તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Truck Collided With Car Going From Jodhpur To Sanchore, Killing Five, Including A Woman, Two Children

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનમાં પરિવારના 5 લોકોના મોત:માર્ગ અકસ્માતમાં સાંચોર કોંગ્રેસના નેતાનો પરિવાર વિખરાયો; પત્ની, 2 દીકરા અને ભાણી-ભાણેજના મોત

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંચોરથી 10 કિમી દૂર પૂર-ઝડપે આવતી ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી
  • દુર્ઘટનાગ્રસ્ત પરિવારના મુખ્ય સદસ્ય ગણપતલાલ સુથાર સાંચોર વિસ્તારના કોંગ્રેસ OBC સેલના નેતા છે

રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર વિસ્તારમાં રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યાં હતા. જેમાં સાંચોરના નિવાસી ગણપતલાલ સુથારના 2 દીકરા, પત્ની, ભાણી-ભાણેજનું મૃત્યું થયું હતું. તેમનો પરિવાર જોધપુરથી સાંચોર તરફ પ્રયાણ કરી રહ્યો હતો. તે દરમિયાન સાંચોરથી આશરે 10 કિમી દૂર અચાનક પૂર-ઝડપે આવતી ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી. દુર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યું થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

મૃતક દિનેશ (વરરાજા) ના લગ્ન 3 મહિના પહેલા થયા હતા. પત્નીને જોધપુર છોડીને પરિવારના સભ્યો સાથે સાંચોર પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યા.
મૃતક દિનેશ (વરરાજા) ના લગ્ન 3 મહિના પહેલા થયા હતા. પત્નીને જોધપુર છોડીને પરિવારના સભ્યો સાથે સાંચોર પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યા.

સાંચોરથી 10 કિમી દૂર અકસ્માત સર્જાયો
ગણપતલાલ સુથારના બે દીકરાઓ દિનેશ (25 વર્ષ) અને ભજનલાલ (22 વર્ષ) તેમની માતા શાંતિદેવી અને બે બહેનોના બાળકો જસરાજ (12) અને હાથિસા (5) સાથે જોધપુરથી સાંચોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે સાંચોરથી આશરે 10 કિમી દૂર મીઠી બેરી ચિતલવાના સ્ટેશનની હદના નેશનલ હાઈવે પરાવા પર તેમની ગાડીને સામેથી આવતા ધડાકાભેર ટ્રકે ટક્કર મારી હતી. જેનાથી ગાડીનો આગળનો ભાગ ટ્રકની નીચે આવી ગયો હતો.

આ ટક્કરમાં કાર એટલી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી કે અંદર ફસાયેલા શવને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ટક્કરમાં કાર એટલી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી કે અંદર ફસાયેલા શવને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસે સ્થાનિકોની મદદથી ગાડીમાં ફસાયેલા લોકોને ઘણી મહેનતના પગલે બહાર કાઢ્યા હતા. પરંતું ત્યાં સુધી 4 લોકોનાં તો મોત નીપજ્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્ત હાલતમાં ભજનલાલને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા, જ્યાં તેઓએ પણ છેલ્લા શ્વાસ લીઘા હતા. દુર્ઘટનાગ્રસ્ત પરિવારના મુખ્ય સદસ્ય ગણપતલાલ સુથાર સાંચોર વિસ્તારના કોંગ્રેસ OBC સેલના નેતા છે.

અકસ્માતમાં ગાડીનો આગળનો હિસ્સો ટ્રકની નીચે આવી ગયો હતો
અકસ્માતમાં ગાડીનો આગળનો હિસ્સો ટ્રકની નીચે આવી ગયો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો