, એન્ટિબોડી ટ્રીટમેન્ટ કે દવાઓ પણ કોવિડ-19થી સંક્રમિત તમામ દર્દીઓ માટે યોગ્ય નથી. એલર્જી, ટોક્સિસિટી, ચક્કર આવવા કે અન્ય સાઈડ ઈફેક્ટસનો ખતરો કાયમ રહે છે.

અન્ય સમાચારો પણ છે...