તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Troubled By Financial Crisis In Misrod, Civil Engineer Drank Poison With His Wife, Son And Daughter Cut Their Throats With Tiles Cutter, Two Died

આર્થિક તંગીથી પરિવાર વિખેરાયો:એન્જિનિયર પિતાએ પહેલાં ટાઇલ્સ કટરથી બાળકોનાં ગળાં કાપ્યાં, પછી પોતે અને પત્નીએ ઝેર પીધું

ભોપાલ24 દિવસ પહેલા
  • પિતા અને પુત્રનાં મોત, માતા અને પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • આર્થિક સ્થિતિ નબળી હોવાથી આ પગલું ભર્યું હોવાની સંભાવના
  • સુસાઈડ નોટમાં દુ:ખ વ્યક્ત કર્યુ

મધ્યપ્રદેશમાં ભોપાલના મિસરોદ ક્ષેત્રમાં આત્મહત્યા અને હત્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે. અહીં શનિવારે સિવિલ એન્જિનિયરે પહેલા પોતાના બાળકોના ગળાં ટાઈલ્સ કટરથી કાપ્યા અને પછી પોતે અને પત્નીએ ઝેર પી લીધું. આ ઘટનામાં એન્જિનિયર પિતા અને તેમના પુત્રનું મોત નીપજ્યું છે. પુત્રી અને પત્નીની સ્થિતિ હાલત ખૂબ જ ગંભીર છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના પાછળનું કારણ આર્થિક તંગી હોવાનું જણાઈ રહ્યું છે.

મિસરોદ પોલીસ અનુસાર, રવિ ઠાકરે(55) પરિવાર સાથે 102 મલ્ટી સહારા એસ્ટેટમાં રહે છે. પરિવારમાં પત્ની રંજના ઠાકરે(50), પુત્ર ચિરાગ ઠાકરે(16) અને પુત્રી ગુંજન ઠાકરે(14) છે. જાણકારી અનુસાર, શનિવારે સવારે 7 વાગ્યે ઝેર ખાધા પછી રંજના પડોશી અજય અરોરાના ઘરે પહોંચી. અજયને તેમણે પૂરી કહાની બતાવી. અજયે આ સાંભળ્યા પછી તાત્કાલિક પોલીસને સૂચના કરી છે.

ઘટનાસ્થળ પરથી પોલીસને ઝેરની બોટલ અને લોહીનાં નિશાનવાળું કટર મળી આવ્યું.
ઘટનાસ્થળ પરથી પોલીસને ઝેરની બોટલ અને લોહીનાં નિશાનવાળું કટર મળી આવ્યું.

સૂચના પર એસપી સાંઈ કૃષ્ણા, એએસપી રાજેશ ભદોરિયા, એસડીઓપી અમિત મિશ્રા અને મિસરોદ પોલીસ અધિકારી નિરંજન શર્મા ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં જોયુ તો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને જોયું તો રૂમમાં રવિ બેભાન પડ્યા હતા. તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. એ પછી રંજના પણ બેભાન થઈ પડી ગઈ હતી. ચિરાગ અને ગુંજન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પોલીસે ચારેયને તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યાં, જ્યાં ડોક્ટરોએ રવિ અને ચિરાગને મૃત જાહેર કર્યા અને ગુંજન અને રંજનાની સ્થિતિ હજી પણ ગંભીર છે.

પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પાડોશીઓ સાથે પૂછપરછ હાથ ધરી.
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પાડોશીઓ સાથે પૂછપરછ હાથ ધરી.

આ સંભાવના રહેલી છે
ઘટનાસ્થળે લોહીલુહાણ સ્થિતિમાં ટાઈલ્સ કટર પણ મળી આવ્યું. પોલીસને સંભાવના છે કે પહેલા રવિ અને રંજનાએ ઝેર પીધું અને તેના પછી એન્જિનિયરે કટરથી પુત્ર-પુત્રીનાં ગળાં કાપ્યા હશે. હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

રવિ ઠાકરે અને તેમનો પરિવાર.
રવિ ઠાકરે અને તેમનો પરિવાર.

સુસાઈડ નોટમાં દુ:ખ વ્યક્ત કર્યુ
ઘટના પછી પોલીસને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે, તેમાં તેમણે લખ્યું છે, તે વાંચો.....
વાસ્તે પોલીસ અધિકારી મહોદય,
હું રવિ ઠાકરે, રંજના ઠાકરે, પોતાના પુત્ર ચિરાગ ઠાકરે અને પુત્રી ગુંજન ઠાકરે સાથે માનસિક કષ્ટો સાથે ઘણા વર્ષોથી જીવનનિર્વાહ કરી રહ્યા હતા, પરંતુ હવે અમે આર્થિક તંગી સાથે જીવવા અસમર્થન છીએ. અમારી પાસે કોઈ નોકરી નથી અને કોઈ પ્રોપર્ટી પણ બચી નથી. બાળકોને અન્ય કોઈ સગવડ આપી શકતા નથી. અમારી જેમ તેમનું પણ ભવિષ્ય અંધારામાં છે. મારી પત્ની માનસિક રૂપે બિમાર છે અને તેનુ દિમાગ કામ કરવાનું બંધ થઈ ગયું છે. મારા ઘરડા સાસુ-સસરાએ અમારા માટે ઘણુ કર્યુ છે. અમારુ એક મકાન સ્ટેટ બેન્ક પાસે ગિરવી છે, અને અમે તેમા હપતા ભરવા હવે અસમર્થ છીએ. 17 લાખ રૂપિયા લોન પર લીધા હતા જેમા અમે 3 લાખ અને 8 વર્ષના હપતા જમા કરાવી ચૂક્યા છે, પરંતુ હજી પણ મકાન નથી મળ્યું. આશરે 10 લાખ લોન બાકી છે.

બિંદુ અને વૈષ્ણવી મને એલએન માલવીયા કન્સલ્ટેન્સીથી 3 મહિનાનું વેતન મળ્યું નથી. જે કાઈ પણ બચ્યું છે, જે મળવા પાત્ર છે. અમે કોરો ચેક સાઈન કરી રહ્યા છે. તે તેમને કોઈપણ પ્રકારે આપી દેજો, જેથી બંને છોકરીઓના લગ્ન થઈ શકે. બેન્ક કોઈ અડચણ ઉભી ન કરે.

આમ સુસાઈડ નોટમાં તેમણે દરેક પાસે માફી માંગી છે અને પોતે આ પગલુ ભર્યુ તેની પાછળનું કરુણ કારણ લોકો સમક્ષ રજૂ કર્યુ છે.

8 મહિનાથી રંજના ડિપ્રેશનમાં હતી
જાણકારી અનુસાર, રવિ ગોવિંદપુરામાં નજીકની કંપનીમાં સિવિલ એન્જિનિયરનું કામ કરતો હતો. લોકડાઉનમાં નોકરી છૂટી ગઈ હતી. રંજના પણ બ્યુટી પાર્લર ચલાવતી હતી, પરંતુ તેમનું પણ કામ બંધ થઈ ગયું હતું. આ કારણે 8 મહિનાથી તેઓ ડિપ્રેશનમાં હતાં. ચિરાગ અને ગુંજન ભણી રહ્યા હતા. પડોશીઓનું કહેવું છે કે તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. નાની-નાની વાતોમાં ઘરમાં ઝઘડા થતા હતા અને ઘણીવાર તો પથ્થર પણ ફેંકતા હતા. તેમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો
સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમના પિયરવાળા તેમને ઘરે લઈ ગયા હતા, પરંતુ 6 મહિના પહેલાં તે પરત આવી ગઈ. પાડોશીઓનું કહેવું છે કે વહેલી સવારે બાળકોની ચીસોનો અવાજ પણ સાંભળેલો પણ તેમણે ધ્યાન ના આપ્યું. સવારે મોડા સુધી કોઈ ઊઠ્યું નહિ ત્યારે ઘટનાની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...